Get The App

મોબાઈલમાંથી વાયરસ દૂર કરવા 'ફ્રી' ટૂલ, સરકારની આ વેબસાઈટ પર મળશે સુવિધા, જાણો તમામ ડિટેઈલ્સ

કેન્દ્ર સરકારની સાયબર સ્વચ્છતા કેન્દ્ર વેબસાઈટ પર એન્ટીવાયરસ દુર કરવા માટેના સોફ્ટવેર મળી રહેશે.

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
મોબાઈલમાંથી વાયરસ દૂર કરવા 'ફ્રી' ટૂલ, સરકારની આ વેબસાઈટ પર મળશે સુવિધા, જાણો તમામ ડિટેઈલ્સ 1 - image
Image Frrepic

તા. 13 ઓક્ટોબર 2023, શુક્રવાર

free anti virus Security Tools: વધતી જતી ટેકનોલોજીમાં પ્રોબલેમ પણ એટલા જ વધતા જાય છે. તેમા વાયરસ (anti virus)નો મોટો પ્રોબલેમ થતો હોય છે જેના કારણે ઘણીવાર મોટુ નુકસાન પણ થતુ હોય છે. શું તમને પણ એવુ લાગે છે કે તમારા ફોનમાં પણ બોટ્સ કે મેલવેયર રહેલા છે. તો હવે તમે તેને સરળતાથી દુર કરી શકો છો, જેના માટે સરકાર તમને ફ્રીમાં આપી રહી છે એન્ટીવાયરસ દુર કરવાની સુવિધા. કેન્દ્ર સરકારની સાયબર સ્વચ્છતા કેન્દ્ર વેબસાઈટ પર એન્ટીવાયરસ દુર કરવા માટેના સોફ્ટવેર મળી રહેશે. જેની મદદથી તમે ફ્રીમાં તમારા ફોનને સિક્યોર કરી શકો છો. આવો તેના માટે આપણે વિગતે સમજીએ. 

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા કેટલાક મહત્વપુર્ણ પગલાં લેવામાં આવ્યાં

મેલવેયર એટેક અને સાયબર ફ્રોડના વધતા જતા કિસ્સાઓને જોતાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા કેટલાક મહત્વપુર્ણ પગલા ભરવામાં આવ્યા છે. સ્માર્ટફોન યુજર્સમાં જાગૃત કરી આ સિક્યુરિટી એપનો મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જેમા તમને એક લીંક મોકલવામા આવે છે. જોકે અમે તમને સલાહ આપીએ છીએ કે, અન્ય કોઈ બીજાથી આવનારા મેસેજ પર ક્લિક ના કરશો. 

ભારત સરકારની અધિકૃત વેબસાઈટ csk.gov.in પર જઈ ડાઉનલોડ કરી શકશો

મોબાઈલ અને ડેટાની સેફ્ટી માટે તમારે સીધા csk.gov.in ની વેબસાઈટ પર જઈ  Free Bot Removal Tool ડાઉનલોડ કરી શકો છો. કારણ કે આ સ્કેમર્સ આ રીતે SMSનો ફાયદો લઈ રહ્યા છે. એટલા માટે તમારે કોઈપણ અજાણી લીંક પર ક્લિક કરવાથી બચવુ જોઈએ. તમે તેના માટે સીધા વેબસાઈટમાં આ ટુલ્સને ડાઉનલોડ કરી શકો છો.

વેબસાઈટ csk.gov.in પર જવા અહી ક્લિક કરો

કેવી રીતે રિમુવ કરી શકાય છે બોટ્સ...

  • તેના માટે તમારે  csk.gov.in પર જઈ Free Bot Removal Tool ડાઉનલોડ કરવાનું રહેશે. 
  • ત્યાર બાદ તમારે સિક્યુરિટી ટુલ્સ પર જઈ ક્લિક કરવાનું રહેશે. 
  • હવે તમારે એ કંપનીને પસંદ કરવી પડશે જેનું બોટ રિમૂવલ ટુલ્સ તમે ઈચ્છો છો.
  • હવે તમારે Download બટન પર ક્લિક કરવું
  • આ રીતે તમારા ફોનમાં બોટ રિમૂવલ ટુલ ડાઉનલોડ થઈ જશે. 
  • હવે તમારે તેને રન કરવુ પડશે.
  • આ એપ્લિકેશન તમારા ડિવાઈસને સ્કેન કરી બોટ્સને ડિટેક્ટ કરશે અને તેને રિમુવ પણ કરશે. 


મોબાઈલમાંથી વાયરસ દૂર કરવા 'ફ્રી' ટૂલ, સરકારની આ વેબસાઈટ પર મળશે સુવિધા, જાણો તમામ ડિટેઈલ્સ 2 - image


Google NewsGoogle News