Get The App

ફેમિલી ગ્રૂપ : સૌની સહિયારી ડિજિટલ લાઈફ

Updated: Mar 26th, 2025


Google News
Google News
ફેમિલી ગ્રૂપ : સૌની સહિયારી ડિજિટલ લાઈફ 1 - image


- yuf Ãkrhðkh íkhefu ykÃkýe ykuLk÷kRLk yuÂõxrðxeLkwt {uLkus{uLx Mknu÷wt çkLkkðíke Mkøkðz

ઉપર ‘ફેમિલી ગ્રૂપ’ વાંચીને તમે વોટ્સએપની કંઈક વાત હશે એમ ધારી લીધું હોય તો, સોરી, વાત એની નથી. વોટ્સએપમાં આપણા સૌનાં ફ્રેન્ડ્સ-ફેમિલી ગ્રૂપ હોય છે. પતિ-પત્ની બંને પક્ષે બહોળા પરિવારનાં ગ્રૂપ હોય, પરંતુ એમાં મૂળ પરિવાર કરતાં રાજકીય પક્ષો, ફિલ્મી પરિવારો અને ક્રિકેટ ટીમ્સની ચર્ચા વધુ ચાલતી હોય! આવાં બહોળાં ગ્રૂપ ઉપરાંત, એક ઘરમાં રહેતા બે-ત્રણ કે ચાર-પાંચ લોકોનું એક ગ્રૂપ પણ મોટા ભાગે હોય જ. આપણે અંદરોઅંદર શેર કરવા જેવી બધી વાતો કે ઇન્ટરનેટ પર ગમી ગયેલું કંઈ પણ એકમેક સાથે  શેર કરવા માટે વોટ્સએપનું એ ગ્રૂપ પરફેક્ટ છે.

એથી વિશેષ કંઈક શેર કરવાની વાત હોય ત્યારે વોટ્સએપના ગ્રૂપથી આગળ કશુંક વિચારવું પડે. ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ એ ત્રણેય મોટી, વિવિધ પ્રકારની સર્વિસ આપતી ટેક કંપની એ માટે આપણનેે ફેમિલી-ફોકસ્ડ શેરિંગની સગવડ આપે છે. ફક્ત વાતચીત કે કન્ટેન્ટના શેરિંગ માટે નહીં, આપણી વિવિધ પ્રકારની ઓનલાઇન એક્ટિવિટીના શેરિંગ માટેની સગવડ.

લગભગ આપણા સૌ પાસે એન્ડ્રોઇડ અને ગૂગલ એકાઉન્ટ છે, એટલે પહેલાં એના ફેમિલી શેરિંગની વાતો વિસ્તારથી કરીએ. પછી ક્યારેક એપલ અને માઇક્રોસોફ્ટનો વારો.

økqøk÷ yufkWLxÚke fuðe fuðe Vur{÷e MkŠðMkLkku ÷k¼ {¤u?

આપણે સૌ મોટા ભાગે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ તથા સૌનું ઓછામાં ઓછું એક ગૂગલ એકાઉન્ટ હોય છે. આથી પહેલાં ગૂગલની ફેમિલી ગ્રૂપ સર્વિસિસ વિશે થોડું વિસ્તારથી જાણીએ.

ગૂગલની ફેમિલી સર્વિસનો મુખ્યત્વે ત્રણ રીતે ઉપયોગ થઈ શકે છે. આ ત્રણેય બાબત એકમેકની બહુ નજીક છે, આથી તેનો ઉપયોગ કરવામાં ઘણા લોકો ગૂંચવાતા હોય છે, પણ આ ત્રણેય બાબતના હેતુ જુદા જુદા છે. આ ત્રણ સર્વિસ છેઃ

૧. ગૂગલ ફેમિલી ગ્રૂપ

પરિવારની કોઈ પણ એક વ્યક્તિ પોતાના ગૂગલ એકાઉન્ટની મદદથી ગૂગલમાં ફેમિલી ગ્રૂપ બનાવી શકે છે (જુઓ https://families.google/families/). આ ગ્રૂપમાં તે અન્ય પાંચ વ્યક્તિને ઉમેરી શકે છે. આ છએ છ વ્યક્તિ એક જ દેશમાં હોવી જરૂરી છે. ગૂગલ ફેમિલી ગ્રૂપનો એન્ડ્રોઇડ તથા આઇઓએસ ડિવાઇસમાં ઉપયોગ થઈ શકે છે તથા તે ગૂગલની વિવિધ સર્વિસનો એક ફેમિલી તરીકે ઉપયોગ કરવા માટે અનુકૂળ છે. ફેમિલી ગ્રૂપ બનાવ્યા પછી, ગૂગલની સર્વિસિસના ફ્રી અને પેઇડ એમ બંને પ્રકારના પ્લાનનો આપણે ફેમિલી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ.

