Get The App

હિન્દી ભાષા આવડતી હોય તો મસ્કની AI કંપનીમાં ઘરે બેઠા કામ કરવાનો મોકો, એક કલાકના મળશે પાંચ હજાર રૂપિયા

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News

હિન્દી ભાષા આવડતી હોય તો મસ્કની AI કંપનીમાં ઘરે બેઠા કામ કરવાનો મોકો, એક કલાકના મળશે પાંચ હજાર રૂપિયા 1 - image

Elon Musk, AI company 'xAI' : ઈલોન મસ્કની AI સંબંધિત કંપની 'xAI' હાલમાં AI ટ્યુટરની જગ્યા માટે દ્વિભાષી નિષ્ણાતોની શોધમાં છે. આ પહેલનો ઉદ્દેશ્ય એવી અદ્યતન AI સિસ્ટમ વિકસાવવાનો છે જે માનવતા અને બ્રહ્માંડને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે. હિન્દી સહિત અનેક ભાષાઓના ડેટા સાથેના AI મૉડલને વધારવાનો હેતુ છે. આ નોકરી માટે ભારતમાંથી પણ અરજી કરી શકાય છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વ્યક્તિ પણ આ કાર્ય માટે અરજી કરી શકે છે. જો કે ઓફર કરવામાં આવેલ મહેનતાણું અલગ અલગ હોઈ શકે છે.

'AI ટ્યુટર - દ્વિભાષી' શીર્ષક ધરાવતી આ નોકરીનો કાર્યકાળ છ મહિના અને હંગામી રહેશે. સફળ ઉમેદવારનું કાર્ય xAIના મૉડલ્સને તાલીમ આપવા માટેના ડેટા જનરેટ કરવાનું અને તેને લેબલ કરવાનું રહેશે. અરજદારો અંગ્રેજી અને ઓછામાં ઓછી એક અન્ય જેમ કે હિન્દી, ફ્રેન્ચ, ચાઇનીઝ અથવા અરબી ભાષાના જાણકાર હોવો જોઈએ. આ નોકરીમાં ડેટાસેટ્સને ચોક્કસ રીતે ઇનપુટ કરવા અને લેબલ કરવા માટે xAIની ટેકનિકલ ટીમ સાથે સહયોગ અને ઉચ્ચ ગુણવત્તાના બહુભાષી ડેટાના ઉત્પાદનને સુનિશ્ચિત કરવાની ભૂમિકા આપવામાં આવશે.

 AI ટ્યુટર્સ ડેટા લેબલિંગ ઉપરાંત xAIના AI મૉડલ્સને વધારવાના હેતુથી આ પ્રોજેક્ટ્સ પર કામ કરાશે. આ પદ માટે અરજી કરનાર પાસે અંગ્રેજી અને અન્ય ભાષાઓની સામગ્રીને સચોટ રીતે હેન્ડલ કરવા માટે ભાષા પર મજબૂત પકડ હોવી અને સંશોધન કરવા માટે કૌશલ્યની જરૂરીયાત રહેશે.

ઉમેદવારો પાસે તકનીકી જ્ઞાન અને લેખન, પત્રકારત્વ અથવા પ્રોફેશનલ લેખનનું બેકગ્રાઉન્ડ તેમજ જણાવવામાં આવેલી કોઈપણ ભાષામાં અનુભવ હોવો જોઈશે. ટૅક્નોલૉજીકલ ઇનોવેશન અને કોમ્યુનિકેશન સ્કીલ હોવી  જરૂરી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં અંગ્રેજી અને વધુ એક ભાષાના જાણકાર એમ બન્ને મૂલ્યાંકનનો સમાવેશ થશે.

xAI અનુભવ અને લાયકાતના આધારે $35 થી $65 (અંદાજે 2900 થી 5400 રૂપિયા) સુધી કલાકદીઠ મહેનતાણું આપશે. ફૂલ ટાઇમ નોકરી માટે ઉમેદવારનો નોકરીનો સમય સ્થાનિક સમય પ્રમાણે સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધીનો સમય રહેશે. ફૂલ ટાઇમ નોકરીમાં મેડિકલ અને ડેન્ટલ લાભો પણ આપવામાં આવશે.  કુશળતા, અનુભવ અને સ્થાનના આધારે ચોક્કસ વળતર અને મહેનતાણું બદલાઈ શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વોટ્સએપ સ્ટેટસમાં હજી નવી સુવિધાઓ ઉમેરાઈ

ભારત સ્થિત વ્યક્તિઓ માટે આ નોકરી આકર્ષક પગાર અને ઘરેથી વૈશ્વિક AIને લગતા પડકારોનો સામનો કરવા માટે કામ કરવાની તક આપે છે. ઈલોન મસ્કની xAI એવી વ્યક્તિઓને શોધી રહી છે જેઓ ઝડપથી વિકસતા AI ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રભાવ પાડવા માટે તૈયાર હોય. જો તમે હિન્દી અથવા અન્ય ઉલ્લેખિત ભાષાઓના સારા જાણકાર છો અને ટૅક્નોલૉજી પ્રત્યે જુસ્સો ધરાવો છો તો આ તક તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે.

હિન્દી ભાષા આવડતી હોય તો મસ્કની AI કંપનીમાં ઘરે બેઠા કામ કરવાનો મોકો, એક કલાકના મળશે પાંચ હજાર રૂપિયા 2 - image


Google NewsGoogle News