Get The App

ઇલોન મસ્ક બનાવશે દુબઈ લૂપ: 160 કિમીની ગતીએ એક કલાકમાં 20000 પેસેન્જર કરી શકશે ટ્રાન્સપોર્ટ

Updated: Feb 22nd, 2025

GS TEAM


Google News
Google News
ઇલોન મસ્ક બનાવશે દુબઈ લૂપ: 160 કિમીની ગતીએ એક કલાકમાં 20000 પેસેન્જર કરી શકશે ટ્રાન્સપોર્ટ 1 - image


Dubai Loop: ઇલોન મસ્ક દ્વારા હવે દુબઈમાં અંડરગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. એને દુબઈ લૂપ નામ આપવામાં આવ્યું છે. દુબઈ એમિરેટ્સ અને ઇલોન મસ્કની ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી ‘ધ બોરિંગ કંપની’ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરશે. આ પ્રોજેક્ટનો હેતુ દુબઈના લોકોને હાઇ-સ્પીડ અને ખૂબ જ અસરકારક અને પર્યાવરણને નુક્સાન ન પહોંચે એવો ટ્રાન્સપોર્ટેશન પૂરુ પાડવાનો છે.

દુબઈ લૂપ પ્રોજેક્ટ

દુબઈ લૂપ પ્રોજેક્ટ 17 કિલોમિટરનો બનાવવામાં આવશે અને એમાં અગિયાર સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની મદદથી એક કલાકની અંદર 20000 પેસેન્જર્સને ટ્રાન્સપોર્ટ કરી શકાશે. દુબઈના સૌથી વ્યસ્ત અને ગીચ વિસ્તારોને એકમેકની સાથે કનેક્ટ કરવા માટે આ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટની સ્પીડ અને કનેક્ટિવિટી

દુબઈ લૂપની સ્પીડ 160 કિલોમિટર પ્રતિ કલાક સુધીની રાખવામાં આવશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી પહોંચવામાં આવશે. ભારતની ફાસ્ટ ટ્રેન કરતાં પણ આ લૂપની સ્પીડ ખૂબ જ વધુ છે. આથી ટ્રાવેલનો સમય પણ ખૂબ જ ઓછો થઈ જશે. ઇલોન મસ્કના કહ્યા મુજબ આ લૂપની કનેક્ટિવિટી પણ એટલી સારી રીતે બનાવવામાં આવશે કે પેસેન્જર તરત જ એક લોકેશનથી બીજા લોકેશન પર જઈ શકશે. અન્ય ટ્રાન્સપોર્ટેશનમાં પેસેન્જરને જે સમય લાગે એટલો સમય દુબઈ લૂપમાં નહીં લાગશે. દુબઈ લૂપની સિસ્ટમ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ અને રિન્યુએબલ એનર્જી સોર્સનો ઉપયોગ કરવામાં આવશે. દુબઈ હવે સસ્ટેનિબિલિટી તરફ આગળ વધી રહ્યું છે અને આ સિસ્ટમ દ્વારા તેઓ તેમના લક્ષ્યથી એક સ્ટેપ વધુ નજીક જશે. તેમ જ દુબઈના તાપમાનથી પણ લોકો બચી શકશે. દુબઈમાં ખૂબ જ ગરમી હોય છે અને આ અંડરગ્રાઉન્ડ હોવાથી તાપમાનની પેસેન્જર્સ પર અસર નહીં થાય.

ઇલોન મસ્ક બનાવશે દુબઈ લૂપ: 160 કિમીની ગતીએ એક કલાકમાં 20000 પેસેન્જર કરી શકશે ટ્રાન્સપોર્ટ 2 - image

ઇલોન મસ્કે શું કહ્યું? 

ઇલોન મસ્ક દ્વારા દુબઈમાં યોજાયેલી સમીટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે દુબઈ લૂપની જાહેરાત કરી હતી. એ દરમિયાન ઇલોન મસ્કે કહ્યું હતું કે ‘ટનલનો ફાયદો એ છે કે ગીચ વસ્તીમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ ખૂબ જ શ્રેષ્ઠ છે.’ UAE મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇકોનોમી એન્ડ રિમોટ વર્ક એપ્લિકેશન્સ ઓમર સુલ્તાન અલ ઓલામાએ પણ આ પાર્ટનરશિપને લઈને ખૂબ જ ઉત્સાહ દેખાડ્યો છે.

આ પણ વાંચો: ભારતમાં ટેસ્લાની એન્ટ્રી: નવી પોલીસી હેઠળ શું હોઈ શકે કિંમત?

ભવિષ્યનો પ્લાન

દુબઈ લૂપને ખૂબ જ મોટા વિઝન સાથે બનાવવામાં આવી રહ્યો છે. એમાં ખૂબ જ ટેક્નોલોજીકલ ઇનોવેશન કરવામાં આવી રહ્યું છે અને દુબઈને સ્માર્ટ સિટી બનાવવા તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં હાલમાં એક કલાકમાં 20,000 પેસેન્જર ટ્રાવેલ કરી શકશે, પરંતુ ભવિષ્યમાં એને એક લાખ પેસેન્જર સુધી પહોંચાડવામાં આવશે. દુબઈના લોકોને ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ ન પડે એ માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Tags :