Get The App

1 જાન્યુઆરીથી બદલવા જઈ રહ્યા છે સિમ ખરીદવાના નિયમ, હવે ડિજિટલ થશે આ પ્રોસેસ

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News


1 જાન્યુઆરીથી બદલવા જઈ રહ્યા છે સિમ ખરીદવાના નિયમ, હવે ડિજિટલ થશે આ પ્રોસેસ 1 - image

Image Source: Freepik

અમદાવાદ, તા. 06 ડિસેમ્બર 2023 બુધવાર

1 જાન્યુઆરીથી ન માત્ર વર્ષ બદલવા જઈ રહ્યુ છે પરંતુ સિમ કાર્ડ ખરીદવાનો એક નિયમ પણ બદલવા જઈ રહ્યો છે. આગામી વર્ષથી સિમ ખરીદવા પર માત્ર ડિજિટલ KYC થશે. જોકે, અત્યાર સુધી સિમ ખરીદવા માટે ડોક્યૂમેન્ટનું ફિઝિકલ વેરિફિકેશન થતુ હતુ, જે મોંઘુ અને ખૂબ ટાઈમનો વપરાશ વાળી પ્રોસેસ છે. 

ટેલીકોમ ડિપાર્ટમેન્ટે આ સંબંધિત આદેશ જારી કર્યા છે. 1 જાન્યુઆરી બાદથી નવા સિમ કાર્ડ ખરીદવા પર કસ્ટમરે માત્ર e-KYC કરાવવુ પડશે. આ e-KYC નો હેતુ સિમ ફ્રોડને રોકવાનો છે. નવા નિયમ બાદ એટલે કે પેપર બેસ્ડ KYCને ખતમ કર્યા બાદ ટેલીકોમ કંપનીઓના ખર્ચામાં ઘટાડો પણ આવશે.

નિર્ણય લાગુ કરવામાં મોડુ થયુ

સરકારે નવા નિયમોનું એલાન ઓગસ્ટમાં કર્યુ હતુ પરંતુ આ નિર્ણયને લાગુ કરવામાં મોડુ થતુ રહ્યુ. એટલુ જ નહીં નવા નિયમો હેઠળ સિમ કાર્ડ વેન્ડર્સનું વેરિફિકેશન પણ જરૂરી છે. 

લોકો સાથે સાઈબર ફ્રોડ થઈ રહ્યા છે

તાજેતરમાં લોકોની સાથે સાઈબર ફ્રોડના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન લોકોને પોતાની મહેનતની કમાણી ગુમાવવી પડી રહી છે. દરમિયાન સરકાર સાઈબર ફ્રોડ અને સિમ સ્વેપિંગ જેવા મામલાને રોકવા ઈચ્છે છે. હજુ તાજેતરમાં જ સરકારે 70 લાખ મોબાઈલ નંબરને બંધ કર્યા છે. જેનો સંબંધ સાઈબર ફ્રોડ અને ગેરકાનૂની ટ્રાન્જેક્શન સાથે હતો. 

એજન્ટે પણ રજિસ્ટ્રેશન કરવુ પડશે

નવા નિયમો હેઠળ સરકારે ટેલીકોમ કંપનીઓ માટે ફ્રેંચાઈઝી, ડિસ્ટ્રીબ્યૂટર્સ અને પોઈન્ટ-ઓફ-સેલ (PoS) એજન્ટનું રજિસ્ટ્રેશન જરૂરી કરી દીધુ છે. આ રજિસ્ટ્રેશન માટે ટેલિકોમ ડીલર્સ અને એજન્ટને 12 મહિનાનો ટાઈમ મળશે.


Google NewsGoogle News