Ghibliની ઘેલછામાં ફોટો અપલોડ કરતાં પહેલા ચેતજો! દુરુપયોગ થવાની નિષ્ણાતોની ચેતવણી
Ghibli Style AI Image: વર્તમાન સમયમાં AIની મદદથી તમારા ફોટાને વિવિધ આર્ટ સ્ટાઇલમાં કન્વર્ટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ લોકપ્રિય સ્ટાઈલમાંની એક Studio Ghibliની એનિમેશન થીમ છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે AI ટૂલ પર તમારા ફોટો અપલોડ અપલોડ કરીને એનિમેટેડ ઈમેજ બનાવો છો તો તેનું શું પરિણામ આવી શકે છે?
AI ફોટો ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કામ કરે છે?
AI ઇમેજ જનરેશન અને ફિલ્ટરિંગ ટૂલ્સ મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આ ટૂલ્સ તમારા ફોટો પર પ્રોસેસ કરીને આર્ટ સ્ટાઈલ મુજબ ફેરફાર કરી આપે છે.
AI ટ્રેનિંગ માટે ઉપયોગ કરી શકે છે કલેક્ટ કરેલા ફોટો
ChatGPT જોયા પછી, ઈલોન મસ્કે AI ચેટબોટ Grok 3 માં Ghibli સ્ટાઈલ ઈમેજ બનાવવાનું ફીચર સામેલ કરી દીધું છે. હવે આ ટ્રેન્ડના કારણે ડિજિટલ પ્રાઈવસીને લઈને ચિંતા વધવા લાગી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયબર એક્સપર્ટ્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ નવા ટ્રેન્ડની આડમાં OpenAI હજારો પર્સનલ ફોટો કલેક્ટ કરી શકે છે અને તેનો AI ટ્રેનિંગ માટે ઉપયોગ કરી શકે છે.
ડિજિટલ પ્રાઈવસી ચિંતાનો વિષય
જ્યાં એક તરફ લોકો આ નવા ટ્રેન્ડનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ એક્સપર્ટ્સએ ચેતવણી આપી છે કે લોકો અજાણતામાં તેમનો ફેશિયલ ડેટા OpenAIને આપી રહ્યા છે, જે ગંભીર પ્રાઈવસીની ચિંતાઓ ઊભી કરી શકે છે. એકંદરે, તમારા અંગત ફોટોની સુરક્ષા પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
ડેટા સ્ટોરેજ અને યુસેજ
કેટલાક AI ટૂલ્સ તમારી અપલોડ કરેલી તસ્વીરોને તેમના સર્વર પર સ્ટોર કરી રાખે છે. ઘણી વખત, આ ફોટોનો ઉપયોગ AIને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવે છે, પરંતુ જો પ્લેટફોર્મની સુરક્ષા મજબૂત ન હોય, તો તમારા ફોટા પણ લીક થઈ શકે છે.
ફેસ રિકગ્નીશન અને બાયોમેટ્રિક્સ ડેટાની ચોરીનું જોખમ
AI ટૂલ્સ તમારા ફોટોમાંથી ફેસનો ડેટા એકત્રિત કરી શકે છે, જે બાયોમેટ્રિક ઓળખનો ભાગ બની શકે છે. આ ડેટાનો ઉપયોગ અન્ય કોઈપણ હેતુ માટે થઈ શકે છે, જેમ કે જાહેરાત, સર્વેલન્સ અથવા તો ઓળખની ચોરી.
આ પણ વાંચો: ચેટજીપીટી બાદ ગ્રોકનું કામ વધ્યું: મસ્કે કહ્યું, ‘સર્વર ખૂબ જ ગરમ થઈ ગયા છે’
થર્ડ પાર્ટી ડેટા શેરિંગ
ઘણા મફત AI ટૂલ્સ તેમના નિયમો અને શરતોમાં લખે છે કે તેઓ થર્ડ પાર્ટી કંપનીઓ સાથે યુઝર ડેટા શેર કરી શકે છે. આનો અર્થ એ છે કે તમારા ફોટોનો ઉપયોગ માર્કેટિંગ અને AI ટ્રેનિંગ સહિત અન્ય હેતુઓ માટે પણ થઈ શકે છે. ઘણી વખત, લોકો નવી AI સાઇટ અથવા એપ્લિકેશન પર પોતાના ફોટો અપલોડ કરે છે. જો તે પ્લેટફોર્મ ભરોસાપાત્ર નથી, તો તમારા ફોટોનો દુરુપયોગ પણ થઈ શકે છે.
OpenAI એ હજુ સુધી Ghibli-style AI ઇમેજ આર્ટ વર્ઝનનો ઉપયોગ કરતા યુઝરના પર્સનલ ડેટાની સુરક્ષા પર કંપની દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આથી પ્રાઈવસીને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, હવે એ તમારો નિર્ણય છે કે તમે તમારા અંગત ફોટો Ghibli પર શેર કરો છો કે નહીં.
🚨 Most people haven't realized that the Ghibli Effect is not only an AI copyright controversy but also OpenAI's PR trick to get access to thousands of new personal images; here's how:
— Luiza Jarovsky (@LuizaJarovsky) March 29, 2025
To get their own Ghibli (or Sesame Street) version, thousands of people are now voluntarily… pic.twitter.com/zBktscNOSh
⚠️ Think before you #Ghibli ⚠️
— Himachal Cyber Warriors (@hpcyberwarriors) March 29, 2025
That cute “Ghibli-style” selfie? It might cost more than you think.
🔎 Your photo could be misused or manipulated.
🧑💻 AI may train on it without your consent.
💰 Data brokers might sell it for targeted ads.
Stay cyber smart. Your privacy matters.… pic.twitter.com/aEjT3sHtTN