બ્રહ્માંડમાં જોવા મળ્યો 'ભગવાનનો હાથ'?, NASAની આ તસવીર જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

Updated: May 14th, 2024


Google NewsGoogle News
બ્રહ્માંડમાં જોવા મળ્યો 'ભગવાનનો હાથ'?, NASAની આ તસવીર જોઈને લોકો થયા આશ્ચર્યચકિત 1 - image
Image NASA

NASA Picture: અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ બ્રહ્માંડની એક એવી તસવીર શેર કરી છે, જેને જોતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. આ તસવીર ડાર્ક એનર્જી કેમેરાથી લેવામાં આવેલી તસવીરમાં હાથ જેવો આકાર જોવા મળી રહ્યો છે, જે સર્પાકાર ગેલેક્સી તરફ જતી હોય તેવું લાગી રહ્યુ છે. નાસાના કહેવા પ્રમાણે  આ વાદળો અને ધૂળના રજકણોનું સ્ટ્રક્ચર છે. જો કે, બ્રહ્માંડમાં આ પ્રકારનો અનોખો આકાર જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તો કેટલાક લોકો કહેવું છે, કે શું એ સાચું છે કે અવકાશમાં ભગવાનના દર્શન થઈ રહ્યા છે? માહિતી પ્રમાણે આ તસવીર 6 મે 2024ના રોજ લેવામાં આવેલી હતી. 

આ ચિત્રમાં મુઠ્ઠી જેવો આકાર દેખાય છે.

NASA કેટલીયવાર બ્રહ્માંડની આવી સુંદર તસવીરો શેર કરતું રહે છે, અને તેના રહસ્યો બતાવતા રહે છે. લાઈવ સાયન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે આ વખતની તસવીર ખૂબ જ ખાસ છે. આ ચિત્રમાં મુઠ્ઠી જેવો આકાર દેખાય છે. એવું લાગે છે કે, કોઈ સર્પ ગેલેક્સી પકડવા જઈ રહી છે.

શું છે રહસ્ય?

NASAએ કહ્યું કે આ તસવીર નેબુલાના કારણે બની છે. હકીકતમાં આ નેબુલા (નિહારિકા) તારાના તૂટવાના કારણે બને છે. નાસાએ કહ્યું કે, તેને ગમ નેબુલા કહેવામાં આવે છે. પૃથ્વીથી તેનું અંતર આશરે 1300 પ્રકાશ વર્ષ દૂર છે. આ સિવાય તે ગેસ અને ધૂળથી બનેલા વાદળો છે. તેનો આકાર ધૂમકેતુ જેવો લાગે છે, એટલા માટે કોમેટરી નેબુલા પણ કહેવામાં આવે છે. તે હાથ આકારમાં સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલ છે, તેથી તેને ભગવાનના હાથ તરીકે ઓળખવામાં આવે છે.

આ તસવીરમાં માથું અને લાંબી પૂંછડી હોય તેવુ જોવા મળે છે. એવું લાગે છે કે કોઈક મોં આકાશ ગંગાને ખાવા જઈ રહ્યો છે. વિજ્ઞાનીઓનું કહેવું છે, કે આ તારાઓના જન્મની ઘટના છે. જો કે, આ નેબુલા કેવી રીતે બને છે, તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. કેટલાક વિજ્ઞાનીઓનું કહેવું છે, કે વિશાળ તારાઓમાંથી આવતી ગરમ હવાને કારણે બને છે. 1976માં સૌથી પહેલા કોમેટ્રી ગ્લોબ્યુલ જોવા મળ્યું હતું.


Google NewsGoogle News