જેગુઆરે લોન્ચ કર્યો નવો લોગો: મસ્કે ઠેકડી ઉડાવી કહ્યું, 'શું તમે કાર વેચો છો?'
Elon Musk On Jaguar: ટેસ્લાના CEO ઇલોન મસ્ક દ્વારા તાજેતરમાં જ બ્રિટિશ કારમેકર જેગુઆરના નવી એડ પર ઠેકડી ઉડાવવામાં આવી છે. જેગુઆર દ્વારા તાજેતરમાં એક નવી જાહેરાત જાહેર કરવામાં આવી છે, જેના દ્વારા તેઓ તેમની બ્રેન્ડને નવેસરથી લોન્ચ કરી રહ્યાં છે. આ એડમાં તેમને જેગુઆરનો નવો લોગો પણ લૉન્ચ કર્યો છે, જોકે તેમના આઇકોનિક લોગોને હજી લૉન્ચ કરવાની વાર છે.
એડ બની મજાકનું કારણ
જેગુઆર દ્વારા જે એડ બનાવવામાં આવી છે, તેમાં કલરફુલ વિઝ્યુઅલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એડમાં એક પણ કારને દેખાડવામાં નથી આવી. તેમજ વિઝ્યુઅલ જોઈને લાગે છે કે આ કંપની કપડાં બનાવી રહી છે અને એક લક્ઝરી બ્રેન્ડની નવી ડિઝાઇન લૉન્ચ કરી રહી છે. તેથી સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો છે કે કાર ક્યાં છે?
ઇલોન મસ્કે કરી ટીકા
ઇલોન મસ્ક તેના સ્વભાવ માટે જાણીતો છે. તે કોઈ પણ કંપની અને વિષય વિશે તેના બિન્દાસ મંતવ્યો વ્યક્ત કરે છે. તે સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે અને કરન્ટ અફેર્સનું પણ ધ્યાન રાખે છે. જેગુઆર દ્વારા જેવું કારની એડ લૉન્ચ કરવામાં આવી કે ઇલોન મસ્કે એ એડ જોઈને પોસ્ટ કર્યું હતું કે "શું તમે કાર વેચો છો?"
જેગુઆરે આપ્યો જવાબ
ઇલોન મસ્કના આ સવાલનો કંપનીએ જવાબ આપ્યો છે કે "હા, તમને એ બતાવવી અમને ગમશે. 2 ડિસેમ્બરે મિયામીના કપ્પામાં જોડાઈ શકો?"
સોશિયલ મીડિયા રિએક્શન
સોશિયલ મીડિયા પર આ એડને જોઈને ઘણી ટિપ્પણીઓ આવી રહી છે. કેટલાક કહી રહ્યાં છે કે તેઓ હવે કાર નથી બનાવતા, પરંતુ ભૂલો કરે છે. એક યુઝરે સવાલ કર્યો કે એડ જોઈને તેને લાગ્યું કે આ એક ડેટિંગ સાઇટની એડ છે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફીચર: પસંદ બદલાઈ ગઈ હોય તો અલ્ગોરિધમ રિસેટ કરી શકશે યુઝર્સ
ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ પ્રયાણ
જેગુઆરના ચીફ ક્રિએટિવ ઓફિસર ગેરી મેકગોવર્ને કહ્યું હતું કે "અમારો નવો લોગો અને બ્રાન્ડિંગ એક નવી શરૂઆત છે. આજે જે જેગુઆર છે, એનું વિઝન અમે જોઈ શકીએ છીએ અને એમાં દરેક વસ્તુ એકદમ આધુનિક હશે. આ એક એવી કાર હશે જે દરેક રીતે બોલ્ડ અને આર્ટિસ્ટિક હશે." જેગુઆર હવે તેમની પરંપરાગત કારથી ધીમે-ધીમે ઇલેક્ટ્રિક કાર્સ તરફ પ્રયાણ કરી રહી છે. તેઓ તેમની પહેલી ઇલેક્ટ્રિક કાર 2 ડિસેમ્બરે લોન્ચ કરશે.