Gmail ઓગસ્ટમાં બંધ થઈ રહ્યું છે? ગૂગલએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કર્યો ખુલાસો

ઈલોન મસ્કે Xmailના આગમનની પુષ્ટિ કરતા અફવાહોને વેગ મળ્યો હતો

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
Gmail ઓગસ્ટમાં બંધ થઈ રહ્યું છે? ગૂગલએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કર્યો ખુલાસો 1 - image
Image:Social Media

Gmail : આજે ​​વિશ્વમાં Gmail સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સર્વિસ છે. Gmailનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે થાય છે. હાલમાં Gmail વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ગૂગલ તેની મુખ્ય મેલ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. જ્યારે લોકોને આ સમાચારની જાણ થઈ તો કોઈને તેના પર વિશ્વાસ ન થયો. જો કે આ સમાચારોના થોડા સમય પછી, ગૂગલ દ્વારા તેના વિશે સ્પષ્ટતા કરવામાં આવી હતી. 

ગૂગલએ કરી સ્પષ્ટતા

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે Gmail બંધ થવા જઈ રહ્યું છે. દાવા મુજબ ઓગસ્ટ 2024માં Gmail સંપૂર્ણપણે બંધ થઈ જશે. તે પછી Gmail સેવાઓનો ઉપયોગ કરી શકાશે નહીં. એક્સ પર Gmailના બંધ થવા વિશે ઘણા દાવાઓ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન ઈલોન મસ્કે Xmailના આગમનની પુષ્ટિ કરી હતી. તે પછી લોકોને લાગ્યું કે Gmail ખરેખર બંધ થવા જઈ રહ્યું છે, પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ગૂગલે માહિતી આપતા કહ્યું કે, “Gmail અહીં રહેવા માટે છે.” ગૂગલે તેના યુઝર્સની ચિંતાઓને દૂર કરવા માટે તેના સામાજિક પ્રભાવનો ઉપયોગ કર્યો છે.

કેમ થઇ આ ગડબડ?

વાસ્તવમાં આ સમગ્ર ગડબડ Gmailનું એક ફીચર બંધ થવાને કારણે શરૂ થઈ હતી. ગૂગલ Gmailના મૂળભૂત HTML સંસ્કરણને બંધ કરવા જઈ રહ્યું છે જેનો કોઈ ઉપયોગ કરતું નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ આની જાહેરાત કરવામાં આવી હતી.

Gmail ઓગસ્ટમાં બંધ થઈ રહ્યું છે? ગૂગલએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કર્યો ખુલાસો 2 - image


Google NewsGoogle News