નવી લેમ્બોર્ઘિની 15 દિવસમાં જ થઈ બંધ, ગૌતમ સિંઘાનિયાએ ઉઠાવ્યા સવાલ
Gautam Singhania Lamborghini: રેમંડ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ હાલમાં જ લેમ્બોર્ધિનીના ઇન્ડિયા અને એશિયાના હેડ પર બડાપો કાઢ્યો છે. તેમણે હાલમાં જ નવી લેમ્બોર્ઘિની રેવોલ્ટોની ડ્રાઇવ લિધી હતી. આ ડ્રાઇવ દરમિયાન કાર રસ્તા પર બંધ થઈ ગઈ હતી. મુંબઈના રસ્તાની વચ્ચે કાર બંધ થઈ જતાં નિસહાય ગૌતમ સિંઘાનિયાએ એ વિશે ફરિયાદ કરી હતી. જોકે કંપની તરફથી કોઈ જવાબ ન મળતાં તેમણે સોશિયલ મીડિયા પર બડાપો કાઢ્યો હતો.
15 દિવસમાં રસ્તા પર થઈ બંધ
ગૌતમ સિંધાનિયાએ આ કાર થોડા દિવસ પહેલાં લિધી હતી. કાર લીધાના પંદર દિવસ બાદ તેઓ જ્યારે એની ટેસ્ટ ડ્રાઇવ એટલે કે પહેલી વાર ચલાવી રહ્યાં હતાં ત્યારે જ કાર ટ્રાન્સ-હાર્બર લિંક રોડ પર બંધ થઈ ગઈ હતી. કારમાં સંપૂર્ણ પણ ઇલેક્ટ્રિક ફેઇલર જોવા મળ્યું હતું. નવી નક્કોર કારમાં પંદર દિવસમાં આ પ્રકારનો અનુભવ ત્રણ લોકોને થયો છે એવું તેમણે સાંભળ્યું છે. કારની વિશ્વસનિયતા પર પણ તેમણે સવાલો કર્યા છે. આ તમામ માહિતી આપતાની સાથે ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘લેમ્બોર્ઘિની ઇન્ડિયાના હેડ શરદ અગરવાલ અને એશિયાના હેડ ફ્રાન્સેસ્કો સ્કાર્ડાઓનીના વર્તન માનવામાં ન આવે એવું હતું. બેમાંથી એક પણ વ્યક્તિ કસ્ટમરનો ઇશ્યુ શું છે એ પૂછવા સુદ્ધા નથી આવ્યા.’
લક્ઝુરિયસ કારના શોખિન
59 વર્ષના ગૌતમ સિંઘાનિયાનું નામ દુનિયાના બિલિયનોરે વ્યક્તિઓના લિસ્ટમાં આવે છે. તેમની પાસે ઘણી લક્ઝુરિયસ કારનું કલેક્શન છે. એક વાર ફોર્મ્યુલા વન કાર ચલાવવા માટે તેઓ ફ્રાન્સ પણ ગયા હતા. તેમની પાસે Ferrari 458, Audi Q7, LP570 Superleggera, Nissan Skyline GT-R અને Lamborghini Gallardo જેવી ઘણી કાર છે.
કંપનીને લઈને ઉઠ્યા સવાલ
ગૌતમ સિંઘાનિયાની આ પોસ્ટ પર અસોસિએટ બ્રોડકાસ્ટિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડના સંજવી મુલચંદાનીએ કમેન્ટ કરી હતી કે ‘લક્ઝરી બ્રેન્ડ કંપનીઓએ કસ્ટમરને પ્રાધાન્ય આપવાની જગ્યાએ તેમની સાથે આવું વર્તન કરવામાં આવે છે એ ખૂબ જ દુખની વાત છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઇન્ડિયા લક્ઝરી કારનું સૌથી મોટું માર્કેટ બનવા જઈ રહ્યું છે. દુનિયાભરના દેશમાં લક્ઝરી કારના માર્કેટમાં ઇન્ડિયા સૌથી ઝડપથી ઉપર આવી રહ્યું છે. આ સમયે કંપનીએ કસ્ટમર સાથે ખૂબ જ અંગત રીતે વ્યવહાર રાખવો જોઈએ અને પોતાના હોય એ રીતે વર્તન કરવું જોઈએ. ઘણાં લોકો હવે લક્ઝરી બ્રેન્ડની કાર ખરીદી રહ્યા છે ત્યારે કસ્ટમર સાથેના રિલેશન જેન્યુન હોય એ જરૂરી છે નહીં કે ફક્ત વેંચાણ પૂરતા.’
આ પણ વાંચો: એપલ ઇન્ટેલિજન્સ થયું રિલીઝ: જાણો કેવી રીતે ઉપયોગ કરશો આ નવા ફીચરનો
લેમ્બોર્ધિનીએ રિએક્શન ન આપ્યું
લેમ્બોર્ઘિનીમાં ફરિયાદ કરવા છતાં કંપનીઓ કોઈ પગલાં નથી લીધા. જોકે ગૌતમ સિંઘાનિયાની પોસ્ટ વાઇરલ થવા છતાં અને દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બનવા છતાં પણ કંપનીએ એ વિશે કોઈ કમેન્ટ નથી કરી.