ગૂગલ ફેમિલી ગ્રૂપનો મુખ્ય હેતુ ગૂગલની વિવિધ ફ્રી અને પેઇડ સર્વિસનો એક પરિવાર તરીકે સહિયારો ઉપયોગ સરળ બનાવવાનો છે. એ પછી ગૂગલ કેલેન્ડર તથા ગૂગલ કિપ જેવી સર્વિસનો એક ફેમિલી તરીકે ઉપયોગ થઈ, આખા ફેમિલી વચ્ચે એક જ પેમેન્ટ મેથડ સેટ કરી શકાય તથા ગૂગલ પ્લે સ્ટોરમાંની ખરીદી, યુટ્યૂબ પ્રીમિયમ, યુટ્યૂબ મ્યુઝિક વગેરેના સબસ્ક્રિપ્શનનો સહિયારો લાભ લઈ શકાય. ગૂગલ ફેમિલી ગ્રૂપ ફ્રી સર્વિસ છે અને તેમાં મા-બાપ અને બાળકો અથવા કોઈ પણ ૬ વ્યક્તિ જોડાઈ શકે છે.

૨. ગૂગલ ફેમિલી લિંક

ગૂગલ ફેમિલી લિંકનો મુખ્ય હેતુ પરિવારના બાળકોના એન્ડ્રોઇડ કે ક્રોમબુક ડિવાઇસના ઉપયોગમાં પેરેન્ટ્સને કંટ્રોલ આપવાનો છે (જુઓ https://families.google/intl/my/familylink/).

પેરેન્ટ્સ પોતાના તથા બાળકોના ડિવાઇસમાં ફેમિલી લિંકની ફ્રી એપ ઇન્સ્ટોલ કરી શકે છે અને પછી તેનો લાભ લઈ શકે છે.

આ સર્વિસની મદદથી મોટા ભાગે ૧૩ વર્ષથી નાનાં બાળકો અને અમુક દેશોમાં ૧૬ વર્ષથી નાનાં બાળકોનું પેરેન્ટની મંજૂરી પછી ગૂગલ એકાઉન્ટ ઓપન કરી શકાય છે. આ પછી બાળકને આપેલા તેના પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે ગૂગલ ક્રોમબુકમાં પેરેન્ટે પોતાનું ગૂગલ એકાઉન્ટ ઉમેરવાની જરૂર રહેતી નથી. બાળકનું જ ગૂગલ એકાઉન્ટ તેમાં ઉમેરીને પેરેન્ટ પોતાના ડિવાઇસમાંથી ફેમિલી લિંક એપથી બાળકના ઉપયોગ પર નિયંત્રણ કરી શકે છે.

ફેમિલી લિંક એપની મદદથી પેરેન્ટ બાળકોના ડિવાઇસનું રિઅલ ટાઇમ લોકેશન જોઈ શકે છે, તેમની ઓનલાઇન એક્ટિવિટીનો સમય કંટ્રોલમાં રાખી શકે છે તથા ચોક્કસ એપનો ઉપયોગ પણ નિયંત્રિત કરી શકે છે. ગૂગલ ફેમિલી ગ્રૂપ અને ફેમિલી લિંક બંનેનો સાથે ઉપયોગ કરી શકાય છે.

૩. ગૂગલ વન ફેમિલી પ્લાન

ગૂગલ ફેમિલી ગ્રૂપ અને ફેમિલી લિંક એપ એ બંને ફ્રી સર્વિસ છે. જ્યારે ગૂગલ વન ફેમિલી પ્લાન એ ગૂગલની પેઇડ સર્વિસ છે.

તમે કદાચ જાણતા હશો કે ગૂગલના દરેક ફ્રી એકાઉન્ટમાં આપણને કુલ ૧૫ જીબીની ફ્રી સ્પેસ મળે છે. આ ફ્રી સ્પેસમાં જીમેઇલ, ડ્રાઇવ અને ફોટોઝમાંની ફાઇલ્સને ગણતરીમાં લેવામાં આવે છે. આ સ્પેસ ભરાઈ જાય એ પછી આપણે ગૂગલ વન પ્લાનની મદદથી વધુ સ્ટોરેજ ખરીદવી પડે છે. તેમાં ૧૦૦ જીબી, ૨ ટીબી વગેરે સ્ટોરેજ ક્ષમતા ધરાવતા પ્લાનનું સબસ્ક્રિપ્શન ભરી શકાય છે.

