ફન ફેમિલી, ફોટોઝ : મેમરીઝ ડિલીટ ન થાય એ માટે...
- ykÃkýu ykLkt˼he ÞkËku ðkøkku¤ðk {kxu Vkuxku-ðerzÞku ÷Eyu Aeyu, yu ykÃkýe s ¼q÷Úke økkÞçk Lk Úkðkt òuEyu
- ykÃkýk nkÚk{kt ykRVkuLk nkuÞ fu yuLzÙkuRz, M{kxoVkuLkLkku {kuxku WÃkÞkuøk Vkuxku-ðerzÞku fuÃ[h fhðk {kxu ÚkkÞ Au.
- çktLku «fkhLkk VkuLk{kt «{ký{kt {ÞkorËík MÃkuMk nkuÞ Au, ykÚke íkuLkkÚke ÷eÄu÷k Vkuxku-ðerzÞkuLku ‘õÞktf’ ¾Mkuzðk sYhe Au.
- ykRõ÷kWz yLku økqøk÷ VkuxkuÍ íkuLkku MkhMk WÃkkÞ ykÃku Au, Ãkhtíkw íku{kt ykÃkýe ¼q÷Úke Vkuxku-ðerzÞku økw{kððkLkku ðkhku ykðe þfu.
ઉત્તરાયણ નજીક છે! માની લો કે તમારા ફૂડી પડોશી અત્યારથી ઉત્તરાયણના મૂડમાં છે. એ, એમને ત્યાં બનેલું ચટાકેદાર ઊંધિયું એક બાઉલ ભરીને તમને આપી ગયા. તમે ઊંધિયું
સીધેસીધું આરોગી જાવ તો બધી વાત પૂરી થાય. પણ આપણે તો ઇન્સ્ટાજીવી છીએ! સામે ફૂડ
ડિશ હોય તો ફોટોગ્રાફ લીધા વિના કેમ ચાલે?
હજી માની લો કે તમારે
ઊંધિયાની ઇમેજ તરત ને તરત ઇન્સ્ટા પર કે બીજે ક્યાંય શેર કરવી નથી. એટલે તમે ફક્ત
પોતાના આઇફોન કે એન્ડ્રોઇડ ફોનનો કેમેરા ઓન કરી, ઊંધિયાની ઇમેજ લીધી.
હવે ઊંધિયાની વાત પૂરી થતી નથી! એ ડિજિટલ ઇમેજની લાંબી યાત્રા હવે જ શરૂ થાય
છે. એ ઇમેજ પહેલાં તમારા ફોનની સ્ટોરેજમાં સેવ થાય છે. ત્યાંથી, તમે એપલમાં આઇક્લાઉડનો કે એન્ડ્રોઇડમાં ગૂગલ ફોટોઝ જેવી એપનો ઉપયોગ કરતા હો, તો ફોનને ઇન્ટરનેટ કનેક્શન મળતાં ઊંધિયાની ઇમેજ આપણા ક્લાઉડ એકાઉન્ટમાં પહોંચે
છે.
હવે ઊંધિયાની એ એક ઇમેજ કમ સે કમ બે જગ્યાએ છે - એક આપણા ફોનની લોકલ
સ્ટોરેજમાં અને બીજી આઇક્લાઉડ કે ગૂગલ ફોટોઝના આપણા ક્લાઉડ એકાઉન્ટમાં.
હવે ધારણા આગળ ચલાવો - ફોનમાં સ્ટોરેજ ભરાવા લાગી છે. આપણે સ્પેસ ખાલી કરવાની
મથામણમાં પેલી ઊંધિયાની ઇમેજ ડિલીટ કરીએ છીએ. પણ, ખબર કેમ પડે કે આપણે ઇમેજ ક્યાંથી ડિલીટ કરી - ફોનમાંથી કે પછી ક્લાઉડમાંથી? બંને સ્થિતિમાં - અમુક વાતનું ધ્યાન ન રાખીએ તો - આપણે એ ઇમેજ કાયમ માટે
ગુમાવીએ એવું બની શકે.
