8 સપ્ટેમ્બરે યુરોપિયન એજન્સીનું જૂનો સેટેલાઈટ પૃથ્વી પર પડશે, જાણો શું છે સંભવિત ખતરો?

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
satellite Salsa to re-enter Earth


Satellite Salsa to re-enter Earth: યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)નો એક જૂનો સેટેલાઇટ હવે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. તે 8 સપ્ટેમ્બર 2024 ના રોજ વાતાવરણમાં ફરી રી-એન્ટ્રી કરશે. આ સેટેલાઇટ અંદર આવતાની સાથેજ સળગવા લાગશે. 

સ્પેસ એજન્સી આ સેટેલાઇટને નિયંત્રિત રીતે પૃથ્વી પર છોડી રહી છે, જેથી અવકાશમાં  આના કારણે કચરો ન ફેલાય. લક્ષ્ય દક્ષિણ પેસિફિક મહાસાગર છે. જો બધું બરાબર રહેશે તો તે પેસિફિક મહાસાગરમાં પડશે. સાલસા સેટેલાઇટ લગભગ 1.30 લાખ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી પર પહોંચશે. 

ગયા વર્ષે, આ જ એજન્સીએ Aeolus  વેધર સેટેલાઇને નિયંત્રિત રીતે પૃથ્વી પર છોડ્યો હતો. આ રીતે સેટેલાઈટને પૃથ્વી પર લાવવાને ગાઈડેડ રી-એન્ટ્રી કહેવાય છે. જેથી તે વસ્તીવાળા વિસ્તારોમાં ન આવે.

ચાર એક સરખા સેટેલાઇટ અવકાશમાં મોકલાયા હતા 

8 સપ્ટેમ્બરે યુરોપિયન એજન્સીનું જૂનો સેટેલાઈટ પૃથ્વી પર પડશે, જાણો શું છે સંભવિત ખતરો? 2 - image

યુરોપિયન સ્પેસ એજન્સીએ વર્ષ 2000થી સતત ચાર સરખા સેટેલાઇટને અવકાશમાં મોકલ્યા હતા. તેમના નામ છે- સાલસા, રંબા, ટેંગો અને સામ્બા. આ બધાનું નામ અલગ-અલગ જાન્સ ફોર્મમાં રાખવામાં આવ્યું છે. તેમનું કામ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર નજર રાખવાનું છે. આ ચારનું એક ક્લસ્ટર અવકાશમાં રચાયું હતું.

2 વર્ષની લાઇફ હતી

કલસ્ટરની લાઇફ માત્ર 2 વર્ષની હતી, પરંતૂ સાલસાને છોડીને આ બધા સેટેલાઇટ અત્યારે પણ કામ કરી રહ્યાં છે. ચારેયે લગભગ 24 વર્ષ સુધી કામ કર્યું. ડેટા મોકલતા રહ્યાં. હજુ ત્રણ સેટેલાઇટ ડેટા મોકલી રહ્યા છીએ. અવકાશ એજન્સીએ 2002માં ચાર સેટેલાઇટના ક્લસ્ટરોને સત્તાવાર રીતે નિવૃત્ત જાહેર કર્યા હતા. ચારેયને અવકાશમાં ફરવા માટે છોડી દેવામાં આવ્યા હતા.

કોઇ અકસ્માત ના થાય તે માટે થઇ રહી છે ગાઇડેડ રી-એન્ટ્રી 

અવકાશમાં કચરાના વધતા જથ્થાને ધ્યાનમાં રાખીને કોઈપણ અકસ્માતને ટાળવા માટે માર્ગદર્શિત રી-એન્ટ્રી કરવામાં આવી રહી છે. જેથી અવકાશમાં કોઈપણ પ્રકારનો કચરો છોડ્યા વિના સેટેલાઇટ પૃથ્વી પર પાછો આવી શકે. કારણ કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉલ્કા પિંડની ટક્કર કરતાં ઉપગ્રહનો ટુકડો પૃથ્વી સાથે અથડાવાનો મોટો ખતરો છે. તેથી, તેમના જોખમને ઘટાડવા માટે, તેમને આ રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવે છે.

આ પણ વાંચો: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને માઇક્રોસોફ્ટના આઉટેજને લઈને સતત કમેન્ટ કરતાં ઇલોન મસ્કનું જ X થયું ડાઉન


Google NewsGoogle News