Get The App

એકવીસમી સદીના પચીસમા વર્ષમાં પ્રવેશ ખરેખર હેપ્પી ટેક ન્યૂ યર !

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
એકવીસમી સદીના પચીસમા વર્ષમાં પ્રવેશ ખરેખર હેપ્પી ટેક ન્યૂ યર ! 1 - image


- yk ð»ko{kt yLku ykøkk{e ËMk-ÃktËh ð»ko{kt ykÃkýu fuðk VuhVkhku òuEþwt íkuLkk Ãkh yuf Lksh

એકવીસમી સદીના પચીચસા વર્ષમાં આપણે પ્રવેશ કરી લીધો છે! આ સદીના પ્રારંભથી કમ્પ્યૂટર, ઇન્ટરનટ અને પછી સ્માર્ટફોને આપણા જીવનને ગજબનું બદલી નાખ્યું. આ બધાં સાધનો વિના  આપણે કેવી રીતે જીવતા હતા એની કલ્પના જેન ઝી તો ઠીક, જેન વાય પણ કરી શકે તેમ નથી. ઇલેક્ટ્રિસિટી જેવો જ બદલાવ આઇટીથી આવ્યો છે એમ કહીએ તો ખોટું નથી, પણ મોટો તફાવત ગતિનો છે.

તેમ છતાં, આઇટીમાં પણ પાછલાં દસેક વર્ષથી પરિવર્તનની ગતિ ધીમી પડી હતી. સ્માર્ટફોન, સોશિયલ મીડિયા વગેરેમાં કોઈ ધમાકેદાર ફેર નહોતો.

એવો ફેર આવ્યો પાછલાં ફક્ત બે વર્ષમાં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)આપણા જીવનમાં લાંબા સમયથી ઘૂસી ગઈ હતી, આપણે તેનો સીધો ઉપયોગ પણ કરવા લાગ્યા હતા, ફક્ત તેની સાથે આપણો સીધો કોન્ટેક્ટ નહોતો. હવે એઆઇ ચેટિંગ સાથે એ પણ શક્ય બન્યું છે.

ઘણે અંશે સ્થગિત થઈ ગયેલા ટેક જગતમાં એઆઇથી અચાનક, ફરી બહુ તેજ ગતિએ પરિવર્તનો આવવા લાગ્યાં છે.

આ નવા વર્ષમાં અને ખાસ તો આવતાં પાંચ-દસ વર્ષમાં આપણે કેવા ફેરફારો જોઈશું તેની થોડી વાત કરીએ.

òíku s rLkýoÞku ÷E ÷u íkuðe yuykR

જનરેટિવ એઆઇ તરીકે જાણીતી એઆઇ આપણે પૂછીએ તે સવાલોના સીધા, સ્પષ્ટ જવાબો આપે છે. આપણે કહીએ તે પ્રકારનું કન્ટેન્ટ પણ તે તૈયાર કરી આપે છે. પરંતુ આવનારા વર્ષોમાં ‘એજન્ટિક એઆઇ’ના નવા ફોર્મેટની બોલબાલા રહેશે. આ પ્રકારની એઆઇ ઓટોનોમસ રીતે ડેટાનું એનાલિસિસ કરીને જાતે જ નિર્ણયો લઈ શકશે. ‘ઓટોમેટેડ’ અને ‘ઓટોનોમસ’નો તફાવત બરાબર સમજવા જેવો છે.  ઓટોમેટેડ પદ્ધતિમાં, પહેલેથી નિશ્ચિત માપદંડો પ્રમાણે આપોઆપ કામ થાય છે, જ્યારે ‘ઓટોનોમસ’ પદ્ધતિમાં સ્થિતિ અનુસાર, તત્ક્ષણ, જે જરૂરી હોય તે નિર્ણયો કરવામાં આવે છે!