આપણી ઇમેજ તો કાલ્પનિક ઊંધિયાની હતી. સાચી હોય તોય, એ પેટમાં ગયા પછી ઇમેજ ગુમાવીએ તો ચાલે. પણ કોઈ ખાસ મોમેન્ટની, સ્પેશિયલ ઇવેન્ટની કે સુપર સ્પેશિયલ પર્સનની ઇમેજિસ હોય તો? એ ભૂલથી ગુમાવીએ નહીં, એ માટે, ફોટો મેનેજમેન્ટની કેટલીક પાયાની વાતો જાણવી પડે!
ykRVkuLk{kt þwt æÞkLk hk¾þku?
- MÃkuMk ¾k÷e fhðkLke Wíkkð¤{kt, ykRVkuLk{ktÚke MkeÄk Vkuxku-ðerzÞku rz÷ex fhþku Lknª
આપણા આઇફોનમાં સૌથી વધુ જગ્યા મોટા ભાગે ફોટો-વીડિયો રોકતા હોય છે. આઇફોન આપણા
તમામ ફોટો અને વીડિયોને તેમના ઓરિજિનલ
હાઇ-રેઝોલ્યુશન ફોર્મેટમાં સ્ટોર કરે છે (અલબત્ત, એપલ એમાં પણ થોડી કરામત કરે છે, જેથી બહુ સ્પેસ ખર્ચાય નહીં, છતાં ખાસ્સી જગ્યા તો રોકાય જ).
આ ફોટો-વીડિયો સૌથી પહેલાં આઇફોનમાંની ફોટોઝ એપમાં સ્ટોર થાય છે. હવે આઇફોનમાં
સ્પેસ વધવા લાગી છે, બાકી કાયમ સ્પેસની તંગી
રહેતી. એપલે તેના ઉપાય તરીકે આપણને આઇક્લાઉડ સર્વિસની ભેટ આપી છે. આપણે ફોનમાંના ફોટો-વીડિયો આ ક્લાઉડ એકાન્ટમાં મોકલી
શકીએ. તકલીફ એ કે એપલ આપણને આઇક્લાઉડ એકાઉન્ટમાં ફક્ત ૫ જીબી ફ્રી સ્ટોરેજ આપે છે.
આઇક્લાઉડમાં બીજી બાબતો પણ જગ્યા રોકે. જો આપણે આ આઇક્લાઉડ સર્વિસ ઓન કરીએ તો
આઇફોનમાંના બધા ફોટોગ્રાફ ક્લાઉડમાંના આઇએકાઉન્ટમાં ઓરિજિનલ ફુલ રેઝોલ્યુશનમાં સેવ
થાય છે.
ઓપ્ટિમાઇઝ સ્ટોરેજની સગવડ
આવા ફોટો-વીડિયો આઇફોનની સ્ટોરેજમાં જગ્યા રોકે નહીં એ માટે ઓપ્ટિમાઇઝ સ્ટોરેજ નામનું સેટિંગ હોય છે. જે બાય
ડિફોલ્ટ ઓન હોય છે (ચેક કરવા માટે સેટિંગ્સમાં (તમારું નામ), આઇક્લાઉડ, તેમાં ફોટોઝમાં જાઓ, તેમાં ઓપ્ટિમાઇઝ આઇફોન સ્ટોરેજ વિકલ્પ ઓન હોવો જોઈએ). એ પછી
આઇફોનમાંના ફોટો-વીડિયો આઇક્લાઉડ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે.
આ ટ્રાન્સફર શબ્દ આમ તો ખોટો છે, કેમ કે આઇક્લાઉડમાં પહોંચેલા
ફોટો-વીડિયો આઇફોનમાં તો દેખાય જ છે. પરંતુ,
આઇક્લાઉડમાં સલામત
રીતે સેવ થઈ ગયેલા ફોટો-વીડિયો આઇફોનમાં બહુ ઓછી જગ્યા રોકતા થમ્બનેઇલ સ્વરૂપે જોવા મળે. પછી આપણે કોઈ પણ ડિવાઇસમાં, આઇક્લાઉડમાં લોગ-ઇન થઈએ તો તેમાં આપણા આઇફોનમાંના ફોટો-વીડિયો જોઈ શકીએ.
