Get The App

હોલિવૂડ એક્ટર બ્રેડ પિટના નામે એક મહિલાની છેતરપિંડી, જાણો આપણે કેવી રીતે બચી શકીએ

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
હોલિવૂડ એક્ટર બ્રેડ પિટના નામે એક મહિલાની છેતરપિંડી, જાણો આપણે કેવી રીતે બચી શકીએ 1 - image


Online Celebrity Scam: કેટલાક સ્કેમ ઇન્ડિયામાં થાય છે તો કેટલાક સ્કેમ ઇન્ટરનેશનલ હોય છે. ઇન્ટરનેશનલ એટલે કે દુનિયાના ઘણાં દેશોમાં એ પ્રકારના સ્કેમ થતાં હોય છે. આવો જ એક સ્કેમ છે સેલિબ્રિટી સ્કેમ. એમાં સેલિબ્રિટી હોવાનું કહીને યુઝર્સ પાસે પૈસા પડાવી લેવામાં આવે છે. આ પૈસા કોઈ પણ કારણ આપી પડાવી લેવામાં આવે છે. યુઝર્સની દુખતી રગ બસ સ્કેમર્સના હાથમાં આવી ગઈ કે એ જ સમયે બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. આવી જ એક ઘટના 53 વર્ષની એક ફ્રેન્ચ ઇન્ટિરિયર ડિઝાઇનર એન સાથે થઈ છે. તે આ સ્કેમનો ભોગ બની છે અને તેના 7.5 કરોડ રૂપિયા જે તેના જીવનનું સેવિંગ હતું એ જતી રહ્યું છે.

સ્કેમની શરૂઆત

એન પર અચાનક એક મહિલાનો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો. આ મહિલાનું નામ જેન એટા પિટ હતું. આ નામ બ્રેડ પિટની મમ્મીનું નામ છે. તેણે એન સાથે થોડા દિવસ વાત કરી હતી અને પોતાને બ્રેડ પિટની મમ્મી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે તેની સામે પોતાના દીકરા બ્રેડ પિટ સાથે લગ્ન કરવાની ઓફર મૂકી હતી. બ્રેડ પિટના ડિવોર્સ થયા છે અને એનના પણ ડિવોર્સ થયા છે. આથી એન તેની મમ્મીની વાતમાં ત્યારે આવી જ્યારે એન પર બ્રેડ પિટનો પણ મેસેજ આવે છે. બ્રેડ પિટના નામની અને જેન એટા પિટ બન્નેની ખોટી પ્રોફાઇલ બનાવવામાં આવી હોય છે. બ્રેડ પિટ એન સાથે રોમેન્ટિક વાત કરવાનું શરૂ કરે છે. ત્યાર બાદ બ્રેડ પિટ દ્વારા એનને ફોટો અને વીડિયો પણ મોકલવામાં આવે છે. આ દરેક ફોટો અને વીડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યા હોય છે. એનને આ તમામ ફોટો અને વીડિયો એકદમ સાચા લાગે છે અને એ તેમની વાતચીત દરમ્યાન કેવી રીતે ફોટો અને વીડિયોની વાત કરવામાં આવે છે એના આધારે હોય છે. આથી એન તેના પ્રેમમાં પડવા માંડે છે.

કેવી રીતે છેતરવામાં આવી?

એન જ્યારે બ્રેડ પિટ સાથે ઇમોશનલ કનેક્ટ થઈ ત્યાર બાદ સ્કેમર્સે તેનો ફાયદો ઉઠાવવાનો શરૂ કર્યો હતો. પહેલી વાર એનની પાસે જ્યારે પૈસા માગ્યા હતા ત્યારે બ્રેડ પિટ દ્વારા લક્ઝરી ગિફ્ટ મોકલવામાં આવી હતી એ માટેની કસ્ટમ ફી તરીકે માગવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફરી પૈસા માગવામાં આવ્યા એ બ્રેડ પિટની કિડનીમાં કેન્સર થયું છે અને એની ટ્રીટમેન્ટ માટે માગવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. એનને એવું કહેવામાં આવ્યું હતું કે બ્રેડ પિટના એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને એ માટે એન્જલીના જોલી સાથેના ડિવોર્સ જવાબદાર છે. એન દ્વારા એ સમયે 8,50,000 યુરો એટલે કે અંદાજે 7.57 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. આ સમયે સ્કેમર્સ દ્વારા એનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બ્રેડ પિટ હોસ્પિટલના બેડ પર છે એવો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો.

હોલિવૂડ એક્ટર બ્રેડ પિટના નામે એક મહિલાની છેતરપિંડી, જાણો આપણે કેવી રીતે બચી શકીએ 2 - image

ક્યારે ખબર પડી કે એનને છેતરવામાં આવી?

એન દ્વારા દરેક વાતને માની લેવામાં આવી હતી. જોકે ઓરિજિનલ બ્રેડ પિટ જ્યારે તેની પાર્ટનર આઇનેસ ડે રેમોન સાથે જોવા મળ્યો ત્યારે એનને ખબર પડી હતી કે તેને છેતરવામાં આવી છે. આ એક માત્ર કેસ નથી. આ પ્રકારના સ્કેમ હવે વધી રહ્યાં છે જેમાં સેલિબ્રિટીઝની ખોટી પ્રોફાઇલ બનાવીને લોકોમાં છેતરવામાં આવે છે.

આ પણ વાંચો: ગૂગલ ક્રોમ માટે નવું ફીચર: AIની મદદથી બ્લોક કરશે પોપ-અપ એડ્સ

કેવી રીતે બચવું?

આ પ્રકારના સ્કેમથી બચવા માટે હંમેશાં સેલિબ્રિટીઝની પ્રોફાઇલ વેરીફાઇ કરવી. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર બ્લુ ટીક માર્ક આવે છે જેને કોઈ પણ ખરીદી શકે છે. એથી એ પ્રોફાઇલને સાચી માની બેસવું ખોટું છે. સેલિબ્રિટીઝની પ્રોફાઇલ પર અલગ ટીક માર્ક હોય છે એ ચેક કરવું. આ સાથે જ જે-તે પ્રોફાઇલ કેટલી જૂની છે એ ચેક કરવું. આ ચેક કરવા માટે સૌથી છેલ્લી પોસ્ટ ક્યારે કરી હતી એ ચેક કરી લેવું. થોડા જ મહિના જૂની પ્રોફાઇલ હોય તો એ સ્કેમ હોવાના ચાન્સ વધુ છે. આ સાથે જ કોઈ પણ મેસેજના જવાબ ન આપવા. કોઈ પણ સેલિબ્રિટી કોઈ પણ દિવસ આ રીતે પૈસાની ડિમાન્ડ નથી કરતું. આથી જ્યારે પૈસાની ડિમાન્ડ કરવામાં આવે ત્યારે એનાથી દૂર રહેવું.


Google NewsGoogle News