Get The App

મેળવો સ્માર્ટફોનથી 'આઝાદી' !

Updated: Aug 14th, 2021


Google NewsGoogle News
મેળવો સ્માર્ટફોનથી 'આઝાદી' ! 1 - image


- M{kxoVkuLkLku nkÚk{kt ÷eÄk rðLkk Ãký ykÃkýu íkuLke ÃkkMkuÚke ½ýkt fk{ ÷E þfeyu Aeyu, çkMk Úkkuze «uÂõxMk fhðe Ãkzþu

ના આ વાત સ્માર્ટફોનથી સાવ છૂટકારો મેળવવાની નથી! હાલના સમયમાં એ લક્ષ્ય ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ જેટલું જ મુશ્કેલ છે, આપણે તો વિવિધ કામ કરવા માટે સ્માર્ટફોન હાથમાં લેવાની ઝંઝટમાંથી આઝાદી મેળવવાની વાત કરવી છે.

પહેલાં ઇન્ટરનેટના ઉપયોગ માટે આપણે પીસી કે લેપટોપ સામે બેસવું પડતું હતું, સ્માર્ટફોનને કારણે ગમે ત્યારે, ગમે ત્યાંથી તેનો ઉપયોગ કરવાની આઝાદી મળી. હવે વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ્સને કારણે ધીમે ધીમે આપણે સ્માર્ટફોનથી દૂર રહીને પણ તેની પાસેથી વિવિધ કામ કરાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. કારમાંની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમમાં એન્ડ્રોઇડ ઓટો કે એપલ કારપ્લે જેવી સગવડ હોય તો કાર ડ્રાઇવ કરતાં કરતાં, સ્માર્ટફોનમાં ઘણાં કામ વોઇસ કમાન્ડ્સથી કરી શકાય છે. ડ્રાઇવિંગ વખતે સ્માર્ટફોન હાથમાં ન લઈએ એ સલામતી માટે સારું છે અને અન્ય સંજોગોમાં પણ એવી રીતે ફોનમાં કામ કરવું ઘણું સગવડભર્યું બની શકે છે. બસ, ફોન અને આપણને એકમેક સાથે એ રીતે કામ કરવાની ફાવટ આવવી જોઈએ! વોઇસ કમાન્ડ્સને કારણે ટાઇપિંગની ઝંઝટ સદંતર દૂર થાય એ દિવસો હવે બહુ દૂર નથી ત્યારે તમારા સ્માર્ટફોનને વોઇસ કમાન્ડ્સ માટે કેવી રીતે તૈયાર કરવો એની વાત કરીએ .

M{kxoVkuLkLku ík{khk ðkuRMk f{kLzTMk {kxu xÙuRLk fhku, yk heíku...

લેપટોપ પર તમે સ્કૂલ-કોલેજનો અભ્યાસ કરી રહ્યા હો કે કોઈ બિઝનેસ પ્રોજેક્ટ પર કામ કરતા હો ત્યારે વારંવાર સ્માર્ટફોન હાથમાં લઈને તેના પર બીજું કંઈ પણ કામ કરવું અગવડભર્યું લાગે છે? અથવા તમે રસોડામાં કામ કરી રહ્યાં હો ત્યારે કોઈ ફ્રેન્ડને સ્માર્ટફોનમાંથી ઇન્સ્ટા કે એફબી કે વોટ્સએપ પર મેસેજ મોકલવો હોય કે યુટ્યૂબ પર કોઈ ચોક્કસ રેસિપી જોવી હોય, પણ હાથ મસાલાવાળા હોય તો? અથવા, ઉંમરને કારણે તમારા હાથ થોડા ધ્રૂજતા હોય અને સ્માર્ટફોન પર બધું કામ ટાઈપ કરીને કરવું કંટાળાજનક લાગે છે?

કારણો ઘણાં હોઈ શકે છે, પણ ઉપાય એક જ છે - તમારા પોતાના ફોનને તમારો પડ્યો બોલ ઝીલવા માટે તૈયાર કરી લો.

ઘણા ખરા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ એપ પ્રીઇન્સ્ટોલ્ડ હોય છે, ન હોય તો તમે એપ સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી શકો છો. એપલમાં પણ તેને ઉમેરી શકાય છે અથવા આઇફોનમાં સિરી (કે વિન્ડોઝ લેપટોપમાં કોર્ટના)થી આગળ જણાવ્યા મુજબનાં અને બીજાં ઘણાં બધાં કામ વોઇસ કમાન્ડથી કરી શકાય છે.

વર્ચ્ચુઅલ આસિસ્ટન્સ બહુ બહોળો વિષય છે અને સ્માર્ટફોનથી આગળ તે લેપટોપ, સ્માર્ટ હોમ ડિવાઇસીઝ, સ્માર્ટ વોચ, કાર વગેરે ઘણી બાબતો સુધી વિસ્તર્યો છે. આ બધી બાબતો સાથે આપણે ફક્ત વોઇસથી ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ અને જોઈતાં કામ ફટાફટ કરી શકીએ છીએ.