સૌથી મહત્ત્વની વાત
એ ખાસ યાદ રાખવા જેવું છે કે ફોટો-વીડિયો આઇક્લાઉડમાં પહોંચ્યા ન હોય, હજી માત્ર આઇફોનમાં જ હોય ત્યારે કે પછી આઇક્લાઉડમાં પહોંચી ગયા હોય એ પછી, આઇફોનમાં જો આપણે કોઈ ફોટો-વીડિયો ડિલીટ કરીએ તો - બંને સ્થિતિમાં - એ
ફોટો-વીડિયો સદંતર ડિલીટ થાય છે. આઇક્લાઉડમાંથી પણ તે ડિલીટ થવાને કારણે તે અન્ય
કોઈ ડિવાઇસમાં પણ જોવા મળતા નથી.
અલબત્ત, રાહતની વાત એ કે આવા
ફોટો-વીડિયો રીસન્ટલી ડિલીટેડ આલબમમાં પહોંચે છે, ત્યાં તે ૩૦ દિવસ સુધી જળવાઈ
રહે છે અને પછી કાયમ માટે ગાયબ થાય છે.
આજના સમયમાં આઇક્લાઉડની ફક્ત ૫ જીબી સ્ટોરેજ ઘણી ઓછી પડે. જો આપણે વધારાની
પેઇડ સ્ટોરેજ ખરીદીએ નહીં તો પાંચ જીબી વપરાયા પછીના આપણા ફોટો-વીડિયોની ફક્ત એક
કોપી, આઇફોનની મૂળ સ્ટોરેજમાં રહે
છે. આથી ફોનમાં સ્પેસ ઓછી કરવાની ઉતાવળમાં કે બીજા કોઈ કારણે આ ફોટો-વીડિયો ડિલીટ
કરીએ તો પણ એ કાયમ માટે ગુમાવીએ.
આઇક્લાઉડનો લાભ લીધા પછી પણ સ્પેસ ઓછી જ પડે તો?
ઉપાય તરીકે, તમારે આઇફોનથી કેપ્ચર કરેલા
ફોટો-વીડિયોને નિયમિત રીતે કમ્પ્યૂટરમાં કે અન્ય કોઈ સ્ટોરેજમાં લઈ જવા પડે.
વિકલ્પ રૂપે, આપણે ગૂગલની ફોટોઝ એપ
આઇફોનમાં ઇન્સ્ટોલ કરી શકીએ. તેમાં ગૂગલ એકાઉન્ટની મદદથી કુલ ૧૫ જીબી સુધીની
સ્પેસના ફોટો-વીડિયો સેવ કરી શકાય (આ ૧૫ જીબીમાં જીમેઇલ અને ગૂગલ ડ્રાઇવની
ફાઇલ્સનો પણ સમાવેશ થાય છે).
ગૂગલની ફોટોઝ એપ ફોનની સ્ટોરજ ખાલી કરવાનો જરા જુદો રસ્તો આપે છે. તેમાં
ક્લાઉડમાં સલામત રીતે બેકઅપ થઈ ગયેલા ફોટો-વીડિયો એક ક્લિકમાં, એક ઝાટકે આઇફોનની સ્ટોરેજમાંથી ડિલીટ કરી શકાય છે. જોકે ગૂગલ ફોટોઝમાં આ પગલાં લીધા પછી (જુઓ
બાજુનું લખાણ) આઇફોન કે આઇપેડની ફોટોઝ એપ (ગૂગલ ફોટોઝ નહીં)માં જઈને તેમાં પણ રીસન્ટલી ડિલીટેડ સેક્શનમાં જઈને, ડિલીટ કરેલા ફોટો-વીડિયો ડિલીટ કરીએ,
ત્યારે ડિવાઇસની
સ્ટોરેજ ખાલી થાય છે.
આ સ્થિતિમાં, ફોટો-વીડિયો ગૂગલ ફોટોઝના
ક્લાઉડમાં તો રહે જ છે અને એ કારણે આઇફોનમાંની ગૂગલ ફોટોઝ એપમાં તથા અન્ય
ડિવાઇસમાં પણ ગૂગલ ફોટોઝમાં લોગ-ઇન થયા પછી એ બધા ફોટો-વીડિયો ત્યાં પણ જોવા મળે
છે.
