ઇલોન મસ્કના Xએ એક કર્મચારીને ખોટી રીતે જોબમાંથી કાઢયો, ચૂકવવા પડશે 5.9 કરોડ રૂપિયા
Elon Musk to Pay Ex-Employee: ટ્વિટર તરીકે પહેલાં ઓળખાતા Xએ હાલમાં જ તેના એક એક્સ કર્મચારીને 5.9 કરોડ રૂપિયા ચૂકવવાની ફરજ પડી છે. આયર્લેન્ડના એક કર્મચારીને ઇલોન મસ્કની કંપનીએ ખોટી રીતે જોબ પરથી કાઢ્યો હતો. આયર્લેન્ડની વર્કપ્લેસ રીલેશન્સ કમિશન દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો છે કે એ વ્યક્તિને વળતર તરીકે 5.9 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે.
ઇલોન મસ્કે જ્યારે ટ્વિટર ખરીદ્યુ ત્યારે તેણે ટ્વિટરના કર્મચારીને એક ઇમેલ કર્યો હતો કે ટ્વિટર 2.0 માટે તૈયાર રહો. તેણે ટ્વિટર ખરીદ્યું અને તરત જ આયર્લેન્ડના એક સિનિયર કર્મચારીને આયર્લેન્ડની બ્રાન્ચમાંથી નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આઇફોનની જેમ હવે એન્ડ્રોઇડ યુઝર્સ પણ બનાવી શકશે વોટ્સએપમાંં કસ્ટમ સ્ટીકર્સ
2022ની નવેમ્બરમાં ટ્વિટરને ઇલોન મસ્ક દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું ત્યાર બાદ કર્મચારીઓ દ્વારા નવી શરતો પર સાઇન કરવાનું હતું. એમાં એક શરત એવી હતી કે પગાર માટે કોઈ શરતો નહીં લાગે કંપની ધારે એ મુજબ કરી શકશે. આ તમામ શરત ઇલોન મસ્કના ઇમેઇલ આવ્યાના 24 કલાકની અંદર માનવાની હતી. ગેરી રૂનીએ એમાં ચૂક કરી હતી અને જવાબ ન આપી શક્યો હતો. 2013થી ટ્વિટરમાં કામ કરતાં ગેરી રૂનીને 2022ની 18 નવેમ્બરે નોકરીમાંથી રિઝાઇન આપવાની ફરજ પાડવામાં આવી હતી.
ગેરી રૂનીએ ઇમેઇલ કરીને કંપનીને જણાવ્યું હતું કે તેણે રિઝાઈન માટે તૈયારી પણ નથી દેખાડી તેમ જ તેણે કોઈ એગ્રીમેન્ટ પણ સાઇન નથી કર્યું. ગેરી રૂનીએ ત્યાર બાદ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ દરમ્યાન ગેરીએ કહ્યું હતું કે ઇમેઇલ જોયો હતો, પરંતુ ઇમેઇલ ખોટો હોય એનો તેને ડર હતો. તેમ જ ઇમેઇલ સ્પેમ અથવા તો મેલવેર હોવાનો તેનો ડર હોવાથી તેણે એ ઓપન નહોતો કર્યો.
ઇલોન મસ્કે 2022ની નવેમ્બરે કંપની ખરીદ્યા બાદ ઘણાં કર્મચારીઓને છૂટા કર્યા છે. તેણે છેલ્લા બે વર્ષમાં અંદાજે છ હજાર કર્મચારીઓને નોકરીએથી છૂટા કર્યા છે.