YouTube પ્રીમિયમ છે અને તેમ છતાં એડ્સ આવે છે? આ રીતે સોલ્વ કરો પ્રોબ્લેમ...
YouTube Premium: ઘણાં YouTube યુઝર્સની ફરિયાદ છે કે પ્રીમિયમ એકાઉન્ટ હોવા છતાં તેમના પર એડ્સ આવે છે. YouTube પર મ્યુઝિક માટે અલગ અને મ્યુઝિક તેમજ વીડિયો બન્ને માટે અલગ પ્રીમિયમ સર્વિસ છે. આ બન્ને સર્વિસ માટે પૈસા ચાર્જ કરવામાં આવે છે અને એમાં એડ્સ જોવા નથી મળતા. જો કે, એવું થઈ શકે છે કે ભૂલથી થર્ડ-પાર્ટી એપ્સથી વીડિયો જોવાનું શરૂ કર્યું હોય અથવા તો ઇન્કૉગ્નિટો મોડમાં હોય ત્યારે એડ્સ આવી શકે. આ ઇશ્યૂને સોલ્વ કરવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.
મેમ્બરશિપ ચેક કરવી
યુઝર દ્વારા સૌથી પહેલા મેમ્બરશિપ ચેક કરવી. પેમેન્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો પણ એ રીન્યુ ન થઈ હોય એવું બની શકે છે. આ સાથે જ, યુઝર જે લોકેશન પર છે ત્યાં YouTube પ્રીમિયમ સર્વિસ ચાલે છે કે નહીં તે પણ ચેક કરવું. આ માટે સૌથી પહેલા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી સેટિંગ્સમાં જઈને પરચેઝ અને મેમ્બરશિપમાં જઈને ચેક કરી શકાય છે. ફક્ત મ્યુઝિક પ્રીમિયમ હશે તો પણ વીડિયોમાં એડ્સ આવશે, આથી કયુ સબ્સ્ક્રિપ્શન છે તે ચેક કરવું.
મેમ્બરશિપની એક્સપાયરી
YouTubeની મેમ્બરશિપ એક્સપાયર થઈ ગયા બાદ યુઝર દ્વારા જેટલા પણ વીડિયો ડાઉનલોડ કરવામાં આવ્યા હશે તે એક્સપાયર થઈ જશે. એટલે કે, તેમાં એડ્સ આવવાની શરૂ થઈ જશે. આથી, યુઝર દ્વારા ફરી મેમ્બરશિપ રીન્યુ કરાવી પડી શકે છે. આ સાથે જ, રીન્યુ કરાવી હોય તો પણ એડ્સ બંધ થવામાં થોડા કલાકનો સમય લાગે છે. એ તરત જ બંધ નથી થઈ જતી.
ફરી સાઇન-ઇન કરવું
મેમ્બરશિપ બરાબર હોય અને તે એક્સપાયર ન થઈ હોવા છતાં પણ જો આ પ્રોબ્લેમ આવી રહ્યો હોય તો યુઝર દ્વારા એકાઉન્ટ લોગઆઉટ કરીને ફરી સાઇન-ઇન કરવું જોઈએ. જો YouTubeનો રેગ્યુલર લોગો હોય તો સમજવું કે પ્રીમિયમ સર્વિસ નથી ચાલી રહી કારણ કે પ્રીમિયમ સર્વિસમાં લોગો પર એ લખેલું હોય છે. ઇન્સ્ટાગ્રામ પરથી કોઈ લિંક પર જઈને વીડિયો જોતા હોઉં ત્યારે પણ એડ્સ જોવા મળી શકે છે. આથી, યુઝરે ફક્ત YouTube એપનો જ ઉપયોગ કરવો.
સપોર્ટ સિસ્ટમ
દરેક વસ્તુ બરાબર હોય ત્યારે આ માટે યુઝર દ્વારા YouTube સપોર્ટ સિસ્ટમનો સંપર્ક કરવો જરૂરી બને છે. દરેક વસ્તુ ચેક કર્યા બાદ, છેલ્લે YouTubeની સપોર્ટ સિસ્ટમ જ મદદ કરી શકશે.