Get The App

WhatsApp યુઝર્સ હવે નહી કરી શકે 'ફ્રી કોલિંગ', સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર

Updated: Sep 24th, 2022


Google NewsGoogle News
WhatsApp યુઝર્સ હવે નહી કરી શકે 'ફ્રી કોલિંગ', સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર 1 - image

નવી દિલ્હી,તા. 24 સપ્ટેમ્બર 2022, શનિવાર 

આજકાલ લોકોને વોટ્સએપ વગર જાણે બધા જ કામ અટકી જાય છે. બાળકોથી લઇને વૃદ્વ સુધી બધાને વોટ્સએપની લત લાગી છે, મેસેજ,ફોટો,વિડીયો અને કોલ કરવા માટે આનો ઉપયોગ મોટા પાયે લોકો કરે છે. ત્યારે જો તમને ખબર પડે કે, હવે તમે વોટ્સએપ પર કોલ નહી કરી શકો તો? 

ફીચરમાં મોટો ફેરફાર

વોટ્સએપ પર ફોનમાં ડેટા પેક ખતમ થઈ જાય છે, ત્યારે લોકો વોટ્સએપ કોલિંગ કરે છે, જેના માટે તમને ફક્ત ઈન્ટરનેટની જરૂર હોય છે. પરંતુ હવે આ ફીચરમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

હાલમાં વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર ફ્રી કોલિંગ સર્વિસ આપવામાં આવે છે. પરંતુ આ સુવિધા ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. કેન્દ્ર સરકારે લોકોનો અભિપ્રાય લેવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. બિલમાં એવી જોગવાઈ છે કે વોટ્સએપ, ફેસબુક દ્વારા કોલ અથવા મેસેજ મોકલવાની સુવિધાને ટેલિકોમ સેવા તરીકે ગણવામાં આવશે.

WhatsApp યુઝર્સ હવે નહી કરી શકે 'ફ્રી કોલિંગ', સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર 2 - image

આ માટે આ કંપનીઓએ લાઇસન્સ મેળવવું પડશે. બિલનો ડ્રાફ્ટ ટેલિકોમ વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સાથે વિભાગે બિલ પર ઉદ્યોગો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. આ અંગે 20 ઓક્ટોબર સુધી અભિપ્રાય આપી શકાશે. બીજી તરફ જો બિલ પાસ થઈ જશે તો ટેલિકોમ્યુનિકેશન વિભાગ તેના હિસાબે ચાલશે.

દેશની ટેલિકોમ કંપનીઓ સતત ફરિયાદ કરી રહી છે કે, વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર યુઝર્સને મેસેજિંગ અને કોલિંગ સર્વિસ આપીને તેમને નુકસાન થઈ રહ્યું છે. 

આ ટેલિકોમ કંપનીઓનું  કહેવુ છે કે,તેમની સેવાઓ ટેલિકોમ સેવા હેઠળ આવે છે. આવી સ્થિતિમાં લોકોનો અભિપ્રાય મેળવ્યા બાદ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.

લાઇસેંસ સાથે જોડાયેલા નિયમો

સરકારે આ બિલમાં લાયસન્સ ફી અંગેના કેટલાક નિયમો પણ ઉમેર્યા છે. આ અંતર્ગત સરકારને લાયસન્સ ફી આંશિક કે સંપૂર્ણ માફ કરવાનો અધિકાર છે.

આ સાથે રિફંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ ટેલિકોમ અથવા ઈન્ટરનેટ પ્રોવાઇડર તેનું લાઇસન્સ સરન્ડર કરે છે. આવી સ્થિતિમાં તેને રિફંડ મળી શકે છે. હાલમાં લાયસેંસ ફી બાદ જ ચાર્જ વસુલવામાં આવશે કે નહી તેની માહિતી મળશે.


Google NewsGoogle News