[khu íkhV MkuLMkMkoLkkt ò¤kt

ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બંને ટેક્નોલોજી હવે નજીક આવી રહી છે. હવે ઘણી મોટી ઓફિસમાં, સેમિનાર હોલમાં કોઈ વ્યક્તિ ન હોય તો ત્યાંની લાઇટ્સ આપોઆપ ઓફ થાય એવી સિસ્ટમ્સ આવી ગઈ છે. આગામી વર્ષોમાં ઓફિસ, ઘર, ફેક્ટરી, મોલ વગેરે બધી જ જગ્યાએ સ્માર્ટ ટેગ્સ અને સેન્સર્સનાં જાળાં રચાશે, જે જાતભાતની માહિતી એકઠી કરતાં રહેશે. એઆઇ તેનું એનાલિસિસ કરશે અને તેને આધારે યોગ્ય નિર્ણયો કરશે. મોલની વાત કરીએ તો લોકો ફક્ત ટહેલતા રહે છે કે ખરીદી કરે છે, શું ખરીદી કરે છે, ક્યાંથી ખરીદી કરે છે... વગેરે તપાસીને એ મુજબ લોકોને જુદાં જુદાં ડિસ્કાઉન્ટ ઓફર થઈ શકે છે!

ðkMíkrðf-yk¼kMke ËwrLkÞk yuf Úkþu

આ એક એવું ફીલ્ડ છે, જેના પર લાંબા સમયથી કામ ચાલે છે અને મેટા જેવી કંપનીએ તેના પર બહુ મોટાં સપનાં જોયાં છે. વર્ચ્યુઅલ રિઆલિટી, ઓગમેન્ટેડ રિઆલિટી અને એક્સ્ટેન્ડેડ રિઆલિટીના આ કન્સેપ્ટમાં વાસ્તવિક અને આભાસી દુનિયાની વિવિધ બાબતોની ભેળસેળ કરવાનો પ્રયાસ છે. એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, મેટા વગેરે બધી કંપની આ હરીફાઇમાં છે, પરંતુ આ વર્ષે જ મેટાના ઇન્ટરનેટ કનેક્ટેડ સ્માર્ટ ગ્લાસિસમાં ડિસ્પ્લે પણ ઉમેરાઈ જવાની શક્યતા છે. મેટાના ગ્લાસ એકદમ પ્રેક્ટિકલ છે, આપણે રોજ પહેરીએ તેવા ચશ્મા જેવા જ તે હોવાથી, જો કિંમત ઘટશે તો ઉપયોગ જબરો વધશે એ નક્કી છે.

Võík ykurVMk ðfo Lknª, çkÄwt s nkRrçkúz

હજી હમણાં સુધી ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો ઘણો ખરો આધાર બે-ત્રણ બાબતો પર હતો - કમ્પ્યૂટર, સ્માર્ટફોન અને સર્વર્સ. ફક્ત આ ત્રણ બાબત એકમેક સાથે કનેક્ટેડ હતી, પરંતુ હવે જુદાં જુદાં અનેક સાધનો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા લાગ્યાં છે. કારથી માંડીને પબ્લિક ગાર્ડનમાંની લાઇટ્સ કે ઘરમાંનાં ફ્રીજ-વોશિંગ મશીન ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા લાગ્યાં છે. ઘર-ઓફિસની ભેદરેખા જેમ એકદમ ભૂંસાવા લાગી છે, તેમ ઇન્ટરનેટની મદદથી કામ કરવા માટેનાં સાધનો પણ કમ્પ્યૂટર કે સ્માર્ટફોનથી ક્યાંય આગળ વધશે. આગળ જતાં આખેઆખા ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, પર્સનલ કમ્પ્યૂટર્સ વગેરેમાં હાલ કરતાં મોટા ફેરફાર થવાની પૂરી શક્યતા છે.

