વોશિંગટનમાં આવેલી DOGEની ઑફિસને ઘર બનાવ્યું ઇલોન મસ્કે, લિંકન બેડરૂમમાં રહેવાની ઓફર કેમ ફગાવી?
Elon Musk turn Doge Office into Bedroom: ઇલોન મસ્કે તેની વોશિંગટન DCમાં આવેલી DOGE ઑફિસને પોતાનું બેડરૂમ બનાવી દીધું હોવાની ચર્ચા ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા ત્યાર બાદ તેમની ગવર્નમેન્ટમાં ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્મેન્ટ ઇફિસિયન્સી(DOGE)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઑફિસ વ્હાઇટહાઉસની નજીક આવેલી આઇશનહોવર એક્સિક્યુટીવ ઑફિસ બિલ્ડિંગમાં આવેલી છે. આ ઑફિસને ઇલોન મસ્ક દ્વારા તેનું ટેમ્પરરી ઘર બનાવી દેવામાં આવ્યું છે.
ઑફિસને ઘર બનાવવાનું કારણ શું?
ચીફ ઑફ સ્ટાફ સુશી વાઇલ્સ દ્વારા ઇલોન મસ્કને વેસ્ટ વિંગમાં ઑફિસ નહોતી આપવામાં આવી. હાલમાં જ ઇલોન મસ્કને અલ્ફાલ્ફા ક્લબમાં બ્લેક-ટાઇ ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન ઇલોન મસ્કે જણાવ્યું હતું કે તેને વ્હાઇટહાઉસમાં આવેલા ઐતિહાસિક લિંકન બેડરૂમમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની ટીમ સાથે પ્રોફેશનલ રિલેશનશિપ રાખવા માટે તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.
પહેલી વાર ઇલોન મસ્કે આવું નથી કર્યું
ઇલોન મસ્ક તેના કામ અને કમિટમેન્ટ માટે જાણીતો છે. તે તેના કામને લઈને ખૂબ જ જાણીતો છે. તેના કામ પર ફોકસ કરવાને કારણે તે DOGE ઑફિસમાં રહે છે. જોકે આ પહેલાં પણ તે ખૂબ જ કામ કરતો જોવા મળ્યો હતો. ટેસ્લા પર ફોકસ કરવા માટે તે 16 કલાક ઑફિસમાં કામ કરતો હતો અને ફક્ત 6 કલાકની ઉંઘ લેતો હતો. આ સાથે જ ટેસ્લાના શરુઆતના દિવસોમાં તે કંપનીના ફ્લોર પર સૂઈ જતો હતો. તેનું માનવું હતું કે તેના આ ડેડિકેશનને લઈને તેના કર્મચારીઓ પણ સારી રીતે કામ કરવા માટે પ્રેરિત થશે. 2022માં એક ઇન્ટરવ્યુમાં ઇલોન મસ્કે કહ્યું હતું કે ‘જો તમારી ટીમને ખબર હોય કે તેમનો લીડર કોઈ ટ્રોપિકલ આઇલેન્ડમાં સારો સમય પસાર કરી રહ્યો છે તો એની અલગ અસર જોવા મળશે. જો તમારા કર્મચારીને ખબર હોય કે તેમનો લીડર તેમની સાથે જ રહે છે તો ત્યારે એમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે.’
કર્મચારીઓને પણ વોર્નિંગ
ઇલોન મસ્ક પોતે તો કામ કરે જ છે, પરંતુ તેના કર્મચારીઓ પણ એટલાં જ કામ કરે એવી તે આશા રાખે છે. આથી 2022માં ઇલોન મસ્કે ટ્વિટર ખરીદી લીધું ત્યારે તેણે તેના કર્મચારીઓને જણાવી દીધું હતું કે ફક્ત લાંબા સમય સુધી સખત કામ કરનાર કર્મચારીઓને જ નોકરી પર રાખવામાં આવશે. ત્યારે ટ્વિટરના 80 ટકા કર્મચારીઓ દ્વારા કંપનીને છોડી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેણે એક નવી ટીમ ઊભી કરી અને ટ્વિટરને X બનાવ્યું.
DOGEનું કામ શું છે?
ઇલોન મસ્ક જે રીતે તેની કંપનીઓમાં ફક્ત કામ કરનાર કર્મચારીઓને નોકરીએ રાખે છે અને તેની કંપનીને જે રીતે સૌથી વધુ આઉટપુટ આપવા માટે પ્રેરિત કરે છે એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનાવવાનું બીડું ઇલોન મસ્કને આપવામાં આવ્યું છે. તે જે ડિપાર્ટમેન્ટમાં રહીને કામ કરે છે એને DOGE કહેવામાં આવી રહ્યું છે. આ ડિપાર્ટમેન્ટનો એજન્ડા પૈસા બચાવવાનો અને વધુ સારી રીતે કામ કરવાનો છે. DOGE જ્યારથી લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી અમેરિકા દિવસના એક બિલિયન ડૉલરનો બચાવ કરી રહ્યું છે. વધુ પડતાં કર્મચારીઓને નોકરીએ રાખવા અને નકામા ખર્ચ જે થઈ રહ્યા છે એને ઇલોન મસ્ક દ્વારા અટકાવવામાં આવ્યા છે. આ માટે ઇલોન મસ્કની ઘણી ટીકા પણ કરવામાં આવી છે.
શું છે DOGEનો ગોલ?
ઇલોન મસ્કનો ટાર્ગેટ છે કે DOGEના કાર્યકાળ દરમ્યાન અમેરિકા એક દિવસના ત્રણ બિલિયન ડૉલરથી વધુનો બચાવ કરે. આ માટે ઇલોન મસ્ક દ્વારા ઘણાં પ્રોગ્રામ અને વેબસાઇટને બંધ કરવામાં આવી છે. એમાં યુએસ ઑફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટના ચીફ ડાઇવરસિટી ઑફિસર્સ એક્સિક્યુટિવ કાઉન્સિલ વેબસાઇટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણાં લોકોએ ઇલોન મસ્કના આ નિર્ણયની ટીકા કરી હતી. જોકે તે આ બધી વાતો પર ધ્યાન નથી આપી રહ્યો.
પેનીના પ્રોડક્શન માટે થતાં ખર્ચને ઘટાડવો
ઇલોન મસ્કની ડિપાર્ટમેન્ટ DOGE હાલમાં સિક્કાના પ્રોડક્શન માટે જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે એને ઓછો કરવાનો છે. હાલમાં અમેરિકાને એક પેનીના પ્રોડક્શન માટે જેટલો ચાર્જ લાગી રહ્યો છે એ એની વેલ્યુ કરતાં ખૂબ જ વધુ છે. 2023માં પેનીના પ્રોડક્શન પાછળ 179 મિલિયન ડૉલર ખર્ચ થયો છે. આથી DOGE દ્વારા એના પર ખૂબ જ કન્ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.