Get The App

કેન્દ્ર સરકારની ચેતવણી! નવો એન્ડ્રોઈડ ફોન ખરીદ્યો છે? તો આજે કરો આ કામ

સરકારી એજન્સી CERT-In એ લેટેસ્ટ લૉન્ચ થયેલા Android 14 સ્માર્ટફોન અને અન્ય વર્ઝન માટે ચેતવણી જાહેર કરી છે

ગૂગલે યુઝર્સને એલર્ટ પણ કર્યું છે કે જો યુઝર્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એપ્સ અપડેટ કરે છે કે યુઝર્સના સેન્સિટિવ ડેટાની ચોરી થઈ શકે છે

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
કેન્દ્ર સરકારની ચેતવણી! નવો એન્ડ્રોઈડ ફોન ખરીદ્યો છે? તો આજે કરો આ કામ 1 - image


Government Alert: જો તમે તાજેતરમાં નવો સ્માર્ટફોન ખરીદ્યો છે, તો તમારે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે સરકારે લેટેસ્ટ લૉન્ચ કરેલા Android 14 સ્માર્ટફોન સહિત અન્ય વર્ઝન માટે એલર્ટ જાહેર કર્યું છે. સરકારી એજન્સી CERT-Inના એલર્ટ પહેલા ગૂગલે પણ યુઝર્સને એલર્ટ કરી દીધા હતા. જો તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એપ્સ અપડેટ કરો છો અથવા નવી એપ ડાઉનલોડ કરો છો, તો તમે તકલીફમાં મુકાઈ શકો છો.

હેકર્સ કરી શકે છે છેતરપિંડી 

સરકારના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી છે, જે હેકર્સ માટે ડિવાઇસને કંટ્રોલ કરવા માટે પૂરતી છે. આની મદદથી હેકર્સ સરળતાથી યુઝરનો સેન્સિટિવ ડેટા ચોરી શકે છે. આવી સ્થિતિમાં, તમારી ઓનલાઈન પેમેન્ટની ઍક્સેસ મેળવી શકાય છે. મતલબ કે હેકર્સ દ્વારા બેંકિંગ છેતરપિંડી પણ થઇ શકે છે. 

ક્યાં સ્માર્ટફોન યુઝર્સને જોખમ?

જો હાલમાં જ તમે જો તમે એન્ડ્રોઇડ 11, એન્ડ્રોઇડ 12, એન્ડ્રોઇડ 13 અને એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ ખરીદી છે તો તમારા સ્માર્ટફોન અથવા અન્ય ડિવાઇસને નુકસાન થઈ શકે છે.

જોખમથી બચવા માટે શું કરવું જોઈએ?

આ જોખમથી બચવાનો સૌથી સરળ રસ્તો મોબાઈલની સિક્યુરિટી અપડેટ કરવી જોઈએ. ગૂગલ દ્વારા એક નવી સિક્યોરિટી બહાર પાડવામાં આવી છે, જે યુઝર્સના એન્ડ્રોઇડ સ્માર્ટફોન હેકિંગના સંભવિત ખતરાથી બચાવશે. ઉપરાંત, કોઈપણ થર્ડ પાર્ટી એપ દ્વારા ફોનને અપડેટ કરવાની કોશિશ કરવી નહીં તેમજ કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું પણ ટાળવું. આ સિવાય સામાન્ય રીતે દરેક યુઝરે પોતાના મોબાઈલ ફોનને સમયાંતરે અપડેટ કરતા રહેવું જોઈએ.

કેન્દ્ર સરકારની ચેતવણી! નવો એન્ડ્રોઈડ ફોન ખરીદ્યો છે? તો આજે કરો આ કામ 2 - image



Google NewsGoogle News