Get The App

ફિનલેન્ડની 100 મેગા વોટ સેન્ડ બેટરી કચરામાંથી જનરેટ કરશે પાવર, ક્લિન એનર્જી તરફ પ્રયાણ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
ફિનલેન્ડની 100 મેગા વોટ સેન્ડ બેટરી કચરામાંથી જનરેટ કરશે પાવર, ક્લિન એનર્જી તરફ પ્રયાણ 1 - image


Sand Battery: એનર્જી સ્ટોરેજ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ફિનલેન્ડની કંપની પોલાર નાઇટ એનર્જી ઇન્ડસ્ટ્રિયલ લેવલની સેન્ડ બેટરી વિષે ખૂબ ચર્ચામાં છે. આ પ્રોજેક્ટ દક્ષિણ ફિનલેન્ડના પોર્નાઇનમાં સ્થિત છે. આ થર્મલ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પાવર જનરેટ કરવા માટે સોપસ્ટોનનો ઉપયોગ કરે છે. સોપસ્ટોન એટલે કે પાવડરનો બનેલો પથ્થરનો ઉપયોગ એનર્જી જનરેટ કરવા માટે કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને તેને આવતાં વર્ષે શરૂ કરવામાં આવશે.

સેન્ડ બેટરી

આ પાવડર સામાન્ય પાવડર નથી હોતું, એમાં ગરમીને સાચવી રાખવાનો પદાર્થ હોય છે. આ માટે કંપની એક ફાયરપ્લેસ મેન્યુફેક્ચરિંગ કંપનીનો કચરો ઉપયોગમાં લે છે. આ પાવડરનો ઉપયોગ બેટરીમાં કરવામાં આવે છે અને તે થર્મલ એનર્જી જનરેટ કરે છે. આ એનર્જીનો ઉપયોગ Loviisan Lämpö ડિસ્ટ્રિક્ટ હીટિંગ નેટવર્કમાં કરવામાં આવશે. આ પ્રોસેસ દ્વારા પર્યાવરણને બચાવવાની સાથે કચરો દૂર કરીને તેમાંથી એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે.

સેન્ડ બેટરીની ક્ષમતા

આ સેન્ડ બેટરીમાં 2000 ટન સોપસ્ટોનનો સમાવેશ છે. પોર્નાઇનના ડિસ્ટ્રિક્ટ હીટિંગ નેટવર્ક માટે આ મુખ્ય પાવર સોર્સ છે. આ બેટરી એક મેગાવોટ પાવર જનરેટ કરે છે અને 100 મેગાવોટ કલાક (MWh) એનર્જી સ્ટોર કરી શકે છે. આ બેટરી 13 મીટર ઊંચી અને 15 મીટર પહોળી છે.

ફિનલેન્ડની 100 મેગા વોટ સેન્ડ બેટરી કચરામાંથી જનરેટ કરશે પાવર, ક્લિન એનર્જી તરફ પ્રયાણ 2 - image

ઇન્સ્ટોલેશન

સેન્ડ બેટરીને સોપસ્ટોનથી ભરવામાં આવી છે અને હવે તેની શિયાળાની પરીક્ષા કરવામાં આવશે. આ સેન્ડ બેટરી 2025માં શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટને બિઝનેસ ફિનલેન્ડના ન્યૂ ટેકનોલોજી એનર્જી એઇડ પ્રોગ્રામ દ્વારા ફંડ મળ્યું છે. આ ફંડના કારણે આ પ્રોજેક્ટને ખૂબ જ ફાયદો થયો છે અને નવી ટેકનોલોજી વિકસાવવામાં મદદ મળી છે.

સોપસ્ટોનના લાભ

સોપસ્ટોનમાં થર્મલ એનર્જી ઘણી સારી રીતે પ્રવાહિત થઈ શકે છે અને તેમાં ગરમીને સાચવવાની ખૂબ જ ક્ષમતા હોય છે. આ ગુણધર્મો આ સેન્ડ બેટરીમાં એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સેન્ડ બેટરીમાંથી એનર્જી ઘરો અથવા બિઝનેસ માટે મોકલવામાં આવે છે.

આ પણ વાંચો: એલિયનનો શિકાર કરવા માટે અમેરિકાએ બનાવી સિસ્ટમ, 2025માં થશે લોન્ચ

ક્લિન એનર્જી

સેન્ડ બેટરી સંપૂર્ણ રીતે કચરા પર આધારિત છે. આ એનર્જીને પરિવહન કરવા માટે કોઈ ઇંધણની જરૂર નથી પડતી. આ ટેક્નોલોજી ક્લિન એનર્જી તરફ એક પગલું છે. ફિનલેન્ડના એક ગામના ડિસ્ટ્રિક્ટમાં આ સેન્ડ એનર્જીનો પ્રોજેક્ટ સફળ રહેશે તો આ રીતે વધુ સેન્ડ બેટરી બનાવવામાં આવશે.


Google NewsGoogle News