અંતરીક્ષમાં પહેલીવાર 1400 કિમી દૂર વિજ્ઞાનીઓ નહીં નાગરિકોનું સ્પેસ વૉક, રચાશે ઇતિહાસ
ફલોરિડામાં એક અબજોપતિ અને તેની ટીમની અંતરિક્ષ માટે ઉડાન
ઈલોન મસ્કની પાંચ દિવસની સ્પેસ ટૂર સીમાચિહ્નરૂપ સાબિત થશે
The awe-inspiring history of spacewalks: અમેરિકાના ફલોરિડામાં એક અબજોપતિ અને તેની ટીમે સ્પેસ માટે ઉડાન ભરી હતી. આમ તો અંતરીક્ષમાં વિજ્ઞાનીઓ જ સંશોધન માટે જતાં હોય છે પરંતુ આ એક એવી સ્પેસ ટૂર છે જેમાં પ્રથમવાર સામાન્ય નાગરિક પણ જોડાયા છે. ઇલોન મસ્કના સ્ટાર લિંક દ્વારા આ સાથે જ સ્પેસની દુનિયામાં એક ઇતિહાસ રચાયો હતો. આ મિશન કુલ પાંચ દિવસનું હશે જેમાં શીફટ ૪ની સીઈઓ જેરેડ ઇસાકમેન, બે સ્પેસએકસ એન્જિનિયર અને એક વાયુસેનાનો પૂર્વ પાયલોટ છે જેઓ સ્પેસવૉક કરશે જે અવકાશ સંશોધન ક્ષેત્રની પ્રથમ ઘટના છે.
જો કે સ્પેસ સફરે જનારા અવકાશ વિજ્ઞાનીઓ નહી પરંતુ નાગરિકો હોવાથી સ્પેસવૉક કરશે પરંતુ સ્પેસ કેપ્સૂલથી દૂર જશે નહીં. સ્પેસવૉક માટે તમામ અંતરીક્ષ પ્રવાસીઓ સ્પેસએક્સ દ્વારા તૈયાર કરેલા સ્પેસસૂટ પહેર્યા હતા. આ ખાસ પ્રકારના સ્પેસ સૂટ ખતરનાક સ્પેસ માહોલ વચ્ચે રક્ષણ પૂરું પાડશે. જેરેડ ઇસાકમેન અને સ્પેસએક્સની સારા ગિલિસ વારાફરથી કેપ્સૂલની બહાર નીકળશે અને પોતાના સ્પેસ સૂટસનું પરીક્ષણ કરતાં રહેશે.
સ્પેસસૂટના વિકાસ તથા અન્ય ખર્ચ માટે ઇસાકમેન સાથે ઇલોન મસ્કની કંપનીએ ભાગીદારી કરી છે. જો કે કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવ્યું નથી. ઇસાકમેન દ્વારા નકકી કરવામાં આવેલા ત્રણ મિશનોમાં આ પ્રથમ છે જે 2.5 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું.
પાંચ દિવસનું મિશન પૂરું થયા પછી ફલોરિડાના કાંઠે સ્પેસ યાન ઉતરશે
સ્પેસવૉક અંતરીક્ષમાં ખૂબ જ હિંમત અને સાહસ ભરેલું કામ છે. 1965માં પ્રથમ વાર સોવિયત સંઘના અવકાશ વિજ્ઞાનીઓ દ્વારા સ્પેસ વૉક કરવામાં આવ્યું હતું. આજકાલ અંતરીક્ષ સ્પેસ સ્ટેશનની મુલાકાત જતા અંતરીક્ષ વિજ્ઞાનીઓમાં સ્પેસવૉક એક નિયમિત પ્રક્રિયા ગણાય છે. આ ટીમ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ વધારે ઊંચાઈએ જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્પેસ સ્ટેશન 400 કિમી દૂર છે જયારે ખાનગી ટૂરની ટીમ ૧૪૦૦ કિમીની ઉંચાઈએ જશે. પાંચ દિવસના અંતે ફલોરિડાના કાંઠે સ્પેસ યાન ઉતરશે તે સાથે જ મિશન પૂરું થશે. આ સાથે જ 1966માં નાસાના જેમિની પ્રોજેકટ દ્વારા સેટ કરવામાં આવેલા રૅકોર્ડને પણ તોડી નાખશે. અગાઉ આ ઊંચાઈએ એપોલો મિશનના 24 અંતરીક્ષયાત્રી જ હતા.