૧૫ જીબીમાંથી સીધી ૧૦૦ જીબી સ્પેસ કોઈ એક વ્યક્તિ માટે કદાચ ઘણી વધુ થાય. આથી ગૂગલ આ પેઇડ પ્લાનમાં મળતી ૧૦૦ જીબીની કુલ સ્ટોરેજ એક પરિવારના કુલ ૬ સભ્યો વચ્ચે શેર કરવાની સગવડ આપે છે.

યાદ રહે કે તેમાં ૬ સભ્યોને અલગ અલગ ૧૦૦ જીબી સ્પેસ મળતી નથી. તેઓ સાથે મળીને કુલ ૧૦૦ જીબી સ્પેસનો ઉપયોગ કરી શકે છે.

ગૂગલ વન પેઇડ પ્લાન મેનેજ કરતી વ્યક્તિ ઇચ્છે તે અન્ય પાંચ વ્યક્તિને આ શેર્ડ સ્પેસનો લાભ આપી શકે છે. તેઓ એક જ ફેમિલીના હોવા જરૂરી નથી. આ છએ છ વ્યક્તિનું પોતાનું ગૂગલ ફ્રી એકાઉન્ટ હોય છે. આથી તેમને મળતી ૧૫ જીબીની ફ્રી સ્પેસ પૂરી થાય એ પછી તેઓ, છ સભ્યો વચ્ચે વહેંચાયેલી ૧૦૦ જીબી સ્પેસનો ઉપયોગ કરી શકે છે.

એ ધ્યાન આપશો કે તેઓ માત્ર સ્પેસનો સહિયારો ઉપયોગ કરે છે. ગ્રૂપમાં જોડાયેલી દરેક વ્યક્તિની ફાઇલ્સ એકબીજાથી ખાનગી રહે છે.

÷kufuþLk, Vkuxku-ðerzÞku{kt Mknu÷e heíku Vur{÷e þu®høkLkku ÷k¼ LkÚkeu

ગૂગલ મેપ્સમાં પરસ્પરની સંમતિ પછી થઈ શકતા લોકેશન શેરિંગ તથા ફોટોઝ એપમાં ફોટો-વીડિયો શેરિંગ વિશે આપણે ‘ટેકનોવર્લ્ડ’માં અગાઉ વિગતવાર વાત કરી છે. આપણે એવું માનીએ જે રીતે ગૂગલ કેલેન્ડર કે ગૂગલ કીપ સર્વિસમાં એક ક્લિકમાં ફેમિલી ગ્રૂપ સાથે શેરિંગ થઈ શકે છે (જુઓ નીચેનાં બોક્સ), એ જ રીતે ગૂગલ મેપ તથા ગૂગલ ફોટોઝ સર્વિસમાં પણ એક ક્લિકથી ફેમિલી ગ્રૂપના અન્ય સભ્યો સાથે શેરિંગ થવું જોઇએ.

પરંતુ એવું થતું નથી. નવાઈજનક રીતે ગૂગલની આ બંને એકદમ પોપ્યુલર સર્વિસ - મેપ્સ અને ફોટોઝ - માં એક ક્લિકમાં ફેમિલી ગ્રૂપ સાથે શેરિંગની સગવડ નથી. તમે ગૂગલ મેપમાં પોતાનું લોકેશન ફેમિલીના અન્ય સભ્યો સાથે શેર કરવા માગતા હો તો એ દરેક સભ્યને વ્યક્તિગત રીતે પસંદ કરીને તેમની સાથે લોકેશન શેરિંગ કરી શકાય છે. હા, જો ફેમિલી ગ્રૂપમાં બાળકો સામેલ હોય કે તમે ફેમિલી લિંક એપનો ઉપયોગ કરતા હો, તો બાળકોનાં લોકેશન તમારી સાથે આપોઆપ શેર થાય છે.

ગૂગલ ફોટોઝની વાત કરીએ તો, તેમાં જીવનસાથી સાથે, તમે લીધેલા અને બેકઅપ થયેલા બધા ફોટોઝ ઓટોમેટિકલી શેર કરવાની સગવડ છે. પરંતુ ફેમિલી ગ્રૂપ શેરિંગ જેવી કોઈ વ્યવસ્થા તેમાં નથી. આપણે કોઈ એક ફોટો, વીડિયો કે આલ્બમ વ્યક્તિગત રીતે અલગ અલગ ફેમિલી મેમ્બર્સને સિલેક્ટ કરીને તેમની સાથે શેર કરી શકીએ છીએ.

