Get The App

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ફરી થયા કાર્યરત, એક કલાક સુધી યુઝર્સને સર્જાઈ હતી સમસ્યા

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ફરી થયા કાર્યરત, એક કલાક સુધી યુઝર્સને સર્જાઈ હતી સમસ્યા 1 - image

Facebook Instagram Down : ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવાર રાત્રે (5 ફેબ્રુઆરી 2024) અંદાજિત 9 વાગ્યા આસપાસ અચાનક ડાઉન થઈ ગયા હતા. યુઝર્સના ફેસબુક એકાઉન્ટ્સ ઓટોમેટિક લોગઆઉટ થઈ ગયા હતા. જોકે હવે એક કલાક બાદ ફેસબુક બરાબર કામ કરી રહ્યું છે. તો ઈન્સ્ટાગ્રામની સર્વિસિઝ ધીરે ધીરે કામ કરવાનું શરૂ કરી રહી છે. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે આ સમસ્યા કયા કારણે સર્જાઈ હતી. બંને એપ દુનિયાના અનેક ભાગોમાં બંધ થઈ હતી. લોકો X પર સતત ટ્વિટ કરીને ફરિયાદ કરી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.

ફેસબુકે જાહેર કર્યું સ્ટેટમેન્ટ

ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરાયું હતું. કંપનીએ કહ્યું હતું કે, 'અમને આ વાતની માહિતી છે કે લોકોને ફેસબુક સર્વિસ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.'

કેટલાક X અને Youtube યુઝર્સને પણ થઈ હતી સમસ્યા

Downdetector ડેટાને જોઈએ તો ભારતીય સમય અનુસાર, રાત્રે 9:30 વાગ્યે X, Youtube અને Google Servicesમાં પણ સમસ્યાઓ આવી રહી હતી. જોકે તમામ લોકોને આ સમસ્યા નથી આવી.

X પર લોકોએ કરી ફરિયાદ, મજા પણ લીધી

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થવાથી લાખો યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર #FacebookDown ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સ #FacebookDown અને #InstagramDown જેવા હેશટેગ સાથે X પર ટ્વિટ કરી રહ્યા છે.

જાણિતી એપ્સ ડાઉન થયા બાદ ટ્વિટર પર મીમ્સની ભરમાળ જોવા મળી છે. લોકો જબરા ટ્વિટ કરી રહ્યા છે.


Google NewsGoogle News