જોકે ગૂગલ ફોટોઝમાં પણ, કયા ફોટો-વીડિયો, ક્યાંથી અને કેવી રીતે ડિલીટ કરવા તેનું ધ્યાન ન રહે, તો ક્લાઉડમાંની એકમાત્ર કોપી ગુમાવવાનો વારો આવી શકે!
yuLzÙkuRz{kt fuðe fk¤S sYhe?
- yuLzÙkuRz{kt VkuxkuÍ yuÃk{kt y÷øk y÷øk Vkuxku-ðerzÞku rMk÷uõx fhe rz÷ex Lk fhþku, yuf Âõ÷f{kt MÃkuMk ¾k÷e fhe þfkþu
હવે વાત કરીએ એન્ડ્રોઇડ ફોનમાં ફોટો-વીડિયો સ્ટોરેજ અને મેનેજમેન્ટની. તમે
તમારા એન્ડ્રોઇડમાં સ્માર્ટફોનમાં ગૂગલ ફોટોઝ એપનો ઉપયોગ કરો છો? આપણે સ્માર્ટફોનથી કેપ્ચર કરેલા કે અન્ય રીતે લીધેલા તમામ ડિજિટલ ફોટોઝને
સાચવવા માટે આ એક બહુ ઉપયોગી અને મજાની સર્વિસ છે. પરંતુ તેનો ઉપયોગ સમજવામાં થોડી
ગૂંચવણ રહે તો આપણી ભૂલથી આપણી કાયમી યાદગીરી સમાન ફોટો કે વીડિયો ગુમાવવાનો વારો
આવી શકે.
આ મજાની સર્વિસમાં, ડિઝાઇનની દૃષ્ટિએ એક ખામી છે જેને કારણે આપણે આવી ભૂલ કરી શકીએ.
તમે જાણતા જ હશો કે આપણે અમુક નિશ્ચિત સેટિંગ્સ કર્યાં હોય તો ગૂગલ ફોટોઝ
સર્વિસ આપણે સ્માર્ટફોનના કેમેરાથી લીધેલા ફોટોગ્રાફ અને વીડિયોનો ઓટોમેટિક બેકઅપ
લે છે. બેકઅપ લેવાઈ ગયા પછી જે તે ફોટોગ્રાફ કે વીડિયોની બે કોપી જળવાય છે. એક, ઓછી જગ્યા રોકતી કોપી આપણા સ્માર્ટફોનમાં લોકલ લેવલે જળવાય છે, જ્યારે બીજી કોપી આપણા ક્લાઉડ એકાઉન્ટમાં સ્ટોર થાય છે.
ભૂલ ક્યાં થાય છે?
હવે લોકો શું ભૂલ કરી બેસે છે એ સમજીએ. ઘણી વાર એવું બને કે આપણે પોતાના
સ્માર્ટફોનમાં ભરાઈ ગયેલી સ્પેસ ખાલી કરવાનો પ્રયાસ કરીએ ત્યારે મોટા ભાગે વધુ
જગ્યા રોકતા ફોટોગ્રાફ અને વીડિયો ડિલીટ કરવાની શરૂઆત કરીએ. આ સ્થિતિમાં આપણે ગૂગલ
ફોટોઝ એપ ઓપન કરીએ અને તેમાંના અમુક ફોટોગ્રાફ કે વીડિયો ડિલીટ કરીએ તો એ આપણા
ક્લાઉડ એકાઉન્ટમાંથી ડિલીટ થઈ જાય છે. મતલબ કે પછી એ ફોટો-વીડિયો ક્યાંયથી ફરી
મેળવી શકાતા નથી (અલબત્ત એ ફોટોગ્રાફ ફોટો સર્વિસના બિનમાં અમુક સમય માટે જમા થાય છે.
જ્યાંથી આપણે તેને પરત મેળવી શકીએ).
આવી ભૂલ થવાનું કારણ એ કે ફોટોઝ એપમાં આપણા ક્યા ફોટો ને વીડિયો ક્લાઉડમાં
સલામત રીતે પહોંચી ગયા છે તેનો કોઈ સ્પષ્ટ સંકેત મળતો નથી!
જો તમે ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવ જેવી સર્વિસનો લેપટોપમાં ઉપયોગ કરતા હો તો તમે
જાણતા હશો કે તેમાં ક્લાઉડમાં સ્ટોર થયેલી ફાઇલ્સ સાથે વાદળનો આઇકન જોવા મળતો હોય
છે. ગૂગલ ફોટોઝમાં આવો કોઈ સ્પષ્ટ આઇકન નથી.
