Get The App

કદાવર રોકેટ GSLVએ ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ 'જીસેટ-29' લૉન્ચ કર્યો

- GSLV Mk-III- D2ઘ૨ ભારતનું અત્યાર સુધીનું સૌથી કદાવર રોકેટ છે

- સાંજે ૫ઃ08 કલાકે રોકેટ લિફ્ટ થયા પછી 17મી મિનિટે ભારતના 33મા કમ્યુનિકેશન ઉપગ્રહ જીસેટ-૨૯ને સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં મુક્યો

Updated: Nov 15th, 2018


Google News
Google News
કદાવર રોકેટ GSLVએ ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ 'જીસેટ-29' લૉન્ચ કર્યો 1 - image

શ્રીહરિકોટા, તા,14 નવેમ્બર 2018, બુધવાર

ઈસરોએ આજે કદાવર રોકેટ 'જીેસએલવી-એમકે-૩-૨ડી'ની મદદથી દેશનો ૩૩મો સંદેશાવ્યવહાર ઉપગ્રહ 'જીસેટ-૨૯' સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો.

૩૪૨૩ કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ ભારતે અત્યાર સુધીમાં લૉન્ચ કરેલો સૌથી ભારે ઉપગ્રહ છે. જીેસએલવી-એમકે-૩-૨ડીએ જીએસએલવી સિરિઝનું સૌથી કદાવર અને આધુનિક રોકેટ છે.

આજે તેણે બીજી વખત ઉડાન ભરી હતી. ભવિષ્યમાં આ રોકેટનો ઉપયોગ સમાનવ અવકાશયાત્રા માટે કરવાનું ભારતનું આયોજન છે. સાંજે ૫ઃ૦૮ કલાકે શ્રીહરિકોટા મથકેથી લૉન્ચ થયા પછી ૧૭મી મિનિટે ઉપગ્રહને જીઓસિન્ક્રોનસ (ભૂ-સ્થિર) કક્ષામાં મુકી દેવામાં આવ્યો હતો.

ઉપગ્રહ યોગ્ય કક્ષામાં ગોઠવાઈ જશે પછી ઈસરોનું હાસન સ્થિત કન્ટ્રોલ મથક તેની નિયમિત દેખરેખ રાખશે. જેના દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો એ રોકેટ જીએસએલવી ૩ તબક્કાનું છે અને તેનું વજન ૬૪૧ ટન છે. ભારત ૨ હજાર કિલોગ્રામ કરતા વધારે મોટા ઉપગ્રહો લૉન્ચ કરી શકે એટલા માટે જ આ રોકેટ વિકસાવાયું છે. આ પ્રકારનું રોકેટ વિકસાવવું ઈસરો માટે મોટી ચેલેન્જ હતી. આખરે એ ચેલેન્જ ઈસરોના વિજ્ઞાાનીઓએ પાર પાડી દેખાડી છે.

જીસેટ-૨૯ કમ્યુનિકેશ ઉપગ્રહ હોવાથી તેનો મુખ્ય ઉપયોગ કાશ્મીર અને નોર્થ ઈસ્ટના અંતરિળાય વિસ્તારોમાં ઈન્ટરનેટ સર્વિસ પૂરી પાડવા માટે કરવામાં આવશે. આ ઉપગ્રહને જાણકારો 'જીઓ-આઈ' તરીકે ઓળખાવે છે, કેમ કે કમ્યુનિકેશ સાથે એ દુશ્મન જહાજો પર પણ નજર રાખશે. જીઓ-આઈ એ હકીકતે અમેરિકન સેટેલાઈટ સિસ્ટમનું નામ છે. 

સફળતાપૂર્વક લૉન્ચિંગ પછી ઈસરોના ચેરમેન કે.સિવાને કહ્યું હતુ કે આ ભારેખમ રોકેટને સફળતાપૂર્વક ઊંચે ચડાવીને ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વજનદાર રોકેટ લોન્ચ કરવું એ પણ એક મોટો પડકાર છે અને દુનિયાના બહુ ઓછા દેશો પાસે એવી સિદ્ધી છે. ૧૩ માળ ઊંચુ આ રોકેટ આગામી ૧૫ વર્ષ સુધી ભારતના અનેક મહત્ત્વપૂર્ણ મિશન લોન્ચ કરશે. નજીકના ભવિષ્યમાં જ ચંદ્રયાન-૨ના લૉન્ચિંગની જવાબદારી જીએસએલવી રોકેટના શીરે આવવાની છે.

આજે થયેલું લૉન્ચિંગ હરિકોટા મથકેથી થયેલું ૬૭મું લૉન્ચિંગ હતુ. આ સફળતા માટે વડા પ્રધાન સહિતના મહાનુભાવોએ ઈસરોને અભિનંદન આપ્યા હતા. ૨૦૨૨માં ભારત સમાનવ અવકાશ મિશન યોેેજે એવી સરકારે જાહેરાત કરી દીધી છે. એ માટે પણ આ રોકેટ જ વપરાશે.

Tags :