Get The App

ચીન નહીં, હવે ભારત! અમેરિકાને આઇફોન અને લેપટોપમાં 20%નો ફાયદો

Updated: Apr 14th, 2025


Google News
Google News
ચીન નહીં, હવે ભારત! અમેરિકાને આઇફોન અને લેપટોપમાં 20%નો ફાયદો 1 - image


India Benefited from American Tariff Policy: અમેરિકા માટે હવે ચીન કરતાં ભારતમાંથી આઇફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને લેપટોપ્સ ઍક્સપોર્ટ કરવાનું સસ્તું પડશે. ભારતમાંથી ઍક્સપોર્ટ કરવા માટે હવે અમેરિકાને 20%નો ફાયદો થશે. ઇન્ડિયન સેલ્યુલર ઍન્ડ ઈલેક્ટ્રોનિક્સ ઍસોસિએશનના જણાવ્યા મુજબ, અમેરિકાએ કેટલીક ઈલેક્ટ્રોનિક્સ આઇટમ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાંથી મુક્તિ આપી છે. આ નિર્ણયને કારણે હવે દરેક દેશને એનો ફાયદો થશે અને અમેરિકાને પણ.

ઈલેક્ટ્રોનિક્સ આઇટમને છૂટકારો

અમેરિકાની સરકાર દ્વારા શનિવારે તેમની ટેરિફ પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો હતો. એ અનુસાર, લેપટોપ, મોબાઇલ અને ટેબ્લેટ્સ જેવી કેટલીક ઈલેક્ટ્રોનિક્સ આઇટમને ટેરિફમાંથી છૂટકારો આપવામાં આવ્યો હતો. આથી ભારત અને વિયેતનામને ચીનની સરખામણીમાં ટેરિફમાં 20%નો ફાયદો થયો છે. આ વિશે ઇન્ડિયન સેલ્યુલર ઍન્ડ ઈલેક્ટ્રોનિક્સ ઍસોસિએશનના ચેરમેન પંકજ મોહિન્દ્રુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'ચીન પર હજી પણ આઇફોન, લેપટોપ, ટેબ્લેટ અને વોચ પર 20% ટેરિફ છે. ચીન પર જે વધારાનો ટેરિફ હતો તે કાઢવામાં આવ્યો છે, પરંતુ બાકીના ટેરિફ હજુ પણ છે. જોકે, ઇન્ડિયા પર આઇફોન, સ્માર્ટફોન, લેપટોપ્સ અને ટેબ્લેટને અમેરિકા ઍક્સપોર્ટ કરવા માટે ઝીરો ટેરિફ છે. વિયેતનામ દ્વારા અમેરિકામાં ઍક્સપોર્ટ કરવામાં આવતા તમામ સેમસંગ મોબાઇલ, અન્ય સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ પર પણ ઝીરો ટેરિફ છે. આથી ચીનની સરખામણીએ ભારત અને વિયેતનામને 20%નો ફાયદો છે.'

એપલના ફાયદા માટે કરવામાં આવેલ બદલાવ

ઇન્ડિયન સેલ્યુલર ઍન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનમાં એપલ, ફોક્સકોન અને ડિક્સન જેવી તમામ કંપનીઓના મેન્યુફેક્ટરિંગ યુનિટનો સમાવેશ થાય છે. અમેરિકા દ્વારા આ પોલિસીમાં જે બદલાવ કરવામાં આવ્યો તે એપલના ફાયદા માટે કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જો આ બદલાવ કરવામાં નહીં આવે, તો અમેરિકાની જનતાને આઇફોન ખરીદવું મોંઘું પડ્યું હોત. આથી પોતાના લોકોને ધ્યાનમાં રાખીને, અમેરિકા દ્વારા તેમની પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. એપલ હવે ભારત પાસેથી આઇફોન ઇમ્પોર્ટ કરવા પર વધુ ફોક્સ કરી રહ્યું છે. તેમ જ આઇફોનની ઈકોસિસ્ટમ દ્વારા ભારતમાં ખૂબ વધુ પ્રમાણમાં રોજગારી ઊભી કરવામાં આવી રહી છે.

નિકાસમાં થયો વધારો

2024-25માં મોબાઇલ ફોનનો ઍક્સપોર્ટ બે લાખ કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કરી ચૂક્યો છે. 2023-24માં આ આંકડો 1.29 લાખ કરોડ રૂપિયા હતો, જેમાં 55%નો વધારો થયો છે. યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ કહે છે કે તમામ ઍક્સપોર્ટમાં 1.5 લાખ કરોડ ફક્ત આઇફોનના ઍક્સપોર્ટનો હિસ્સો છે.