õðkuLx{ fBÃÞqxMko Mkk{u xfu íkuðk ÃkkMkðzo

અત્યારે ઉપયોગમાં લેવાતી પાસવર્ડ કે એન્ક્રિપ્શનની પદ્ધતિઓ જડબેસલાક નથી. તેમાં એક જ વાતનું આશ્વાસન છે કે વિવિધ બાબતને અનલોક કરવા માટેની ચાવી શોધવામાં અત્યારનાં સુપર કમ્પ્યૂટર્સને પણ વર્ષો લાગી શકે છે. પરંતુ હવે ક્વોન્ટમ કમ્પ્યૂટર્સના આગમન સાથે, પાસવર્ડ કે એન્ક્રિપ્શન કીનો જબરજસ્ત તેજ ગતિએ અડસટ્ટો લગાવી શકાશે, આથી તે સલામત રહેશે નહીં. આવતાં પાંચેક વર્ષમાં જ અત્યારની પદ્ધતિઓ તદ્દન અસલામત બની જવાનો ભય છે. આથી ક્રિપ્ટોગ્રાફી - પાસવર્ડ કે એન્ક્રિપ્શનના નિષ્ણાતો ક્વોન્ટમ કમ્પ્યૂટર્સ પણ જેને તોડી ન શકે એવાં તાળાં-ચાવી બનાવવામાં લાગ્યા છે.

¾kuxe {krníkeLkk swðk¤Lkku ¾íkhku

હજી હમણાં સુધી આપણી ટેકદુનિયાને માત્ર હેકર્સ તરફથી ખતરો રહ્યો છે, આવનારા સમયમાં એઆઇ તરફથી પણ ખતરો વધશે! એક તરફ હેકર્સ પોતે એઆઇનો દુરુપયોગ કરવા લાગ્યા છે અને ‘ડીપફેક’નું દૂષણ સતત વધી રહ્યું છે, બીજી તરફ, અધકચરી જાણકારી ધરાવતા અનેક ‘સામાન્ય’ લોકો પણ એઆઇની મદદથી મનફાવે તેવું વિવિધ પ્રકારનું કન્ટેન્ટ જનરેટ કરી શકશે અને લોકો સાચા-ખોટાની પરખ કરવાની ઝંઝટમાં પડ્યા વિના તેને ફોરવર્ડ કરતા રહેશે. અત્યારે તો મૂળ એઆઇ પોતે જ સંપૂર્ણ સચોટ પરિણામ આપે તેવી ખાતરી નથી, આથી ખોટી માહિતીનો રીતસર જુવાળ ઊભો થવાની પણ શક્યતા છે!

yuykR Ãkh ytfwþ hk¾ðkLke fkurþþ

અત્યારે દુનિયામાં એઆઇ રેસ શરૂ થઈ છે. તેને કારણે બે-ત્રણ પ્રકારના ખાસ ખતરા છે. જો એઆઇ ખરેખર વધુ ને વધુ સ્માર્ટ બનશે, તે સચોટ પરિણામો આપશે તો માત્ર આઇટી નહીં, અનેક જોબ્સ ખતરામાં આવી જશે એ નક્કી છે. પચીસેક વર્ષથી રાજ કરતા ખુદ ગૂગલ સર્ચ એન્જિનની ‘નોકરી’ પણ હવે ખતરામાં છે. જો એઆઇ ગફલત કરતી રહેશે તો ઉપર લખ્યા મુજબ ઇન્ટરનેટની વિશ્વસનીયતા હજી વધુ જોખમાશે. ત્રીજી તરફ, એઆઇને કારણે ઊર્જાનો ઉપયોગ એટલો તોતિંગ રીતે વધી રહ્યો છે કે ગ્રીન એનર્જીથી માંડ થાળે પડી રહેલી ઊર્જાની કટોકટી નવેસરથી ઊભી થશે. દુનિયાના આગળ પડતા દેશોની સરકારે આ નવા ‘ત્રાસવાદ’ સામે લડવું પડશે.

{kLkð{øksLku çknuíkh çkLkkððkLke {Úkk{ý

આ નવાઇ લાગે એવી વાત છે, પણ નિષ્ણાતો માને છે કે હવેના સમયમાં એઆઇ સામે ટકી રવા માટે માનવ બુદ્ધિને બહેતર બનાવવાની મથામણ શરૂ થશે અને એ માટે પણ ટેક્નોલોજીનો જ ઉપયોગ કરવામાં આવશે! અત્યારે ઓફિસ એમ્પ્લોઇની કુશળતા વધારવા વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થાય છે, તેમ ભવિષ્યમાં ‘બાઇડિરેક્શનલ બ્રેઇન-મશીન ઇન્ટરફેસિસ’ની મદદથી માણસના મનમાં ચાલતી પ્રક્રિયાઓ સમજીને તેને સુધારવા-વધારવાનો પ્રયાસ થશે. નિષ્ણાતો માને છે કે આવતાં પાંચેક વર્ષમાં ત્રીસેક ટકા જેટલા નોલેજ વર્કર્સ આ જ રીતે પોતાની ક્ષમતા વિક્સાવીને એઆઇ સામે રીલેવન્ટ રહેવાની કોશિશ કરશે!

