Facebook યૂઝર બનાવી શકશે પોતાના અનેક એકાઉન્ટ, મલ્ટીપલ પર્સનલ પ્રોફાઈલ ફીચરની જાણો ખાસિયત

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
Facebook યૂઝર બનાવી શકશે પોતાના અનેક એકાઉન્ટ, મલ્ટીપલ પર્સનલ પ્રોફાઈલ ફીચરની જાણો ખાસિયત 1 - image


Image : freePik

નવી દિલ્હી,તા. 23  સપ્ટેમ્બર 2023, શનિવાર 

ફેસબુકની માલિકીની કંપની મેટાએ ફેસબુક માટે મલ્ટીપલ પર્સનલ પ્રોફાઈલ ફીચર લોન્ચ કર્યું છે, જેની મદદથી યુઝર્સ  ફેસબુક એપ પર મલ્ટિપલ પ્રોફાઈલ બનાવી શકશે અને પોતાની ફીડને કસ્ટમાઇઝ પણ કરી શકશે. 

ફેસબુકનું કહેવું છે કે, આ ફીચર વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવ્યું છે. કેટલાક યુઝર્સને આ સુવિધા મળી છે. આવનારા મહિનાઓમાં આ સુવિધા વિશ્વભરના યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

એક સમયે કેટલી પ્રોફાઇલ બનાવી શકાય છે?

ફેસબુક અનુસાર, અગાઉ, ફેસબુક પર બીજી પ્રોફાઇલ ખોલવા માટે, વ્યક્તિએ લોગ ઇન કરવું પડતું હતું પરંતૂ મલ્ટીપલ પ્રોફાઇલ ફીચર હેઠળ, તમે એક સમયે માત્ર 4 પ્રોફાઇલ બનાવી શકશો અને સરળતાથી સ્વિચ કરી શકશો. આ માટે તમારે વારંવાર લોગ ઇન કરવાની જરૂર નહીં પડે. 

આ સિવાય ફેસબુકના આ ફીચરથી તમે સરળતાથી જાણી શકશો કે, તમે કોની સાથે કંટેટ શેર કર્યું છે. ફેસબુકના મલ્ટીપલ પર્સનલ પ્રોફાઈલ ફીચરની સૌથી સારી વાત એ છે કે, તમારે અલગ-અલગ પ્રોફાઈલ માટે વારંવાર લોગઈન કરવાની જરૂર નથી.

આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે

  • ફેસબુકના પ્રોફાઈલ સેક્શનમા જાઓ.
  • અહીં સૌથી ઉપર તમને પ્રોફાઇલ ક્રિએટનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
  • તમારું નામ એન્ટર કરો. 
  • હવે તમે જે મિત્રોને નવી પ્રોફાઇલમાં એડ કરવા માંગો છો તેને પસંદ કરો.
  • આમાં તમે ગ્રૂપ અને પેજ પણ એડ કરી શકો છો જેને તમે ફોલો કરો છો.
  • આ પછી તમારી પ્રોફાઇલ બની જશે.

મલ્ટીપલ પર્સનલ પ્રોફાઇલ ફીચરના ફાયદા

  • ફેસબુકના મલ્ટીપલ પર્સનલ પ્રોફાઈલથી હવે તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની પોસ્ટ અલગ-અલગ રાખી શકશો. 
  • તમે તમારા પરિવારના સભ્યો અને ખાસ મિત્રોને એક પ્રોફાઇલમાં ઉમેરી શકો છો.
  • અન્ય પ્રોફાઇલમાં તમે તમારી સાથે ક્રાઉડને ઉમેરી શકો છો.
  • ફેસબુકના આ ફીચરથી તમે સરળતાથી જાણી શકશો કે, તમે કોની સાથે કંટેટ શેર કર્યું છે.

Google NewsGoogle News