Get The App

ગિબલી, ઘિબલી કે જિબલી? જાણો વાઈરલ ટ્રેન્ડ Ghibli નો સાચો ઉચ્ચાર ખરેખર છે શું

Updated: Apr 2nd, 2025


Google News
Google News
ગિબલી, ઘિબલી કે જિબલી? જાણો વાઈરલ ટ્રેન્ડ Ghibli નો સાચો ઉચ્ચાર ખરેખર છે શું 1 - image


Ghibli Pronunciation: OpenAI નું Ghibli આર્ટ ફોર્મ હાલના દિવસોમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. ઘણાં યૂઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની Ghibli તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. સેલિબ્રિટીથી લઈને સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સર્સ સુધી દરેક વ્યક્તિ Ghibliની તસવીરો બનાવી શેર કરી રહ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે આ વાઇરલ ટ્રેન્ડનો સાચો ઉચ્ચાર શું છે.

વાસ્તવમાં સ્ટુડિયો Ghibli એ જાપાની શબ્દ છે અને ત્યાં તેનો ઉચ્ચાર જિબલી થાય છે. જાપાનીઝમાં G શબ્દનો ઉચ્ચાર  J જેવો લાગે છે. જેથી આ Ghibli એ વાસ્તવમાં ઘિબલી નહીં પણ જિબલી બોલાય છે. અંગ્રેજી બોલતા દેશો અને પશ્ચિમી દેશોમાં, Ghibliને સામાન્ય રીતે ઘિબલી અથવા ગિબલી કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણાં લોકો મૂંઝવણમાં મુકાયા છે. પરંતુ તેનો વાસ્તવમાં ઉચ્ચાર જિબલી છે.  જો તમે મૂળ નામને અપનાવવા માગતા હોવ તો તમે તેને જિબલી બોલી શકો છો. જો કે, પશ્ચિમ દેશોમાં તેને ઘિબલી જ કહે છે.

આ પણ વાંચોઃ Ghibliની ઘેલછામાં ફોટો અપલોડ કરતાં પહેલા ચેતજો! દુરુપયોગ થવાની નિષ્ણાતોની ચેતવણી

ChatGPT મેકર OpenAI એ ગયા અઠવાડિયે GPT 4o ઇમેજ મેકર ટૂલ રજૂ કર્યું હતું, જેમાં Ghibli Art ફીચર અત્યંત લોકપ્રિય બન્યું છે.  Ghibli શૈલીના ફોટોમાં સોફ્ટ કલર ટોન, ડિટેલિંગ અને પેઇન્ટિંગ જેવી જાદુઈ થીમનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ જ સુંદર લાગે છે. જે કાર્ટુન સ્કેચ તૈયાર કરે છે. જિબલી સ્ટાઈલનો ફોટો વાસ્તવમાં એક પ્રખ્યાત જાપાનીઝ એનિમેશન કંપનીમાંથી આવ્યો છે. આ કંપની Hayao Miyazaki દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. તે વર્ષો જૂનો આર્ટ છે.

ગિબલી, ઘિબલી કે જિબલી? જાણો વાઈરલ ટ્રેન્ડ Ghibli નો સાચો ઉચ્ચાર ખરેખર છે શું 2 - image

Tags :