અહીં પહેલાં, ફક્ત એક ઉદાહરણ તરીકે, ગૂગલ આસિસ્ટન્ટને આપણો અવાજ ઓળખતાં કઈ રીતે શીખવવું તે સ્ટેપ-બાય-સ્ટેપ જાણી લઈએ. લગભગ આ જ રીતે આપણે આઇફોનમાં સિરી, વિન્ડોઝ લેપટોપમાં કોર્ટના, એલેક્ઝા જેવા હોમ આસિસ્ટન્ટને વોઇસ ટ્રેનિંગ આપી શકીએ છીએ. વોઇસ આસિસ્ટન્ટનો કારમાં એન્ડ્રોઇડ ઓટો કે એપલ ઓટો સર્વિસમાં પણ લાભ લઈ શકાય છે.

આટલું કર્યા પછી, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટમાં વોઇસ કમાન્ડના ઉપયોગનાં કેટલાંક ઉદાહરણ પણ નીચે આપ્યાં છે.

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં હોમસ્ક્રીન પર મોટા ભાગે ગૂગલ એપ હશે. તેમાં ગૂગલ આઇકન પર ક્લિક કરો. હવે ગૂગલ સર્ચ એપ ઓપન થશે. તેમાં નીચેની તરફ ‘મોર પર ક્લિક કરો અને તેમાં ‘સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘વોઇસ પસંદ કરો. હવે જે પેજ ખૂલે તેમાં ‘વોઇસ મેચ પસંદ કરો.

મૂળ તો આપણે ગૂગલ આસિસ્ટન્ટ એપને આપણો ‘વોઇસ મેચ કરતાં  શીખવવાનું છે. એટલે આપણે તેનું સેટિંગ ધરાવતા પેજ સુધી પહોંચવાનું છે.

ઉપર જણાવેલો રસ્તો લાંબો લાગે તો ફોનના સેટિંગ્સમાં જાઓ અને તેમાં ‘Voice Search ’ સર્ચ કરો. આથી, ગૂગલ આસિસ્ટન્ટના વોઇસ મેચ પેજ સુધી પહોંચી શકાશે.

આગળ જણાવેલા લાંબા કે ટૂંકા રસ્તે, છેવટે તમે ગૂગલ આસિસ્ટન્ટ એપ ના સેટિંગ્સમાં ‘વોઇસ મેચ’ પેજ સુધી પહોંચશો. લાંબો રસ્તો લેવાનો ફાયદો એ છે કે દરેક સ્ટેપ પર, જેમ જેમ સેટિંગ્સનાં નવાં નવાં પેજ ખૂલશે તેમ તેમ આપણે જુદી જુદી ઘણી નવી બાબતો જાણી શકીશું.

અત્યારે આપણે ‘વોઇસ મેચ’ની વાત કરીએ.

આ પેજ પર પહોંચ્યા પછી, ‘હેઇ ગૂગલ માટેના ટોગલ બટનને ઓન કરો. આમ કરવાથી, આપણા ફોનનો સ્ક્રીન જ્યારે ઓન હોય ત્યારે આપણે ‘હેઇ ગૂગલ કે ‘ઓકે ગૂગલ કહી, આગળનાં સ્ટેપ્સ જણાવીને ફક્ત વોઇસ કમાન્ડથી ફોન પાસે વિવિધ કામ કરાવી શકીએ છીએ.

‘વોઇસ મેચ’ના પેજ પર ‘હેઇ ગૂગલ ટોગલ બટન ઓન કરવાથી, આસિસ્ટન્ટની સિસ્ટમ કુલ ચાર વાર આપણી પાસે બોલવાની કસરત કરાવશે. પહેલી બે વાર તે ‘ઓકે ગૂગલ બોલાવશે અને બીજી બે વાર ‘હેઇ ગૂગલ’ બોલવા કહેશે.

આપણો આ અવાજ સિસ્ટમ સાચવી રાખશે અને તેમાંથી આપણા અવાજનું એક વોઇસ મોડેલ બનાવે છે.  આ વોઇસ મોડેલ આપણા ડિવાઇસમાં જ સ્ટોર થાય છે. તેના આધારે, બીજી કોઈ વ્યક્તિ આપણા ફોનમાં ‘ઓકે’ કે  ‘હેઇ ગૂગલ’ કહી કામ કરાવવાનો પ્રયાસ કરે તો સિસ્ટમ પારખી લે છે કે તે આપણે નથી. અલબત્ત, આપણા અવાજના રેકોર્ડિંગથી કોઈ ફોનને ઉલ્લુ બનાવી શકે છે!

ík{khk VkuLk{ktLke yuÃMk yLkwMkkh, ðkuRMk f{kLzTMkLkk þkuxofxTMk Mkux fhku...

