ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉન થવા અંગે કંપનીનું નિવેદન આવ્યું સામે
Facebook Insta Down : Metaની કેટલીક સર્વિસ હાલ ડાઉન થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ કામ નથી કરી રહ્યા છે. અનેક લોકોના ફેસબુક એકાઉન્ટ્સથી લોગઆઉટ થઈ રહ્યા છે, જ્યારે ઈન્ટાગ્રામના અનેક ફીચર્સ કામ નથી કરી રહ્યા.
મંગળવાર (5 માર્ચ 2025)ના 9 વાગ્યા આસપાસથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ દુનિયાના અનેક દેશોમાં બંધ થઇ છે. લોકો હાલ X પર સતત ફરિયાદ કરી રહ્યા છે.
Downdetectorના અનુસાર Metaની સર્વિસ ભારતીય સમય અનુસાર રાત્રે 9:10 વાગ્યાથી ખોરવાઈ છે. મોબાઈલ એપ સહિત વેબ સર્વિસ પણ એક્સે નથી થઈ રહી. ફેસબુક એપ પણ કામ નથી કરી રહી.
ફેસબુકે જાહેર કર્યું સ્ટેટમેન્ટ
ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તરફથી સ્ટેટમેન્ટ આવી ગયું છે. કંપનીએ કહ્યું છે કે, અમને આ વાતની માહિતી છે કે લોકોને ફેસબુક સર્વિસ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.