Get The App

બ્રહ્માંડમાં મળી આવ્યો સૌથી ઝડપથી ફેલાતો બ્લેક હૉલ, રોજ એક સૂરજને ગળી રહ્યો છે

200થી 300 કરોડ સૂરજ સમાવી લેતા આ બ્લેક હૉલના કેન્દ્રનું તાપમાન છે 10 હજાર ડિગ્રી સેલ્સિયસ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
બ્રહ્માંડમાં મળી આવ્યો સૌથી ઝડપથી ફેલાતો બ્લેક હૉલ, રોજ એક સૂરજને ગળી રહ્યો છે 1 - image
Image Twitter 

બ્રહ્માંડમાં સૌથી ઝડપી ફેલાતો બ્લેક હૉલ મળી આવ્યો છે. આ દરરોજ એક સૂરજને પોતાનો ખોરાક બનાવી રહ્યો છે. આ બ્રહ્માંડની સૌથી ચમત્કારી ઘટના છે. તેનું કેન્દ્ર 7 પ્રકાશ વર્ષ પહોળું છે. તેમા 200થી 300 કરોડ સૂરજ સમાઈ શકે છે. જેમા કેન્દ્રનું તાપમાન 10 હજાર ડિગ્રી સેલ્સિયસ છે. 

એસ્ટ્રોનૉમર્સને બ્રહ્માંડનો સૌથી ઝડપી ફેલાતો બ્લેકહૉલ મળી આવ્યો છે. આ એટલો ઝડપી ફેલાઈ રહ્યો છે કે તે રોજ એક સૂરજને પોતાનો ખોરાક બનાવી રહ્યો છે. તે ખૂબ જ ભૂખ્યો છે, તેની આસપાસ જેટલા પણ ગ્રહ, આકાશગંગાઓ, સૂરજ, તારાઓ મળી રહ્યા છે, તે દરેકને ગળી જાય છે. એટલા માટે આ બ્રહ્માંડનો સૌથી વધારે ચમકનારો ઓબ્જેક્ટ બની ગયો છે. 

આ બ્લેક હૉલ વિશે હાલમાં જ Nature Astronomy જર્નલમાં રિસર્ચ પેપર પ્રકાશિત થયું હતું. ઓસ્ટ્રેલિયન નેશનલ યૂનિવર્સિટી (ANU)ના વિજ્ઞાનીઓ તેને સૌથી પહેલા જોયો હતો. આ વિજ્ઞાનીઓએ સાયકલ સ્પ્રિંગ ઓબ્જરવેટરીમાં લાગેલા ટેલિસ્કોપમાં આ ચમકદાર ક્વાસાર (Quasar)ને જોયો હતો. 

પ્રકાશને ધરતી પર પહોંચતા લાગે છે 120 કરોડ વર્ષ 

ત્યાં જવાનો મતલબ હતો પોતાની શોધની પુષ્ટિ કરવી. આ ક્વાસારથી નીકળતો પ્રકાશ ધરતી પર 120 કરોડ વર્ષે પહોંચે છે. પરંતુ ક્રિશ્ચિયનનું કહેવું છે કે આ બ્લેક હૉલ હકીકતમાં ખૂબ ઝડપી ફેલાઈ રહ્યો છે. જોકે તે ધરતીથી 200 કરોડ પ્રકાશ વર્ષ દુર છે. તેનું વજન આપણા સૂરજથી 170 કરોડ ઘણુ વધારે છે.

બ્લેક હૉલ એટલો મોટો છે કે 200 - 300 કરોડ સૂરજ સમાઈ જશે

કેટલીક વાર બ્લેક હૉલ એટલો મોટો હોય છે કે તેમા 200 થી 300 કરોડ સૂરજ સમાઈ શકે છે. બ્રહ્માંડમાં કેટલાય બ્લેક હૉલ છે, પરંતુ તેમની ભૂખ ઓછી હોય છે. તે ઓછા પદાર્થોને બહાર કાઢે છે અને ગળી જાય છે, તેમજ ગરમી અને રોશની બહાર કાઢે છે. ઓછા ચમકે છે, પરંતુ આ બ્લેક હૉલ વિશાલકાય, ચમકદાર, ગરમ અને રોશનીથી ભરપુર છે. 

આ બ્લેક હૉલનું કેન્દ્ર 7 લાખ પ્રકાશ વર્ષ પહોળું છે

બ્રહ્માંડમાંથી આટલી રોશની ખત્મ થયા બાદ પણ કેટલીક ચમકદાર વસ્તુઓ બચી જાય છે. આ વિશાળકાય બ્લેક હૉલની અંદર ચુંબકીય તોફાન ચાલી રહ્યું છે. આ તોફાન 7 લાખ પ્રકાશ વર્ષ પહોળું છે. તેનું તાપમાન 10 હજાર ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. કિશ્ચિયને જણાવ્યું કે અમારુ બ્રહ્માંડ કિશોરવસ્થામાં છે અને હજુ તેના શરીરમાં કેટલાય પ્રકારના ફેરફાર થશે. 


Google NewsGoogle News