સલોનમાં તમે કોઈ નવી હેરસ્ટાઇલ ટ્રાય કરી રહ્યા હો, બરાબર ત્યારે જ તમને ઇન્સ્ટા પર નવી પોસ્ટ મૂકવાનું મન થાય કે રેસ્ટોરાંમાં કોઈ મજાની ડિશ જમી રહ્યા હો ત્યારે વોટ્સએપ પર એ વિશે કોઈ ફ્રેન્ડને મેસેજ કરવાનું મન થાય તો?

જો ઉપર જણાવ્યા મુજબ, તમારા ફોનને તમારો પડ્યો બોલ ઝીલવાની ટ્રેનિંગ આપી રાખી હોય તો હાથથી કામ લઈ શકાય તેમ ન હોય ત્યારે વોઇસથી કામ લઈ શકાય. તમારે ફક્ત એટલું જ કહેવાનું, ‘હેઇ ગૂગલ... સેન્ડ એ વોટ્સએપ મેસેજ ટુ (કોન્ટેક્ટનું નામ)’’. આટલું કહેતાં ગૂગલ આસિસ્ટન્ટ ફોનમાં વોટ્સએપ ઓપન કરી આપણે કહેલા કોન્ટેક્ટ સાથે ચેટ ઓપન કરશે, આપણે બોલેલો મેસેજ ટાઇપ કરશે અને મોકલી આપશે!

તમારા ફોનમાંની વિવિધ એપ્સ અનુસાર, દરેક એપ પાસે વોઇસ કમાન્ડથી કામ લેવા માટે તમે ગૂગલ આસિસ્ટન્ટમાં વિવિધ શોર્ટકટ્સ સેટ કરી શકો છો. એ માટે, ઉપરનાં પગલાં અનુસરી, ગૂગલ આસિસ્ટન્ટનાં સેટિંગ્સમાં ‘શોર્ટકટ્સ’નું પેજ શોધી લો. અહીં તમે તમારી ફેવરિટ એપ્સમાં, તમારાં ફેવરિટ સ્ટેપ્સ લેવાના બિલકુલ નવા જ રસ્તા શોધી શકશો - ટ્રાય કરી જુઓ! બાજુનાં ઉદાહરણ હીમશિલાની ટોચમાત્ર છે.

આ શોર્ટકટ્સ માત્ર શું થઈ શકે છે એ આપણને બતાવે છે. એ સિવાય, તમે એમ પણ કહી શકો કે ‘શો માય ફોટોઝ એટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તો આસિસ્ટન્ટ ફોટોઝ એપમાં તમારા એવા ફોટો હશે તો તે શોધી બતાવશે!

ઉપરનું લિસ્ટ જોઈને તમને સમજાઈ જશે કે તમે એફબી માટે કેટલા શોર્ટકટ્સ સેટ કરી શકો છો. બધું કામ એફબીની એપમાં જ થશે, પણ સહેલાઈથી, અવાજના ઇશારે થશે! શોર્ટકટ સેટ કરવા બ્લુ પ્લસ ટિક કરો. તમે ઇચ્છો ત્યારે ‘યોર શોર્ટકટ્સ’માં જઈ, કોઈ પણ શોર્ટકટને એડિટ કે ડિલીટ પણ કરી શકો છો.

યુટ્યૂબ એપનો તમે ખાસ્સો ઉપયોગ કરતા હો તો તેના શોર્ટકટ્સ પણ તપાસી જુઓ! જે ગમે તે સેટ કરી લો.

ફેસબુકની જેમ ટ્વીટર એપમાં પણ તમે વોઇસ કમાન્ડથી જાતભાતનું કામ લઈ શકો છો. તેના શોર્ટકટ્સનું લાંબું લિસ્ટ અહીં તપાસી જુઓ.

તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ હોય તો તેને માટે સેટ કરી શકાય એવા શોર્ટકટ્સ અહીં જોવા મળશે. પછી ઇન્સ્ટામાં જવા માટે તમારે એપ ફોલ્ડરમાં તેને શોધવાની જરૂર નહીં પડે, ફક્ત વોઇસ કમાન્ડથી એ કામ થઈ શકશે.

એ જ રીતે વોટ્સએપ એપ માટેના વિવિધ શોર્ટકટ્સ પણ અહીં મળશે. ફરી યાદ અપાવવાનું કે અહીં આપેલા શોર્ટકટ્સ સિવાય પણ તમે વિવિધ વોઇસ કમાન્ડ ટ્રાય કરી શકો છો. કોઈ કમાન્ડ કામ ન કરે તો બની શકે કે તેને લગતું કોઈ સેટિંગ બરાબર ન હોય. એ અવરોધ દૂર કરવા માટે તમારે ગૂગલ આસિસ્ટન્ટનાં સેટિંગ્સ તપાસવાં પડશે. 


Google NewsGoogle News