ઈલોન મસ્કનો વિશ્વના ખૂણે-ખૂણે મોબાઈલ નેટવર્ક પહોંચાડવાનો દાવો, લોન્ચ કરશે Starlink V2
- T-Mobileએ મસ્કના સ્પેસએક્ટ સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી છે
ન્યુયોર્ક, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર
એલોન મસ્કે પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટારલિંકને લઈને નવી જાહેરાત કરી છે. મસ્કે ટ્વીટ કર્યું છે કે, આગામી વર્ષ સુધીમાં Starlink V2 લોન્ચ કરશે. તે સીધા મોબાઈલ ફોનને નેટવર્ક ઉપલબ્ધ કરાવશે. તેના દ્વારા આપણે વિશ્વના ડેડ ઝોનમાં પણ મોબાઈલ નોટવર્ક પહોંચાડી દઈશું. એટલે કે, વિશ્વના દરેક ખૂણે હવે મોબાઈલ નેટવર્ક પહોંચશે.
મસ્કે પોતાના ટ્વીટમાં આગળ કહ્યું કે, અમે પ્રતિ સેલ ઝોન 2થી 4 Mbitsની કનેક્ટિવટી ઉપલબ્ધ કરાવીશું. તે વોઈસ કોલ અને ટેક્સ્ટ મેસેજ માટે શાનદાર કામ કરશે પરંતુ તે હાઈ બૈંડવિથ માટે નહીં હશે.
T-Mobile અને SpaceX’s Starlink satellite internetમાં પાર્ટનરશિપ
T-Mobileએ મસ્કના સ્પેસએક્ટ સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી છે. T-Mobileએ કહ્યું કે, વિશ્વના મોબાઈલ ડેડ ઝોનથી આપણને ટૂંક સમયમાં છૂટકારો મળી જશે. સ્પેસ એક્ટના સ્ટારલિંક ઉપગ્રહ ઈન્ટરનેટ સાથે એક નવી ભાગીદારી માટે ધન્યવાદ.
T-Mobileના CEO માઈક સીવર્ટ અને એલોન મસ્ક દ્વારા આયોજિત એક કા્રયક્રમમાં T-Mobileએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, મોબાઈલ ફોન સેટેલાઈટ સાથે કનેક્ટ થઈ શકશો અને 2થી 4 મોગાબાઈટ્સ પર સેકેન્ડ કનેક્શન સાથે તેઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં કનેક્ટ થઈ શકશે.
T-Mobile સાથે સર્વિસ શરૂ કરવાની યોજના
મસ્કના જણાવ્યા પ્રમાણે આગામી વર્ષે લોન્ચ થનારી બીજી પેઢીના સ્ટારલિંક ઉપગ્રહ ટી-મોબાઈલના મિડ-બૈંડ પીસીએસ સ્પેક્ટ્રમના હિસ્સાનો ઉપયોગ કરીને સેવા પ્રસારિત કરવામાં સક્ષમ થશે. મસ્કે કહ્યું કે, નવા ઉપગ્રહોમાં મોટા ખૂબ જ મોટા એન્ટેના છે જે કનેક્શનને સક્ષમ બનાવી શકાશે. પોતાના આગામી સ્ટારશિપ રોકેટનો ઉપયોગ કરીને આ ઉપકરણને લોન્ચ કરવાની યોજના છે.
શું થશે ફાયદા
કંપનીએ કહ્યું કે, જ્યાં તમારી પાસે કોઈ ટ્રેડિશનલ સર્વિસ ઉપલબ્ધ નહીં હશે ત્યાં પણ તમે આના મારફતે ટેક્સ્ટ મેસેજ, એમએમએસ મેસેજ મોકલી શકો છો. મસ્કે કહ્યું કે, જો સેલ ઝોનમાં વધુ લોકો નહીં હશે તો તમે નાનો વીડિયો પણ જોઈ શકશો.