હા, લાઇવ આલબમની સગવડ તેમાં થોડી જુદી પડે છે. ફેમિલીના ચોક્કસ સભ્યો ધરાવતા બધા ફોટો-વીડિયોનું એક કોમન ‘લાઇવ આલબમ’ બનાવી શકાય છે, આ લાઇવ આલબમને આપણે પરિવારના સભ્ય (કે અન્ય કોઈ પણ વ્યક્તિ) સાથે શેર કરી શકીએ છીએ. જે તે વ્યક્તિ સામેલ હોય તેવા નવા ફોટોગ્રાફ આ આલબમમાં આપોઆપ ઉમેરાય છે.  અલબત્ત આ બધું પણ વ્યક્તિગત રીતે શેર થાય છે. ફેમિલીની રીતે નહીં.

yk¾k Vur{÷e {kxu WÃkÞkuøke fku{Lk, þuzo fu÷uLzh

વેકેશન નજીક આવે અને આપણે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ શરૂ કરીએ ત્યારે સૌથી પહેલી ચિંતા, પરિવારના દરેક સભ્યોને અનુકૂળ તારીખ શોધવાની હોય!

સ્કૂલ-કોલેજમાં વેકેશન ક્યારેય શરૂ થશે, પપ્પા-મમ્મી બંને જોબ કરતાં હોય તો એ ક્યારે રજા લઈ શકશે, એ દરમિયાન નજીકના સગાસંબંધીઓનો કોઈ પ્રસંગ આવે છે કે કેમ એ બધું જોઈ તપાસીને આપણે ટૂર માટે બુકિંગ કરી શકીએ.

જો પોતાનું ગૂગલ ફેમિલી ગ્રૂપ બનાવ્યું હોય તો ગૂગલ કેલેન્ડરની મદદથી આ પ્રકારનું પ્લાનિંગ સહેલું બને.

આપણે ફેમિલી ગ્રૂપ બનાવીએ એ સાથે દરેક મેમ્બરના ગૂગલ કેલેન્ડરમાં ‘ફેમિલી’ નામનું એક નવું કેલેન્ડર ઉમેરાય છે. દરેક વ્યક્તિ પોતાને કઈ તારીખો અનુકૂળ છે કે નહીં તે આ ફેમિલી કેલેન્ડરમાં નોંધી શકે. અન્ય પારિવારિક પ્રસંગોની નોંધ પણ આ ફેમિલી કેલેન્ડરમાં કરી શકાય. એ પછી દરેક વ્યક્તિ પોતપોતાના ફોનમાં કે પીસી પર, પોતપોતાના ગૂગલ કેલેન્ડરમાં ફેમિલી કેલેન્ડરમાં આ બધું જોઈ તપાસી શકે!

feÃk{ktLke LkkuxTMk, þku®Ãkøk r÷MxLkwt Vur{÷e þu®høk

સરળ છતાં ઘણી પાવરફુલ નોટ-કીપિંગ એપ તરીકે આપણે ‘ટેકનોવર્લ્ડ’માં ‘ગૂગલ કીપ’ સર્વિસનો અગાઉ પરિચય મેળવી ચૂક્યા છીએ. તેમાં આપણે શોપિંગ લિસ્ટ બનાવી શકીએ કે ધ્યાનમાં રાખવા જેવા કોઈ પણ મહત્ત્વના મુદ્દા નોટ તરીકે નોંધી શકીએ.

દરેક નોટ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરી શકાય. જેમ કે શોપિંગ લિસ્ટ જીવનસાથી કે અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કર્યું હોય તો દરેક વ્યક્તિ પોતાના ફોન કે પીસીમાં કીપ સર્વિસમાં એ સહિયારું શોપિંગ લિસ્ટ જોઈ શકે. દરેક વ્યક્તિએ એ લિસ્ટમાંની પોતે ખરીદી ચીજવસ્તુને પેલા સહિયારા શોપિંગ લિસ્ટમાં ટિક કરી દે. લિસ્ટ સૌ વચ્ચે કોમન હોય - આથી બીજી વ્યક્તિ બાકીની વસ્તુઓ ખરીદવા પર ધ્યાન આપી શકે.

આપણે ફેમિલી ગ્રૂપ બનાવ્યું હોય તો ગૂગલ કીપમાં કોઈ નોટ કે શોપિંગ લિસ્ટ બનાવ્યા પછી તેને એક ક્લિકમાં પોતાના ફેમિલી ગ્રૂપ સાથે શેર કરી શકીએ. આથી ફેમિલી ગ્રૂપમાંની બધી વ્યક્તિ પોતપોતાના ડિવાઇસમાં એ નોટ કે શોપિંગ લિસ્ટ જોઈ શકે છે.