ચીન નહીં, હવે ભારત! અમેરિકાને આઇફોન અને લેપટોપમાં 20%નો ફાયદો 2 - image

ભારત અને ચીન માટે ચિંતાનો વિષય હતો

ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા જ્યારે ટેરિફ વોર શરુ કરવામાં આવી ત્યારે ભારત અને ચીન બંને માટે ચિંતાનો વિષય હતો. એપલના પ્રોડક્શન પ્લાન ચીન અને ભારતમાં છે, તેથી એપલ આ બંને દેશો પર નિર્ભર છે. ચીન અને અમેરિકા બંનેમાંથી કોઈ એક પણ પાછી પાની કરવાના મૂડમાં નથી. જોકે, અમેરિકાએ ભારત તરફ સારું વલણ બતાવ્યું છે, કારણ કે તે તેમના પોતાના દેશ માટે ફાયદાકારક છે. ભારતને સ્માર્ટફોન, લેપટોપ, હાર્ડ ડ્રાઇવ, અને ફ્લેટ પેનલ મોનિટર સહિત કેટલીક સેમિકન્ડક્ટર ચીપ પર મુક્તિ આપવામાં આવી છે, જોકે મેન્યુફેક્ચરિંગમાટે જરૂરી સાધનો અને અન્ય સેમિકન્ડક્ટર્સ પર વધુ ટેરિફ મૂકવામાં આવ્યો છે. આ વિષય પર પંકજ મોહિન્દ્રુએ જણાવ્યું છે કે, 'હવે ભારતને વધુ નુકસાન થઈ શકે એવા સંકેત નથી. આ સમય આવી ગયો છે કે ભારત હવે લાંબા ગાળાના ધ્યાને રાખીને ચીનની સમકક્ષ પહોંચવાની તૈયારી કરે. છેલ્લા ઘણાં અઠવાડિયાથી ઉથલપાથલ થઈ રહી છે. આ માટે ઘણો બદલાવ જોવા મળશે, પરંતુ આપણે ધાર્યું હતું એટલું નુકસાન નથી થયું.'

ઇન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ ઍન્ડ સેમિકન્ડક્ટર ઍસોસિએશન શું કહે છે?

ઇન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ ઍન્ડ સેમિકન્ડક્ટર ઍસોસિએશનના ચેરમેન અશોક ચંદકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'એક રીતે જોવામાં આવે તો આ ટેરિફ વોર માત્ર ભારત સાથે એક એડજસ્ટમેન્ટ છે, કોઈ મોટો બદલાવ નથી. આ સમય દુનિયાની ઘણી મોટી કંપનીઓ માટે પોતાનું મેન્યુફેક્ચરિંગ ભવિષ્ય પ્લાન કરવાની તક છે. દરેક દેશ ભારતને પસંદ કરે તે માટે સરકાર દ્વારા પગલાં લેવાનો આ યોગ્ય સમય છે.'

મોબાઇલ અને કોમ્યુટિંગ ઉદ્યોગનો ફાયદો અમેરિકા સ્માર્ટફોન અને કોમ્યુટિંગ ડિવાઇસમાં 250 બિલિયન ડૉલરનું વાર્ષિક રોકાણ કરે છે, જેમાંથી 30% ચીનમાંથી આયાત થાય છે. ભારતમાંથી 12 બિલિયન ડૉલરની મશીનરી આયાત થાય છે. હવે તે આંકડો વધે તે માટેનો સમય આવી ગયો છે. અશોક ચંદકે કહ્યું, 'ભારતના બિઝનેસ માટે તેમના કામને વધુ પ્રગતિ કરવા અને ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં વધુ દબદબો સ્થાપિત કરવાનો આ મહત્ત્વનો સમય છે. હવે દરેક પ્રોડક્શન બમણું કરી દેવું જોઈએ.'

લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ સમય

ભારતીય ઉદ્યોગ આ ટેરિફ વોર પર ઘણાં સમયથી નજર રાખી રહ્યું છે. જ્યારે પોલિસી નક્કી થાય તેવા સંજોગોની રાહ જોવામાં આવી હતી, જે હવે શનિવારે ફાઇનલ કરવામાં આવી છે. હવે આ સમય લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ટેકઆર્કના કો-ફાઉન્ડર અને ચીફ એનાલિસ્ટ ફૈઝલ કવૂસાએ જણાવ્યું હતું કે, 'કોઈ પણ દેશ માટે, ભલે તે અગત્યની હોય, રાતોરાત કોઈ પણ વસ્તુ ઊભી કરવી શક્ય નથી. આપણે છેલ્લા ઘણાં વર્ષોથી આપણી ક્ષમતા દુનિયાભરના દેશો સામે રજૂ કરી છે. તેથી એપલ જેવી કંપનીઓ માટે ભારતમાં વિકાસ નિશ્ચિત છે.'

આ પણ વાંચો: બ્રેસ્ટ કેન્સરને ધીમું કરતી દવાને મળી મંજૂરી: જાણો કેમ આ દવા છે ગેમ ચેન્જર

આત્મનિર્ભર થવા માટે તૈયારીની જરૂર

કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના વાઇસ-પ્રેસિડન્ટ નિલ શાહે કહ્યું, 'સ્માર્ટફોનનું મેન્યુફેક્ચરિંગ અને ખાસ કરીને આઇફોનનું મેન્યુફેક્ચરિંગએ મેરેથોન રેસ છે, 100 મીટરની રેસ નહીં. આ માટે લાંબા ગાળાનું પ્લાનિંગ અને વિવિધ ઈન્સેન્ટિવ પ્લાનની જરૂર છે.'

Tags :