Get The App

અંતરિક્ષમાં જનારા લોકોના શરીર પર કેવી થાય છે અસર? સ્ટડીમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
અંતરિક્ષમાં જનારા લોકોના શરીર પર કેવી થાય છે અસર? સ્ટડીમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ 1 - image
Image Twitter 

Research on astronauts :  ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ હાલમાં સ્પેસમાં ફસાયેલી છે. નાસાનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેનું ઠેકાણું બની ગયું છે. આ દરમિયાન અંતરિક્ષ યાત્રી પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે, અવકાશ યાત્રાથી શરીર પર શું શું અસર થાય છે. આ અભ્યાસ પ્રમાણે  અવકાશ યાત્રાથી પેટની અંદરના અંગોમાં એવા ફેરફારો થઈ શકે છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિ અને પાચન તંત્રને અસર કરી શકે છે.

સંશોધકોનું કહેવું છે કે, પરિણામો એ સમજવામાં મદદ કરે છે કે, લાંબા સમયગાળાના અંતરિક્ષ અભિયાન  અવકાશયાત્રીઓના સ્વાસ્થ્યને કેવી અસર કરી શકે છે. આ અભ્યાસ ભવિષ્યની અવકાશ યાત્રા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોની આગેવાનીમાં એક ટીમે ત્રણ મહિનાના સમયગાળા માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ગયેલા ઉંદરનો આંતરડા, ગુદામાર્ગ અને લીવરમાં થયેલા ફેરફારોનું વિશ્લેષણ કરવા માટે આનુવંશિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અથવા અન્ય અવકાશ એજન્સીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગમાં સ્થાપિત ISS એ પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેલું એક અવકાશયાન છે. આ એક વિશિષ્ટ વિજ્ઞાન પ્રયોગશાળા છે, અને અવકાશ પ્રવાસીઓનું ઘર છે.

લેખકોએ આંતરડાના બેક્ટેરિયામાં થતાં ફેરફારો શોધી કાઢ્યા

અધ્યયનના લેખકોએ આંતરડાના બેક્ટેરિયામાં એવા ફેરફારો શોધી કાઢ્યા હતા, જે ઉંદરના યકૃત અને આંતરડાના જીનમાં ફેરફારો દર્શાવે છે. તેના પરથી ખ્યાલ આવે છે, કે અવકાશ યાત્રા રોગપ્રતિકારક શક્તિ પર દબાણ આવી શકે છે અને ખોરાકને પચાવવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે. NPJ બાયોફિલ્મ્સ એન્ડ માઇક્રોબાયોમ્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં લેખકોએ લખ્યું છે કે, આ ક્રિયાઓ આંતરડા-યકૃત, મેટાબોલિક સિસ્ટમ્સ અને રોગપ્રતિકારક પરિબળોને અસર કરતા સંકેતોના આપે છે. આ ગ્લુકોઝ અને લિપિડ્સ (ચરબી) ના રેગ્યુલેશનને પ્રેરિત કરે તેવી સંભાવના રાખે છે.

આ પરિણામો ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે

સંશોધકોએ કહ્યું કે, આ અભ્યાસના પરિણામો ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે. આ સુરક્ષા ઉપાયો વિકસાવવામાં મદદ કરશે. આ ઉપરાંત ચંદ્રમાં પર લાંબા સમય સુધી રહેવાથી લઈને મંગળ પર માનવ મોકલવા સુધીના ભવિષ્યના સ્પેસ મિશનની સફળતામાં પણ તેનો ફાયદો મળશે. 


Google NewsGoogle News