Get The App

સૂર્ય મિશન આદિત્ય L1 એ કરી કમાલ, એવો ડેટા મોકલ્યો જે આખી દુનિયાને 'સંકટ'થી બચાવશે

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
Aditya L1


Aditya L1 Mission Findings: ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 અવકાશમાં અજાયબીઓ કરી રહ્યું છે. આદિત્ય L1એ એવો ડેટા પૃથ્વી પર મોકલ્યો છે જે માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ખતરાથી બચાવશે. સૂર્ય પર વારંવાર આગના તોફાનોને આવતા રહે છે. જેના કારણે પૃથ્વી અને તેના ઉપગ્રહોને નુકસાન પહોંચી શકે છે. ઈસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આદિત્ય L1 હવે સૌર વાવાઝોડાને કારણે સંભવિત જોખમ વિશે આગોતરી માહિતી આપશે. આદિત્ય L1 પર સાત ઈન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા છે જે સતત ડેટા એકત્ર કરી પૃથ્વીને મોકલતા રહે છે.

આદિત્ય L1નું કામ શા માટે ખાસ છે?

આદિત્ય L1માં વિઝિબલ એમિશન લાઈન કોરોનોગ્રાફ નામનું ઈન્સ્ટ્રુમેન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ કોરોનલ માસ ઇજેક્શનનો ચોક્કસ સમય કહે છે. સૂર્યના બાહ્ય પડ એવા કોરોનામાંથી બહાર આવતા ચાર્જ્ડ કણોના કારણે થતા વિસ્ફોટને સૌર તોફાન કહેવામાં આવે છે. તેનો અભ્યાસ સૌર મિશનના મુખ્ય ઉદ્દેશ્યોમાં સામેલ છે.

3 હજાર કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે અગનગોળા

CME એ સૂર્યના બાહ્ય પડમાંથી આવતા  અગ્નિના મોટા ગોળા છે. આગના આ ગોળા ચાર્જ થયેલા કણોથી બનેલા છે અને તેનું વજન એક ટ્રિલિયન કિલોગ્રામથી વધુ હોઈ શકે છે. જે 3 હજાર કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે. સૂર્યમાંથી ઉગતા અગનગોળાની દિશા કંઈપણ હોઈ શકે છે. તે પૃથ્વી તરફ પણ આવી શકે છે, જો કે તેની સંભાવના ઓછી છે.

આ પણ વાંચો: ખતરનાક! પૃથ્વીના પેટાળમાંથી આટલું પાણી ખેંચી લીધું, 20 વર્ષમાં પૃથ્વી ધરા પર 31 ઇંચ ઝૂકી ગઈ

સૂર્યનું બાહ્ય પળ કોરોના પૃથ્વીના હવામાનને કરે છે પ્રભાવિત 

જો આગનો આ ગોળો પૃથ્વી તરફ આગળ વધે તો તે 15 કલાકમાં જ પૃથ્વી સુધી પહોંચી જશે અને વિનાશ કરશે. આ સિવાય સૂર્યના બાહ્ય પડ, કોરોના પર ઉછળતી જ્વાળાઓ પૃથ્વીના હવામાનને પ્રભાવિત કરતી રહે છે. તેનાથી ઉત્પન્ન થયેલું મેગ્નેટિક ફિલ્ડ પૃથ્વી સાથે અથડાશે તો ઇલેક્ટ્રિક ગ્રીડ પણ ફેલ થઈ શકે છે. ઘણી વખત આ કારણે દક્ષિણ ધ્રુવ પર રંગબેરંગી અરોરા પણ દેખાય છે.

સૂર્યની ગતિવિધિઓ પર સતત નજર સ્થાપિત કર્યું આદિત્ય L1 

જો વધુ શક્તિશાળી કોરોનલ માસ ઇજેક્શન થાય છે, તો તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય ઈન્ટરનેટ અને અન્ય કોમ્યુનિકેશન સિસ્ટમને પણ નુકસાન થઈ શકે છે. 1859માં અત્યાર સુધીનું સૌથી મોટું સૌર વાવાઝોડું આવ્યું જેના કારણે ટેલિગ્રાફ લાઈનો બંધ થઈ ગઈ. આ વર્ષે 23 જુલાઈના રોજ કોરોનલ માસ ઇજેક્શન પણ થયું હતું. જો કે, તે નાસાની સોલર ઓબ્ઝર્વેટરી સ્ટીરિયો સાથે અથડાયું હતું. ભારતીય વૈજ્ઞાનિકોએ આદિત્ય L1ને એવી જગ્યાએ સ્થાપિત કર્યું છે જ્યાંથી તેઓ સૂર્યની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે.

સૂર્ય મિશન આદિત્ય L1 એ કરી કમાલ, એવો ડેટા મોકલ્યો જે આખી દુનિયાને 'સંકટ'થી બચાવશે 2 - image



Google NewsGoogle News