Ghibli આર્ટ: મિયાજાકીએ 40 વર્ષ પહેલા કરી હતી શોધ, ટીવી શૉએ કરી હતી 2300 કરોડની કમાણી
Image: Facebook
Ghibli Art: ઈન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક કે પછી ટ્વિટર જ્યાં જુઓ ત્યાં ઘિબલી ઈમેજનું પૂર આવી ગયું છે. દરેક પોતાનું Ghibli Art બનાવીને અપલોડ કરી રહ્યાં છે. OpenAI ના ChatGPT એ નવું ટૂલ લોન્ચ કર્યું છે. સ્થિતિ તો એ છે કે પોતે કંપનીએ લોકોને વિનંતી કરવી પડી રહી છે કે થોડો સંયમ રાખો કેમ કે લોકોની ડિમાન્ડના કારણે તેઓ સૂઈ પણ શકતાં નથી. ઓપન એઆઈનું સર્વર ક્રેશ થઈ ગયું પરંતુ શું તમે જાણો છો કે આ ઘિબલી ઈમેજની પાછળ કોનું મગજ છે? ક્યારે આની શરૂઆત થઈ હતી, કોણે આને જન્મ આપ્યો અને કોણ આના અસલી માલિક છે?
ઘિબલી સ્ટુડિયો શું છે?
સોશિયલ મીડિયા પર અત્યારે ઘિબલી આર્ટ એનિમેશન છવાયેલું છે. લોકો પોતાની ફોટોથી તેનું એનિમેશન બનાવી રહ્યાં છે. પહેલા જાણો કે આ Ghibli છે શું? ઘિબલી ભલે તમારા માટે નવું હોય પરંતુ તેની શરૂઆત વર્ષ 1985માં થઈ હતી. પોતાના હેન્ડ-ડ્રોન એનિમેશન દ્વારા કિસ્સા-કહાનીઓ કહેનાર આ આર્ટ સ્ટુડિયોએ લાખો દિલ જીત્યા છે.
ઘિબલીની શરૂઆત કોણે કરી?
ઘિબલીના મૂળ જાપાન સાથે જોડાયેલા છે. હયાઓ મિયાજાકી છે. મિયાજાકી નામના એનિમેટરે તેની શરૂઆત કરી. જે આર્ટને મિયાજાકીએ 40 વર્ષ પહેલા બનાવ્યું આજે તેમની સમગ્ર દુનિયા દિવાની છે. હાયાઓ મિયાજાકી ઘિબલી સ્ટુડિયોના ફાઉન્ડર છે. તેમણે આ એનિમેટેડ આર્ટનો ઉપયોગ કરીને 25થી વધુ એનિમેટેડ ફિલ્મો અને ટીવી સીરિઝ બનાવી છે. આ આર્ટથી બનેલી સ્પિરિટેડ અવેથી 2300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી.
કેટલી છે સંપત્તિ
એનિમેશન ફિલ્મો, તેનાથી જોડાયેલા પ્રોડક્ટ્સ, ફિલ્મોની ઓનલાઈન સ્ટ્રીમિંગ રાઈટ્સથી મિયાજાકીની ખૂબ કમાણી થાય છે. રિપોર્ટ અનુસાર 2025 સુધી મિયાજાકીની અંદાજિત કુલ સંપત્તિ $50 મિલિયન એટલે કે લગભગ 427 કરોડ રૂપિયાની નજીક છે. તેમની ગણતરી વિશ્વના સૌથી અમીર એનિમેટર ડાયરેક્ટરમાં થાય છે. આજે ચેટજીપીટી એઆઈની મદદથી તેમનું ઘિબલી આર્ટ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી ગયું છે.