અલબત્ત, તેમાં જે ફોટોગ્રાફ કે
વીડિયોનો હજી ક્લાઉડમાં બેકઅપ લેવાયો ન હોય તેની નાની ઇમેજ પર નીચે જમણા ખૂણે, ડોટેડ સર્કલમાં એરોની નિશાની જોવા મળે છે - મતલબ કે આ ઇમેજ કે વીડિયો ઉપર ચડવાના બાકી છે અથવા એ પ્રક્રિયા થઈ
રહી છે!
એવી સ્થિતિમાં ફોટોઝ એપમાં ઉપર જમણા ખૂણે, તમારા પ્રોફાઇલ પિક્ચર સાથે પણ આવો ટપકાંવાળા સર્કલ સાથેના એરોનો આઇકન જોવા
મળશે.
જો કોઈ ફોટોગ્રાફ કે વીડિયોમાં આવી નિશાની હોય તો તેનો અર્થ એ કે એ ફોટોગ્રાફ
કે વીડિયો સ્માર્ટફોનની લોકલ સ્ટોરેજમાં જ છે, તેનો ક્લાઉડમાં બેકઅપ લેવાયો નથી.
આવા ફોટોગ્રાફ કે વીડિયો ડિલીટ કરીએ તો તે ફક્ત સ્માર્ટફોનમાં જ હોય અને
ત્યાંથી તે ડિલીટ થાય છે. મતલબ કે આપણે તેને કાયમ માટે ગુમાવીએ છીએ.
જો કોઈ ફોટોગ્રાફ કે વીડિયોમાં આવી નિશાની ન હોય તો તેનો અર્થ કે એ કે તેનો
બેકઅપ લેવાયો છે. આવા ફોટો-વીડિયોને ડિલીટ કરીએ તો તે ક્લાઉડમાંથી ડિલીટ થાય છે.
આથી અન્ય કોઈ પણ ડિવાઇસમાં ગૂગલ ફોટોઝમાં આપણને અગાઉ એ ફોટો કે વીડિયો દેખાતો હોય
તો તે વીડિયો કે ફોટો હવેે દેખાવાનું બંધ થશે.
એ ફોટો કે વીડિયોની કોપી ફોનની સ્ટોરેજમાં છે કે નહીં, તેનો આધાર આપણે સ્પેસ ખાલી કરવાના ગૂગલ ફોટોઝના એક ખાસ ફીચરનો લાભ લીધો છે કે
નહીં તેના પર છે - ગૂંચવાશો નહીં, વધુ વાત નીચે કરી છે!
ફોનની સ્પેસ ખાલી કરવા શું કરવું?
સ્માર્ટફોનમાં સ્પેસ ઓછી કરવી હોય અને એ માટે સ્માર્ટફોનમાં જગ્યા રોકતા
ફોટોગ્રાફ કે વીડિયો દૂર કરવા હોય તો ફોનમાં ફોટોઝ એપ ઓપન કરીને તેમાંથી તેને સીધા
ડિલીટ કરવાની ભૂલ કરશો નહીં.
તેને બદલે ફોટોઝ એપમાં ઉપર જમણી તરફ દેખાતા તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક
કરો. હવે જે પેજ ઓપન થાય તેમાં ફ્રી અપ સ્પેસ ઓન ધિસ ડિવાઇસ પર ક્લિક કરો.
આથી ક્લાઉડમાં સલામત રીતે બેકઅપ લેવાઈ ગયો હોય અને એ પછી પણ ફોનમાં જગ્યા રોકતા હોય તેવા બધા ફોટો અને
વીડિયો તમે એક સાથે ડિલીટ કરી શકશો.
તકલીફ ફક્ત એટલી કે આ પદ્ધતિમાં આપણે ચોક્કસ ક્યા ફોટો અને વીડિયો ડિલીટ કરી રહ્યા છીએ તે જોઈ શકીશું નહીં. જોકે એ ચિંતાનો વિષય નથી કારણ કે આ રીતે ડિલીટ થતા બધા ફોટો આપણા ક્લાઉડ એકાઉન્ટમાં સલામત હોય છે!