ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને માઇક્રોસોફ્ટના આઉટેજને લઈને સતત કમેન્ટ કરતાં ઇલોન મસ્કનું જ X થયું ડાઉન
X Down: પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X હાલમાં જ ડાઉન થયું હતું. દુનિયાભરના ઘણાં લોકોને ટ્વીટ લોડ કરવામાં તકલીફ પડી રહી હતી. કેટલાક યુઝર પોસ્ટ નહોતા કરી શકતા તો કેટલાક યુઝરની નવી પોસ્ટ લોડ નહોતી થઈ રહી.
દરેકની મજાક ઉડાવનાર ઇલોન મસ્કની બની મજાક
ઇલોન મસ્કે જ્યારથી ટ્વિટરને ખરીદીને X કર્યું છે ત્યારથી તે એના પર સુપરએક્ટિવ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જ્યારે ડાઉન થયું હતું ત્યારે ઇલોન મસ્કે એની ખૂબ જ મજાક ઉડાવી હતી. માઇક્રોસોફ્ટનું હાલમાં ગ્લોબલ આઉટેજ થયું હતું ત્યારે પણ એ વિશે કમેન્ટ કરવાનું ઇલોન મસ્ક નહોતો ચૂક્યો. જોકે હવે તેનું X ડાઉન થતાં લોકો તેની મજાક ઉડાવી રહ્યાં છે.
અમેરિકા, કેનેડા અને યૂકેમાં સૌથી વધુ અસર
ડાઉનડીટેક્ટર દ્વારા X ડાઉન થયું હતું એનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. ટોટલ 36,500 લોકોએ આઉટેજનો રીપોર્ટ કર્યો હતો. અમેરિકામાં 27,700 યુઝર્સ, કેનેડામાં 3300 અને યૂકેમાં 1600 રિપોર્ટ નોંધાયા હતા. આ સિવાય દુનિયાના અન્ય દેશોમાંથી પણ રિપોર્ટ નોંધાયા હતા. તેમ જ એવા પણ ઘમાં યુઝર્સ છે જેમને તકલીફ પડી હતી, પરંતુ તેમણે રિપોર્ટ ફાઇલ નહોતો કર્યો.
આ પણ વાંચો: ChatGPT પાસે બ્રેક અપ લેટર લખાવવો ભારે પડ્યો, AIએ ઈજ્જતના ધજિયા ઉડાવી દીધા
ક્યારે ઇશ્યુ શરૂ થયો હતો?
આ ઇશ્યુ ભારતમાં ગઈ કાલે સવારે સાડા આઠ વાગ્યે શરૂ થયો હતો. ત્યાર બાદ નવ વાગ્યે એકદમ ડાઉન થઈ ગયું હતું જ્યારે સૌથી વધુ યુઝર્નસે તકલીફ પડી હતી. 71 ટકા એપ્લિકેશન યુઝર્સ અને 27 ટકા ડેસ્કટોપ યુઝર્ને તકલીફ પડી રહી હતી.
કેમ ડાઉન થયું હતું?
X દ્વારા હજી સુધી એ કેમ ડાઉન હતું એનું કારણ આપવામાં નથી આવ્યું. જોકે યુઝર જ્યારે બ્રાઉસિંગ કરી રહ્યા હતા ત્યારે ‘સમથીંગ વેન્ટ રોંગ. ટ્રાય અગેઇન.’નો મેસેજ આવી રહ્યો હતો. આ વિશે પણ ઇલોન મસ્ક કમેન્ટ કરે એવી સોશિયલ મીડિયા યુઝરને આશા છે.