Gmail ફૂલ ગયું છે ? કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના મળશે મફત સ્ટોરેજ, જાણી લો ખાસ ટિપ્સ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
Gmail ફૂલ ગયું છે ? કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના મળશે મફત સ્ટોરેજ, જાણી લો ખાસ ટિપ્સ 1 - image


Image:FreePik 

નવી દિલ્હી,તા. 7 ડિસેમ્બર 2023, ગુરુવાર  

આપણા ફોન  128 GBના હોઈ કે 256 GBના પરંતુ ફોટો-વીડિયોનો આજકાલનો આપણો ક્રેઝ ક્યારેકને ક્યારેક ફોન સ્ટોરેજ ફૂલમાં પરિણમે જ છે. અમુક લોકો ડેટા ગમે ત્યાંથી એક્સેસ કરી શકવા માટે અને લાઈફટાઈમ સચવાઈ રહે તે માટે ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરીને નિરાંતે બેસી જાય છે પરંતુ અમુક લિમિટ બાદ આ જીમેઈલ યુઝર્સોને પણ સ્ટોરેજ ફૂલના મેસેજો શરૂ થઈ જાય છે. Gmail જો ભરાઈ ગયું હોય તો તમને નવા મેઈલ પણ પ્રાપ્ત થશે નહીં, ના ડેટા ડ્રાઈવ ઉપર અપલોડ થશે. જો તમે Gmail User છો અને તમે પણ આઉટ ઓફ જીમેલ સ્ટોરેજની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો.

Gmail સબ્સ્ક્રિપ્શન ચાર્જ :

આ સમસ્યાથી બચવા માટે જીમેલ યુઝર્સ સામાન્ય રીતે સબસ્ક્રિપ્શન પ્લાન ખરીદતા હોય છે. આ પ્લાનના માસિક સબસ્ક્રિપ્શનમાં 130 રૂપિયામાં ત્રણ મહિના માટે 100GB સ્ટોરેજ આપવામાં આવે છે. તમે દર મહિને 210 રૂપિયામાં 200 જીબી સ્ટોરેજ અને 650 રૂપિયા પ્રતિ માસમાં 2TB સ્ટોરેજ મેળવી શકો છો.

આ બે રીતે વધારો સ્ટોરેજ :

જોકે આજના આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે મફતમાં Gmail સ્ટોરેજ વધારવું. આ ફ્રી સ્ટોરેજ માટે મુખ્યત્વે બે પદ્ધતિઓ છે, જેની મદદથી તમે માત્ર 30 સેકન્ડમાં 10 MB ફાઇલ પસંદ કરીને સ્ટોરેજ વધારી શકો છો.

આ ટિપ્સ અનુસરો :

સૌથી પહેલા તમારું Gmail એકાઉન્ટ ખોલો.

આ પછી સૌથી ઉપરના સર્ચ ઓપ્શન પર જાઓ.

આ પછી, has:attachment larger:10MB લખીને સર્ચ કરો.

આ પછી તમને 10 MB થી વધુ સાઈઝના મેઈલ જોવા મળશે.

ત્યાર પછી તમે બિનજરૂરી મેઈલ ડિલીટ કરી શકશો જેની સાઈઝ 10MB થી વધુ છે.

આ પછી તમારું Gmail સ્ટોરેજ ફ્રી થઈ જશે.

બીજી રીત :

સૌથી પહેલા ગૂગલ સર્ચ બાર પર જાઓ.

આ પછી drive.google.com/#quota ટાઈપ કરો.

પછી તમે મોટી સાઈઝના મેઈલ જોઈ શકશો.

આ પછી તમે બિનજરૂરી ફાઇલને ડિલીટ કરી શકશો.

આમ તમારું Gmail એકાઉન્ટ ખાલી થઈ જશે અને તમે સ્ટોરેજનો અન્ય ઉપયોગ કરી શકશો.


Google NewsGoogle News