1 ડિસેમ્બરથી બંધ કરાશે Gmail એકાઉન્ટ, તમારું ખાતુ બચાવવું હોય તો અત્યારે જ જાણી લો આ પ્રોસેસ
Image Source: Freepik
અમદાવાદ, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર
ગૂગલ પર ઈનએક્ટિવ પડેલા એકાઉન્ટ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. 1 ડિસેમ્બરથી એવા જીમેલ એકાઉન્ટને ડિલીટ કરી દેવામાં આવશે જે બે વર્ષથી ઈનએક્ટિવ છે.
કંપનીએ કરી લીધી મોટી તૈયારી
કંપનીએ મે મહિનામાં જીમેલ ખાતાની સામગ્રીને પૂરી રીતે ખતમ કરવાને લઈને હવે ખાતાને હટાવવા સુધીની નીતિમાં પરિવર્તનનો ખુલાસો કર્યો હતો. આ પરિવર્તન લાખો નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટને જોખમમાં મૂકે છે.
ગૂગલની અપડેટેડ ઈનએક્વિટ એકાઉન્ટ પોલિસી જીમેલ એકાઉન્ટ્સને બે બાદ હટાવવાની પરવાનગી આપે છે. જેમાં ડ્રાઈવ, મીટ, ડોક્સ સાથે-સાથે યુટ્યૂબ અને તસવીરો પણ સામેલ છે. આ ધ્યાન રાખવુ જરૂરી છે કે આ નીતિ માત્ર વ્યક્તિગત ખાતા પર લાગુ થાય છે અને સંગઠનો સાથે જોડાયેલા ખાતા પર લાગુ થતી નથી.
આ અપડેટની જાહેરાતમાં ગૂગલે આ વાત પર જોર આપ્યુ કે તેમનું આંતરિક વિશ્લેષણ દર્શાવે છે કે નિષ્ક્રિય ખાતામાં 2FA કોન્ફિગર હોવાથી સંભાવના 10 ગણી ઓછી છે, આ એવા ખાતાને સંભવિત સુરક્ષા ઉલ્લંઘનો અને લીક પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. પરિણામે, નિષ્ક્રિય અથવા બિનઉપયોગી એકાઉન્ટ્સને જોખમી ફ્રોડર્સ દ્વારા લક્ષ્ય બનાવી શકાય છે, જે અનધિકૃત ઍક્સેસ અને દૂષિત પ્રવૃત્તિઓ માટે સંભવિત દુરુપયોગ તરફ દોરી જાય છે.
તમારા જીમેલ ખાતાને નિષ્ક્રિય થવાથી બચાવવા માટે ગૂગલ દર બે વર્ષમાં એક વખત લોગ ઈન કરવાની સલાહ આપે છે. જીમેલમાં ખાસ કરીને વિશેષરૂપે સાઈન ઈન કરવુ જરૂરી નથી. ગૂગલ સંબંધિત સેવા પર કોઈ પણ ગતિવિધિ તમારા ખાતાની સ્થિતિને સક્રિય રાખવા માટે પૂરતી હોય છે.
એકાઉન્ટ ડિલીટ થવાથી આ રીતે બચો
જો તમે પોતાના જીમેલ એકાઉન્ટને ડિલીટ થવાથી બચાવવા ઈચ્છો છો અને તેનું કન્ટેન્ટ સુરક્ષિત રાખવા ઈચ્છો છો તો તમારે બસ તેને એક્ટિવેટ કરી લેવાનુ છે કેમ કે જો તમે આવુ નહીં કરો તો 1 ડિસેમ્બર બાદ તમે આ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો નહીં.