તમારો મોબાઈલ બાળકોને આપો છો? હા... તો અત્યારે જ ઓન કરી દો 5 સેટિંગ, કારણ પણ જાણો

આજકાલ બાળકો તેમનો મોટાભાગનો ખાલી સમય સ્માર્ટફોન પર વિતાવે છે

બાળકોના હાથમાં મોબાઈલ આવવાથી ઈન્ટરનેટ પર પોર્ન સાઈટો સુધી પણ પહોંચવા માટે સરળ બની ગયું

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
તમારો મોબાઈલ બાળકોને આપો છો? હા... તો અત્યારે જ ઓન કરી દો 5 સેટિંગ, કારણ પણ જાણો 1 - image
Image Envato 

Make Phone safe for kids: આજકાલ બાળકો તેમનો મોટાભાગનો ખાલી સમય સ્માર્ટફોન પર વિતાવે છે. ફોનની મદદ બાળકો પોતાના ઓનલાઈન ક્લાસ કરી શકે છે, પરંતુ બાળકો ફોનમાં જાણે અજાણે એવી સાઈટોને ઓપન કરતાં હોય છે, જે તેમના માટે જોખમી છે. આજે બાળકોના હાથમાં મોબાઈલ આવવાથી ઈન્ટરનેટ પર પોર્ન સાઈટો સુધી પણ પહોંચવા માટે સરળ બની ગયું છે. જેના કારણે તે ખોટા રસ્તા પર જવાનું જોખમ પણ ખૂબ જ વધી જાય છે.  તેના માટે તમારા ફોનમાં 5 સેટિંગ કરવા જરુરી છે. જ્યારે તમે બાળકોને સ્માર્ટફોન આપો ત્યારે તેને ઈનેબલ કરી શકો છો.

મોટાભાગના ફોનમાં પેરન્ટલ કંન્ટ્રોલનું ઓપ્શન આપવામાં આવે છે. આ ફીટર માતા-પિતા માટે ખૂબ જ કામનું સાબિત થઈ શકે છે. આ ફીચરને ઓન કરીને તમે ચેક કરી શકો છો કે બાળકો સ્માર્ટફોન પર કઈ એપનો ઉપયોગ કરી શકે છે, તેમજ કઈ વેબસાઈટ જોઈ શકે છે, તેમજ કઈ વસ્તુ  તેમના માટે યોગ્ય છે. 

કન્ટેન્ટ ફિલ્ટર ફીચર દ્વારા ખરાબ વેબસાઈટ, એડલ્ટ કન્ટેન્ટ અને બીજી ખરાબ વસ્તુઓને જોતા રોકી શકાય છે. તેનાથી બાળકો ભુલથી પણ ખરાબ વસ્તુઓ જોઈ નહીં શકે, જે તેમના માટે સારુ નથી. આ ફીચર પ્રોટેક્શનની એક એક્સટ્રા લેયર આપે છે. 

સર્ચ ઓપ્શન વેબ બ્રાઉઝર અને સર્ચ એન્જિન હોય છે. આ ફીચર વેબ બ્રાઉજિંગ કરતા સમયે કામ આવે છે, તેને ચાલુ કર્યા પછી જ્યારે બાળકો કોઈ પણ સર્ચ કરશે, તો તેને માત્ર ઉમરના હિસાબે પ્રમાણે સાચી વસ્તુ જોવા મળશે. માતા-પિતા બાળકોને ફોન આપતાં પહેલા તેને ઈનેબલ કરી શકે છે. 

કેટલીક એપ લોકેશન, કોન્ટેક્ટ અને ફોટો જેવી ચીજોને દેખતા જ પરમિશન માંગે છે. તમે આ પરમિશનને ચેક કરી અને માત્ર જરુરી પરમિશન આપો છો. તો બાળકોની માહિતી સુરક્ષિત રહેશે. પેરેન્ટસ આ ફીચરને બાળકોને ફોન આપતાં પહેલા ઓન કરી શકે છે. 

આ ફીચરની મદદથી તમે એ સેટ કરી શકો છો કે બાળકો એક દિવસમાં કેટલા કલાક ફોનનો ઉપયોગ કરી શકે છે. તેનાથી બાળકોના ફોન પર વધારે સમય વિતાવવાની આદત નહીં પડે અને તેની આંખોને આરામ મળશે. 


Google NewsGoogle News