ફેસબુક-ઇન્સ્ટ્રાગ્રામમાં વીડિયો સ્કેમ્સનો સામનો કરતાં નવાં ટૂલ્સ આવે છે
- VuMkçkwf - RLMxkøkúk{{kt ðerzÞku MfuBMkLkku Mkk{Lkku fhíkkt Lkðkt xqÕMk ykðu Au
- yuykR
ykÄkrhík MfuBMk hkufðkLke Lkðe fkurþþ
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર દુનિયાભરના અનેક લોકો અત્યંત એક્ટિવ હોવાને કારણે
આ બંને પ્લેટફોર્મ પર સ્કેમસ્ટર્સ અને હેકર્સ પણ ખાસ્સા એક્ટિવ રહેતા હોય છે. આ
લોકો જાતભાતની ટ્રિક અજમાવીને લોકોને સાણસામાં ફસાવીને કારસા કરતા રહે છે. એમાં
હવે તેમને એઆઇની મદદ મળી છે. આ કારણે તેમની ટ્રિક્સ વધુ ને વધુ સ્માર્ટ બનતી જાય
છે. લોકોને છેતરવાના અવનવા લેટેસ્ટ ટ્રેન્ડથી અજાણ લોકો તેમાં સહેલાઈથી ભેરવાઈ પડે
છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પ્લેટફોર્મ પર સેલિબ્રિટીઓના બનાવટી પ્રોફાઇલ, ઇમેજ તથા વીડિયોની મદદથી લોકોને છેતરવાનાં આવાં સ્કેમ લાંબા સમયથી ચાલે છે.
એઆઇની મદદથી જાણીતી સેલિબ્રિટી કોઈ ચોક્કસ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની સલાહ
આપતા હોય એવા વીડિયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર
વાયરલ થતા રહે છે અને લોકો તેમાં ફસાતા રહે છે. આપણે અગાઉ ટેકનોવર્લ્ડમાં આવા ફેક વીડિયો વિશે
વિગતવાર વાત કરી ગયા છીએ. જાણીતા ટીવી ન્યૂઝ એન્કર તથા યોગી આદિત્યનાથ કે અરવિંદ
કેજરીવાલ જેવી જાણીતી વ્યક્તિ ડાયાબિટીસ કે ઘૂંટણના દુઃખાવાના રામબાણ ઇલાજની વાત કરતા હોય એવા
તદ્દન બનાવટી વીડિયોનું દૂષણ ખાસ્સું વધ્યું છે.
આ બધું ધ્યાનમાં લઈને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ એઆઇ તથા
ફેસ રેકગ્નિશનની મદદ લઇને આવા બનાવટી વીડિયોના દૂષણનો સામનો કરવા માટે નવાં ટૂલ
વિકસાવ્યાં છે.
આવું એક ટૂલ જાણીતી વ્યક્તિઓના ચહેરાનો ઉપયોગ કરીને કરવામાં આવતા સ્કેમ ઓળખવા
માટેનું છે. જ્યારે બીજું ટૂલ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના હેક થયેલા એકાઉન્ટ પર મૂળ
વ્યક્તિને ફરી કંટ્રોલ આપવા વિશેનું છે.
પહેલાં ટૂલનો લાભ લઇને, ખાસ કરીને, જાણીતી વ્યક્તિઓ તેમના ચહેરાનો કોઈ વીડિયો કે ઇમેજમાં ખોટી રીતે ઉપયોગ સામે
પ્રોટેક્શન મેળવી શકે છે.
બીજા ટૂલમાં પોતાનું એકાઉન્ટ હેક થયા પછી વ્યક્તિ વીડિયો સેલ્ફીની મદદથી
વેરિફિકેશન કરીને પોતાના એકાઉન્ટ પર ફરી કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરી શકે છે.
મેટા અત્યારે આ બંને ટૂલનું સમગ્ર યુરોપમાં ટેસ્ટિંગ કરી રહી છે. થોડા સમયમાં
તે આપણા દેશમાં પણ આવી જાય તેવી શક્યતા છે.