શું તમે WhatsApp સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો જાણો તેનાથી બચવાના ઉપાય

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
શું તમે WhatsApp સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો જાણો તેનાથી બચવાના ઉપાય 1 - image


How to get rid from WhatsApp samp calls: જો તમને પણ વ્હોટ્સએપ પર સ્પામ કૉલ્સ કે રોબોટિક સ્કેમર્સ કૉલ્સ આવી રહ્યા છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે તમારી જાતે જ આવા સ્પામ કૉલ્સથી બચી શકો છો. 

વ્હોટ્સએપ પર ફેક અને સ્પામ કોલથી બચવા કરો આ ઉપાય

- સેટિંગ્સમાં પ્રોફાઇલ ફોટો સેટિંગ પર જાઓ અને તેમાં માય કોન્ટેક્ટ ઓન્લી વિકલ્પને પસંદ કરો

- તેમજ લાસ્ટ સીન અને ઓનલાઈન શો ઓપ્શન પણ કંટ્રોલ કરવો. તે પણ બધા સાથે શેર કરવા કરતા માય કોન્ટેક્ટ ઓન્લી વિકલ્પ પસંદ કરવો

- આ સાથે જ કોઈપણ  વ્હોટ્સએપ ગ્રુપમાં જોડતા પહેલા એ ખાતરી કરવી કે ગ્રુપ વિશ્વાસપાત્ર હોય

- તમારો ફોન નંબર ઓનલાઈન અથવા પબ્લિક પ્લેટફોર્મ પર શેર કરતી વખતે સાવચેત રહો

- અજાણ્યા નંબરોથી આવતા મેસેજનો જવાબ આપશો નહીં, ખાસ કરીને જો તેઓ વ્યક્તિગત માહિતી અથવા પૈસા માટે પૂછે છે

- શંકાસ્પદ નંબરોની જાણ કરો અને તેમને તરત જ બ્લોક કરો

સ્પામ કૉલ્સ કઈ રીતે ઓળખવા?

સ્કેમર્સ વારંવાર તમારા પર  તાત્કાલિક પગલાં લેવા માટે દબાણની લાગણી પેદા કરે છે, આથી 'હાય' અથવા 'હેલો' જેવા મેસેજનો જવાબ આપવાનું ટાળો. જો તમને પૈસા, ગિફ્ટ કે લોટરી સંબંધિત કોઈ કોલ અથવા મેસેજ આવે તો તેના પર વિશ્વાસ ન કરો. આ સાથે, મેસેજમાં મોકલેલ કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.

વ્હોટ્સએપ પર છેતરપિંડીથી બચવા માટે આ બાબતો રાખો યાદ 

- વ્હોટ્સએપ પર સ્પામ કૉલને ફિલ્ટર કરતી કૉલ ફિલ્ટર ઍપનો ઉપયોગ કરો

- સુરક્ષા સુવિધાઓ અને બગ ફિક્સેસનો લાભ લેવા માટે વ્હોટ્સએપ અપડેટ રાખો

- તમારા મિત્રો અને કુટુંબીજનોને પણ સુરક્ષિત રહેવામાં મદદ કરવા માટે સ્કેમ વિશેની માહિતી શેર કરો.

શું તમે WhatsApp સ્પામ કૉલ્સથી પરેશાન છો? તો જાણો તેનાથી બચવાના ઉપાય 2 - image


Google NewsGoogle News