શું તમારી જમીન નીચે સોનુ દટાયેલું છે? જાણો કઈ રીતે શોધી શકાશે
જમીનની નીચે કોઈપણ ધાતુ દટાયેલી હોય તો તેને બે રીતે શોધી શકાય છે
Image Twitter |
જમીનની નીચે કોઈપણ ધાતુ દટાયેલી હોય તો તેને બે રીતે શોધી શકાય છે. જેમા પહેલી પદ્ધતિ છે GPR એટલે કે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર ટેક્નોલોજી અને બીજી પદ્ધતિ VLF એટલે કે ખૂબ જ ઓછી ફ્રીક્વેન્સી ટેકનોલોજી છે.
સોનાનો ભાવ દરરોજ વધી રહ્યો છે, જેના કારણે લોકો હવે સોનામાં રોકાણ કરવા પ્રેરાયા છે. જો કે, સોનું એટલું મોંઘું છે કે તેને ખરીદવા માટે એટલા પ્રમાણમાં તમારી પાસે રુપિયા પણ હોવા જોઈએ. પરંતુ જો સોનું તમારી જ જમીન નીચે દટાયેલું હોય તો? આવા કેટલાક કિસ્સાઓ બન્યા પણ છે. ચાલો આજે આપણે જમીન નીચે દટાયેલા સોના વિશે કેવી રીતે જાણી શકાય તે વિશે વાત કરીએ.
GPR અને VLF ટેકનોલોજી
જમીનની નીચે કોઈપણ ધાતુ દટાયેલી હોય તો તેને બે રીતે શોધી શકાય છે. જેમા પહેલી પદ્ધતિ છે GPR એટલે કે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર ટેક્નોલોજી અને બીજી પદ્ધતિ VLF એટલે કે ખૂબ જ ઓછી ફ્રીક્વેન્સી ટેકનોલોજી છે.
આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા અને જિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાની ટીમ આ ટેકનોલોજીની મદદથી જમીન નીચે સોનું અથવા કોઈપણ ધાતુ હોય તો તેને શોધી કાઢે છે. તમને જણાવી દઈએ કે, ASI એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ ભારતીય સંસ્કૃતિ મંત્રાલય સાથે જોડાયેલ એક ભારતીય સરકારી એજન્સી છે અને જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા GSI ભારતની એક વૈજ્ઞાનિક એજન્સી છે. આ ભારત સરકારના ખાણ મંત્રાલય હેઠળ રચાયેલી એક સરકારી સંસ્થા છે.
કેવી રીતે કામ કરે છે આ બે ટેકનોલોજી
GPR એટલે કે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર. આ એક એવી ટેકનીક છે જેમાં માટીના દરેક સ્તરની તપાસ કરવામાં આવે છે અને તેની તપાસના આધારે નક્કી કરવામાં આવે છે કે, આ માટીની નીચે કઈ-કઈ ધાતુઓ હોઈ શકે છે. જ્યારે VLF એટલે કે ખૂબ જ ઓછી ફ્રીક્વેન્સી. આ એક એવી ટેકનીક છે, જેના દ્વારા જમીનની અંદર સોનું, ચાંદી કે તાંબુ છે કે નહીં તે શોધી શકાય છે. હકીકતમાં જ્યારે VLF ને જમીન પર લગાવવામાં આવે છે ત્યારે તે જમીનની આસપાસના ભાગને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ બનાવી નાખે છે. ત્યારબાદ મશીનમાંથી નીકળતા તરંગો ધાતુ સાથે અથડાતાં એક ખાસ પ્રકારનો અવાજ આવે છે. જેમાં નિષ્ણાતો એ અવાજના આધારે જાણી લે છે, તે જમીનની નીચે કઈ ધાતુ છે.