ગેમ રમવાનો શોખ છે, તો IIT ગ્રેજ્યુએટ્સ જેટલી જ સેલરી મેળવી શકો છો એ પણ ગેમ રમીને

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ગેમ રમવાનો શોખ છે, તો IIT ગ્રેજ્યુએટ્સ જેટલી જ સેલરી મેળવી શકો છો એ પણ ગેમ રમીને 1 - image


Gaming For Money: ઇસ્પોર્ટ્સ એથ્લિટની કમાણી હવે IIT ગ્રેજ્યુએટ્સની સરખામણીમાં આવી ગઈ છે. ઇસ્પોર્ટ્સ એથ્લિટ એટલે કે ગેમર્સ. ગેમર્સની કમાણી હવે IIT ગ્રેજ્યુએટ્સ કરતાં પણ વધી ગઈ છે. તેઓ હવે 50 લાખથી એક કરોડ સુધીની કમાણી કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આ કમાણી 50થી 100 ટકા વધી ગઈ છે. ગેમિંગમાં હવે ખૂબ જ પોપ્યુલારિટી વધી ગઈ છે અને એથી એની ટુર્નામેન્ટ પણ વધી ગઈ છે.

શોખ બડી ચીઝ હૈ

મોટાભાગે લોકો પહેલાં અભ્યાસ પૂરો કરે છે અને તેમની હોબીને પડતી મૂકે છે. જો કે હવે કેટલાક લોકો તેમની હોબીને મહત્ત્વ આપે છે અને તેઓ જેમાં નિપુણ હોય એ કામ કરે છે. કેટલાક લોકો એવું માને છે કે તેમના માટે શોખ બડી ચીઝ હૈ અને તેઓ જ્યારે ગેમ રમવા પાછળ પડ્યા હોય ત્યારે એમાં તેમનું સો ટકા યોગદાન આપે છે. આ યોગદાન આજે તેમને જબરી કમાણી કરાવી રહ્યું છે.

આ પણ વાંચો: સુંદર પિચાઈએ જે માટે માફી માગી હતી એ ફોટો જનરેશન ટૂલને ફરી શરૂ કર્યું ગૂગલે

ગેમ રમવાનો શોખ છે, તો IIT ગ્રેજ્યુએટ્સ જેટલી જ સેલરી મેળવી શકો છો એ પણ ગેમ રમીને 2 - imageકેવી રીતે મળે છે પૈસા?

ગેમિંગ હવે ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે. આ ગેમિંગ કોમ્પિટીશન હવે ટીવી પર પણ દેખાડવામાં આવે છે. તેમ જ ગેમિંગનો સમાવેશ હવે એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં પણ કરવામાં આવ્યો હોવાથી એ ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટના વિજેતાને પૈસા તો મળે જ છે, પરંતુ આ સાથે જ તેમને સ્પોન્સરશિપ અને ઍન્ડોર્સમેન્ટની પણ ઘણી ઓફર મળે છે. કોમ્પિટિશન બાદ પૈસા કમાવવા માટે તેમના માટે બીજો સૌથી બેસ્ટ ઓપ્શન સ્ટ્રીમિંગ છે. આજે વીડિયો ગેમને ઓનલાઇન પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આથી ફેસબુક અને યૂટ્યુબ દ્વારા પણ તેમને લાખો રૂપિયા મળી શકે છે.

આ પણ વાંચો: ફાસ્ટ પેમેન્ટ માટે ઇન્ડિયાના UPI સાથે લિંક થઈ શકે છે અમેરિકાની બેન્ક

IIT ગ્રેજ્યુએટ્સની એવરેજ સેલરી દસ લાખથી 25 લાખ રૂપિયા સુધીની હોય છે. જો કે તેમને કોઈ મલ્ટીનેશનલ કંપની દ્વારા પસંદ કરવામાં આવ્યા તો બની શકે કે તેમની સેલરી ડબલ અથવા તો ત્રણ ગણી હોય. જો કે એની સરખામણીમાં આજે ગેમર્સ પણ એટલી કમાણી કરી રહ્યા છે.


Google NewsGoogle News