ઈલોન મસ્કની 'X'ની યુઝર્સને મોટી ભેટ, કંપની લાવી જબરદસ્ત ફીચર, આપશે વોટ્સએપને ટક્કર

એક્સ (X)ના એન્જિનિયર એનરિક બેરેગને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી માહિતી આપી

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
ઈલોન મસ્કની 'X'ની યુઝર્સને મોટી ભેટ, કંપની લાવી જબરદસ્ત ફીચર, આપશે વોટ્સએપને ટક્કર 1 - image


X New Feature : ઈલોન મસ્કે એક્સ (X) યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે યુઝર્સ એક્સ પર વોઈસ અને વીડિયો કોલ કરી શકશે. ખાસ વાત એ છે કે એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે નહીં. આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની પણ જરૂર નથી. શરૂઆતમાં આ સુવિધા ફક્ત પ્રીમિયમ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતી. હવે તે તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. એક્સનું આ ફીચર વોટ્સએપને ટક્કર આપવા જઈ રહ્યું છે.

એક્સ લાવ્યું નવું ફીચર

એક્સ (X)ના એન્જિનિયર એનરિક બેરેગને સોશિયલ મીડિયા પર આ સુવિધા વિશે માહિતી આપતા લખ્યું, “કંપની નોન-પ્રીમિયમ યુઝર્સ માટે ધીમે ધીમે ઓડિયો અને વીડિયો કોલિંગ ફીચર્સ લાવી રહી છે. નવા અપડેટના આગમન સાથે યુઝર્સ હવે તેવા એકાઉન્ટ્સથી કોલ્સ રિસીવ કરી શકે છે, જેને તે ફોલો કરે છે અથવા તે કોન્ટેક્ટ તેમની X એડ્રેસ બુક છે.

કોલિંગ માટે આ જરૂરી

બંને એકાઉન્ટ હોલ્ડરે એકબીજા સાથે ક્યારેક વાતચીત કરી હોય તે કોલિંગ માટે જરૂરી છે. જો બંને યુઝર્સ વચ્ચે એક પણ DM શેર થયો છે તો તે એકબીજા સાથે કોલિંગ કરી શકે છે. આમાં યુઝર્સને ફોલો કરવામાં આવેલા અને પ્લેટફોર્મ પર હાજર કોઈપણ યુઝર્સ દ્વારા કોલ્સ પ્રાપ્ત કરવાનો વિકલ્પ મળશે.

આ રીતે એક્સ (X) પર શકો છો કોલ

1. સૌ પ્રથમ તમારા Android અથવા iOS સ્માર્ટફોન પર એક્સ (X) એપ્લિકેશન ખોલો અને DMમાં જાઓ.

2. વાત શરૂ કરવા માટે ફોન આઇકોન પર ક્લિક કરો અને ઓડિયો અથવા વીડિયો કોલ પસંદ કરો. આ કર્યા પછી, રિસીવરને એક નોટિફિકેશન મળશે કે તમે તેમને કોલ કરવા માંગો છો.

3. તમે ટોપ રાઈટ કોર્નરમાં આપેલા સેટિંગ્સમાં જઈને તમને કોણ કોલ કરી શકે તે પણ સેટ કરી શકો છો. 

ઈલોન મસ્કની 'X'ની યુઝર્સને મોટી ભેટ, કંપની લાવી જબરદસ્ત ફીચર, આપશે વોટ્સએપને ટક્કર 2 - image


Google NewsGoogle News