ykÃkýk SðLkLku MkeÄk MÃkþoíkk VuhVkhku

M{kxo Mk[o

આ વર્ષ ઇન્ટરનેટ સર્ચની દૃષ્ટિએ સીમાચિહ્ન રૂપ બને તો નવાઈ નહીં. છેલ્લાં પચીસેક વર્ષથી આપણને નાનીમોટી બધી વાતમાં ગૂગલને શરણે જવાની આદત પડી છે. ગૂગલ સર્ચમાં પણ મોટા ફેરફાર થયા નથી, પરંતુ હવે ચેટજીપીટીમાં જ સર્ચની સુવિધા ઉમેરાઈ ગઈ છે. ગૂગલમાં કંઈક સર્ચ કર્યા પછી પણ વિવિધ વેબપેજ ફેંદવા જવું પડે, જ્યારે એઆઇ સર્ચમાં સીધા જવાબ મળે છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ પણ ૨૦૨૫ની શરૂઆતમાં ગૂગલ સર્ચમાં ‘અસાધારણ ફેરફાર’ થવાની વાત કરી છે. આપણી સર્ચની રીત  બદલાશે તો બીજું ઘણું બદલાશે.

M{kxo ðfoo

ચારે તરફ એઆઇના જુવાળ વચ્ચે, આ વર્ષે આપણા પર ‘વધુ સ્માર્ટ રીતે’ કામ કરવાનું દબાણ વધશે. હજી હમણાં સુધી આપણે એમ માનતા રહ્યા કે ટેક્નોલોજી અને ઓટોમેશનને કારણે ‘એકસરખું, બીબાંઢાળ’ કામ કરતા લોકોની નોકરી જશે, ‘સ્માર્ટ, ક્રિએટિવ’ કામ કરતા લોકોને િચંતા નથી. પરંતુ હવે એવું રહ્યું નથી. આપણે હવે એઆઇ સાથે સીધી સ્પર્ધા કરવાની છે.

લગભગ દરેક ક્ષેત્ર - રસોઈ સુદ્ધાં - માં એઆઇ પગ ફેલાવી રહી છે એ જોતાં આપણે પોતાના ફીલ્ડમાં સારી રીતે ટકી રહેવા માટે નવી આવડત સતત કેળવવી પડશે. અગાઉ એવું મનાતું કે આઇટીમાં સતત અપડેટ રહેવું પડે, પણ હવે ધીમે ધીમે બધાં ફીલ્ડમાં આપણે ટ્રેડમીલ પર આવી ગયા છીએ. ચાલવું પૂરતું નથી, સતત દોડવું પડશે!

M{kxo rzðkRrMkMk

એકવીસમી સદીના આરંભથી સ્માર્ટફોન અને કમ્પ્યૂટર્સ બંનેએ આપણું જીવન ધરમૂળથી બદલી નાખ્યું, પણ પાછલાં દસ-પંદર વર્ષથી આ બંને સાધનોમાં ખાસ કોઈ મોટા ફેરફાર થયા નથી. હવે એઆઇને સહારે, ટેક કંપનીઓ તેમાં કંઈક ‘હટકે’ કરવાની ફીરાકમાં છે. વેરેબલ, પણ સ્માર્ટફોન સાથે કનેક્ટેડ ડિવાઇસમાં ફીટનેસ બેન્ડ, સ્માર્ટ વોચ અને સ્માર્ટ રિંગ આવ્યાં પણ દરેકની પોતપોતાની મર્યાદા છે. તેમાં મેટાના સ્માર્ટ ગ્લાસિસ આ વર્ષથી નવા જ પ્રકારે ઇન્ટરનેટના ઉપયોગની તક આપે તેવી શક્યતા છે. સામે એપલ પણ આ વર્ષે સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સમાં આવી રહી છે.


Google NewsGoogle News