ફેસબુકનો લોગો ચેન્જ થયો, મેટા કંપની દ્વારા ગ્લિચ હોવાનું સ્વીકારવામાં આવ્યું

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ફેસબુકનો લોગો ચેન્જ થયો, મેટા કંપની દ્વારા ગ્લિચ હોવાનું સ્વીકારવામાં આવ્યું 1 - image

Facebook Icon Change: ફેસબુકનો આઇકન ઘણાં યુઝર માટે ચેન્જ થઈ ગયો છે. વાઇટ અને બ્લુ આઇકનની જગ્યાએ હવે બ્લુ અને બ્લેક આઇકન થઈ ગયો છે. પહેલાં ફેસબુકનો ‘f’ આઇકન બ્લુ બેકગ્રાઉન્ડની અંદર વાઇટ કલરનો હતો. જોકે નવા આઇકનમાં બ્લેક બેકગ્રાઉન્ડમાં ‘f’નો કલર બ્લુ થઈ ગયો હતો.

આ આઇકન ફેસબુકની ભૂલને કારણે થયો છે. જોકે એની અસર દરેકને નથી થઈ, પરંતુ કેટલાક યુઝરને જ થઈ છે. મેટા કંપનીએ આ માટે ગ્લિચ હોવાનું પણ સ્વીકાર્યું છે. આ ગ્લિચને લઈને સોશ્યલ મીડિયા પર ઘણાં યુઝર્સ દ્વારા ભડાસ કાઢવામાં આવી હતી. એવી પણ ચર્ચા ચાલી હતી કે ફેસબુક ફરી રિબ્રાન્ડિંગ કરી રહી છે.

આ પણ વાંચો: Xનો ઉપયોગ કરનારને થશે એક દિવસનો 7.4 લાખ દંડ, બ્રાઝિલમાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર

ફેસબુકનો લોગો ચેન્જ થયો, મેટા કંપની દ્વારા ગ્લિચ હોવાનું સ્વીકારવામાં આવ્યું 2 - imageઘણાં યુઝરને એવું પણ લાગ્યું હતું કે ફેસબુક નવા ફીચર પર કામ કરી રહ્યુ છે અને એથી આ એનું ટીઝર છે. જોકે એવું કંઈ જ નથી. મેટા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ‘આ પ્રોબ્લેમ ટેક્નિકલ ઇશ્યુને કારણે થયો હતો અને હવે એનો ઉકેલ આવી ગયો છે. યુઝર જ્યારે તેમની એપ્લિકેશનને અપડેટ કરશે ત્યારે આ ઇશ્યુ સોલ્વ થઈ જશે.’


Google NewsGoogle News