Get The App

હવે મસ્ક ગૂગલ, એપલ અને યાહૂને ટક્કર આપશે, ટૂંક જ સમયમાં લૉન્ચ કરશે Gmailનું હરીફ Xmail

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
હવે મસ્ક ગૂગલ, એપલ અને યાહૂને ટક્કર આપશે, ટૂંક જ સમયમાં લૉન્ચ કરશે Gmailનું હરીફ Xmail 1 - image


Elon Musk Soon Launch Xmail: ઇલોન મસ્કે હાલમાં જ જણાવ્યું કે તે બહુ જલદી જી મેલને ટક્કર આપશે. ઇલોન મસ્કની કંપની X હવે ગૂગલ, એપલ, માઇક્રોસૉફ્ટ અને યાહૂ જેવી કંપનીઓને ટક્કર આપવા માટે ઇમેલ સર્વિસ શરુ કરવાની છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ જોવા મળી હતી અને તેના કારણે ટૅક્નોલૉજીની દુનિયામાં હોબાળો મચી ગયો છે.

હરીફાઈનો વધુ સામનો જી મેલને કરવો પડશે 

ટ્વિટર તરીકે પહેલેથી ઓળખાતા X પર હાલ જ એક એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે ઇલોન મસ્ક દ્વારા Xmail સર્વિસ શરુ કરવી જોઈએ. ઇલોન મસ્કે આ ટ્વિટનો જવાબ આપ્યો હતો કે ‘મારે ઘણું બધું કરવાનું છે અને તેમાં મેલ સર્વિસ પણ સામેલ છે.’ એવું કહેવાય છે કે, આ સર્વિસ શરૂ થતા સૌથી વધુ સામનો ગૂગલની મેલ સર્વિસ જી મેલને કરવાનો આવશે. 

એકસાથે અનેક કંપનીઓને પડકાર

મસ્કે અગાઉ પણ જણાવ્યું હતું કે તે ઇમેલ સર્વિસ શરુ કરી શકે છે. આ સર્વિસ ગૂગલને ટક્કર આપશે. ગૂગલના જી મેલના હાલમાં દુનિયાભરમાં 1.8 બિલિયન યુઝર્સ છે. જોકે, જી મેલ અને માઇક્રોસોફ્ટની આઉટલૂક જેવી સર્વિસ પૂરી પાડવી કોઈ નાની વાત નથી. છતાં, ઇલોન મસ્ક આ ચેલેન્જ ઉપાડવા તૈયાર છે. જો ઇલોન મસ્કે ઇમેલ સર્વિસ શરુ કરી તો તેની હરીફાઈ સીધી ગૂગલ, માઇક્રોસૉફ્ટ, એપલ અને યાહૂ સાથે થશે.

આ પણ વાંચો: બિલ્ટ-ઇન ડાયલરનો સમાવેશ કરવા જઈ રહ્યું છે વોટ્સએપ, ફોન કરવામાં વધુ સરળતા થશે

Xmail પ્લેટફૉર્મ કઈ સર્વિસ પૂરી પાડી શકે છે?

ઇલોન મસ્કની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, Xmailમાં સૌથી વધુ મહત્ત્વ પ્રાઇવસી અને સિક્યોરિટી ફીચર્સને આપવામાં આવશે. આ સાથે જ Xની સર્વિસ એમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવશે, જેથી યુઝર્સ ઇમેલ અને સોશિયલ મીડિયા બન્નેનો ઉપયોગ કરી શકશે. આ સાથે જ પ્રીમિયમ ફીચર્સ માટે ઇલોન મસ્ક પેઇડ સર્વિસ પણ પ્રોવાઇડ કરી શકે છે. આ સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે. હાલના માર્કેટ શેરના આધારે, એપલ મેલના 53.67 ટકા, ગૂગલના જી મેલના 30.70 ટકા, માઇક્રોસોફ્ટ આઉટલૂકના 4.38 ટકા અને યાહૂના 2.64 ટકા છે. આ સ્પર્ધામાં ટકી રહેવા માટે, ઇલોન મસ્કે ખૂબ જ હટકે પ્લેટફૉર્મ અને સર્વિસ આપવી પડશે.



Google NewsGoogle News