Facebook: 20 વર્ષનું થયું ફેસબુક, માર્ક ઝકરબર્ગે શેર કર્યો 2004નો પ્રોફાઈલ ફોટો
4 ફેબ્રુઆરી 2004માં માર્ક ઝકરબર્ગે Facebookને લોન્ચ કર્યુ હતું
આજે દુનિયાભરમાં 3 અબજથી વધારે લોકો facebookનો ઉપયોગ કરી રહ્યા છે.
Image Facebook |
Facebookને 20 વર્ષ પુરા થઈ ગયા છે. 4 ફેબ્રુઆરી 2004માં માર્ક ઝકરબર્ગે Facebookને લોન્ચ કર્યુ હતું. ફેસબુકની શરુઆત 'thefacebook.com'ની સાથે કરવામાં આવી હતી. જે પછીથી તેને ફેસબુક કરવામાં આવ્યું હતું. આજે દુનિયાભરમાં 3 અબજથી વધારે લોકો facebookનો ઉપયોગ કરી રહ્યા છે.
4 ફેબ્રુઆરી 2004માં માર્ક ઝકરબર્ગે Facebookને લોન્ચ કર્યુ હતું
ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે ફેસબુકને 20 વર્ષ પૂરા થવા પર તેનો 20 વર્ષ જુનો પ્રોફાઈલ ફોટો શેર કર્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પણ એક ફોટો શેર કર્યો છે, જેમા બે તસવીરો છે, પહેલી તસવીર 20 વર્ષ જુની છે અને બીજી ગઈકાલ એટલે કે રવિવારની છે.
માર્ક ઝકરબર્ગે ફેસબુકને 20 વર્ષ પૂરા થયા પછી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેમા તેમણે લખ્યું છે કે, 20 વર્ષ પહેલા મેં એક વસ્તુ લોન્ચ કરી હતી. જેમા કેટલાય લોકો જોડાયા હતા અને તેને એક અદ્ભૂત વસ્તુ બનાવી દીધી છે. આજે પણ અમે તેને હજુ વધારે સારી બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.