MkrnÞkhe Ãku{uLx {uÚkz, rzrsx÷ ÷kRçkúuhe íkÚkk rðrðÄ MkçkrM¢ÃþLk Ãký MkrnÞkhkt

અગાઉ ઇન્ટરનેટ પરનું આપણું બધું કામકાજ કે એપ્સનો ઉપયોગ ફ્રી સર્વિસિસથી ચાલી જતો હતો. હવે આપણે વિવિધ પ્રકારના ડિજિટલ કન્ટેન્ટની ઓનલાઇન ખરીદી કરતા થયા છીએ (વાસ્તવિક ચીજવસ્તુઓની ઓનલાઇન ખરીદી કરતાં આ અલગ બાબત છે).

કોમન પેમેન્ટ મેથડ

ગૂગલ એકાઉન્ટની મદદથી ગૂગલ પ્લે સ્ટોરમાંથી ખરીદી કરવા માટે કે પ્લે સ્ટોરમાંથી ખરીદેલી એપમાં ડિજિટલ કન્ટેન્ટ ખરીદવા માટે આપણે સૌ પોતપોતાના ગૂગલ એકાઉન્ટમાં પેમેન્ટ મેથડ સેટ કરતા હોઇએ છીએ. તેમાં આપણે પોતાના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો સેવ કરી રાખીએ તો ઓનલાઇન ખરીદી સહેલી બની જાય.

ગૂગલ ફેમિલી ગ્રૂપમાં આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

તેમાં પણ ફેમિલી મેનેજ કરતી વ્યક્તિ આખું ફેમિલી ઉપયોગ કરી શકે તેવી એક પેમેન્ટ મેથડ સેટ કરે છે અને પરિવારના અન્ય સભ્યોને તેની મદદથી ખરીદી કરવાની સગવડ આપે છે. ફેમિલી ગ્રૂપ મેનેજ કરતી વ્યક્તિ ઇચ્છે તો પોતે મંજૂરી આપે પછી જ પરિવારની અન્ય વ્યક્તિ ખરીદી કરી શકે તેવું સેટિંગ કરી શકે. ફેમિલી ગ્રૂપની મુખ્ય વ્યક્તિ ગૂગલ પ્લે ઓર્ડર હિસ્ટ્રીમાં જઇને પરિવારની દરેક વ્યક્તિએ ક્યારે કઈ ખરીદી કરી તે તપાસી શકે છે.

ફેમિલી લાયબ્રેરી

એક વાર આ રીતે ફેમિલી ગ્રૂપ માટે પેમેન્ટ મેથડ સેટ થઈ જાય, એ પછી આપણે પોતાની પ્લે સ્ટોર એપમાં સેટિંગ્સમાં જઇને ફેમિલી લાયબ્રેરી ક્રિએટ કરી શકીએ છીએ. એ માટે તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર એપ ઓપન કરો. તેમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો. જે મેનૂ દેખાય તેમાં લાયબ્રેરીનો એક ઓપ્શન દેખાશે. આ લાયબ્રેરી તમારી પોતાની વ્યક્તિગત લાયબ્રેરી છે. તેમાં જવાને બદલે પ્લે સ્ટોર એપના સેટિંગ્સમાં જાઓ. તેમાં ફેમિલીનો વિકલ્પ દેખાશે. તેને એક્સપાન્ડ કરી, ‘સાઇનઅપ ફોર ફેમિલી લાયબ્રેરીમાં જાઓ’. સાઇનઅપ કર્યા પછી, ફેમિલી ગ્રૂપ તરીકે તમે પ્લે સ્ટોરમાંથી જે કોઈ એપ્સ, ગેમ્સ કે બૂક વગેરેની ખરીદી કરો તે અહીં જોવા મળશે અને પરિવારના કોઈ એક સભ્યે કરેલી ખરીદીનો લાભ એ ગ્રૂપમાં સામેલ અન્ય ફેમિલી મેમ્બર લઈ શકશે.

શેર્ડ સબસ્ક્રિપ્શન

ગૂગલ પ્લે સ્ટોરમાંથી થતી ખરીદીની જેમ યુટ્યૂબ કે યુટ્યૂબ મ્યુઝિક જેવી સર્વિસનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવામાં આવે તો તેનો પણ ફેમિલી ગ્રૂપ તરીકે સૌ સભ્યો લાભ લઈ શકે છે.

Tags :