Googleની સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવા માટે ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
Googleની સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવા માટે ફોલો કરો આ સરળ સ્ટેપ્સ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 21 નવેમ્બર 2023 મંગળવાર

ગૂગલનો ઉપયોગ ઈન્ટરનેટ દ્વારા જાણકારીઓ મેળવવા માટે કરવામાં આવે છે. શું તમે જાણો છો કે ઈન્ટરનેટ પર જે કંઈ પણ સર્ચ કરવામાં આવે છે તેની હિસ્ટ્રી સિસ્ટમમાં હાજર રહે છે. 

જ્યાં સુધી તમે સર્ચ હિસ્ટ્રીને પોતે ડિલીટ ન કરી દો ત્યાં સુધી આ ડેટા હાજર રહે છે. જોકે એન્ડ્રોયડ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો ગૂગલ એપ અને ક્રોમ પર સર્ચ હિસ્ટ્રીને સરળતાથી ક્લીન કરી શકો છો.

Google App નો ઉપયોગ કરો છો તો હિસ્ટ્રીને ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે.

આ માટે સૌથી પહેલા ગૂગલ એપને ઓપન કરવુ પડશે.

હવે ટોપ રાઈટ સાઈડ પર પ્રોફાઈલ ઈમેજ પર ક્લિક કરવુ પડશે.

હવે Search history પર ટેપ કરવુ પડશે.

અહીં તમને Deleteનું ઓપ્શન નજર આવશે.

હવે ઓટો ડિલીટ, ડિલીટ ઓલ ટાઈમ કે ડિલીટ ટુડેના ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો.

ઓપ્શન સિલેક્ટ કરવાની સાથે ઈમેજ, ગૂગલ સર્ચ અને વીડિયો સર્ચને સિલેક્ટ કરી શકો છો.

જે બાદ નેક્સ્ટ પર ક્લિક કરવુ પડશે.

નેક્સ્ટ પેજ પર Deleteના ઓપ્શન પર ટેપ કરવુ પડશે.

Google Chromeનો ઉપયોગ કરો છો તો હિસ્ટ્રીને ડિલીટ કરવાનું ઓપ્શન મળે છે.

આ માટે સૌથી પહેલા ગૂગલ ક્રોમને ઓપન કરવુ પડશે.

હવે ટોપ રાઈટ સાઈડ પર 3 ડોટ પર ક્લિક કરવુ પડશે.

હવે History પર ટેપ કરવુ પડશે.

Clear Browsing Data પર ટેપ કરવુ પડશે.

હવે બ્રાઉઝિંગ હિસ્ટ્રીના બોક્સને ચેક કરવુ પડશે.

ટાઈમને સિલેક્ટ કરીને All Time પર ક્લિક કરી શકો છો.

જે બાદ Clear Data પર ટેપ કરવુ પડશે.


Google NewsGoogle News