હવે ગમે ત્યાંથી ચલાવી શકશો સુપરફાસ્ટ ઈન્ટરનેટ, ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સની મોટી જાહેરાત
Image Twitter |
Elon Muskની SpaceX એ મોટી જાહેરાત કરી છે. હવે કંપનીએ Starlink Mini પરથી પડદો ઉઠાવી લીધો છે, જે બેકપેક-સાઇઝ સેટેલાઈટ ઇન્ટરનેટ એન્ટેના છે. જેને તમે ગમે ત્યાં લઈને ફરી શકો છો અને કોઈપણ વિસ્તારમાં સુપર ફાસ્ટ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. આ સેટેલાઇટ એન્ટેનામાં ઇનબિલ્ટ વાઇફાઇનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જેના ઉપયોગથી તમે તમારા ડિવાઈસમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ કરી શકશો.
Starlink Mini કીટની કિંમત 599 અમેરિકન ડોલર છે. આ પોર્ટેબલ સેટેલાઈટ ઈન્ટરનેટ એન્ટેના, સ્ટાન્ડર્ડ ડિશ કરતાં 100 અમેરિકન ડોલર વધારે મોંઘુ છે. આ Starlink Mini કીટ હાલમાં પહેલાના જૂના ગ્રાહકો જ ખરીદી શકે છે. જો કે હજુ સુધી તેના માટે કોઈ અલગ પ્લાન કરવામાં આવ્યો નહીં.
ડેટા લિમિટ પર લગાવી મર્યાદા
Starlinkના ગ્રાહકોને Mini Roam serviceને સામેલ કરવાનું ઓપ્શન મળશે. જોકે, સ્ટારલિંકે તેના પર ડેટા લિમિટ કેપ લગાવી છે, જેમાં દર મહિને 50GB ડેટાની મર્યાદા મુકવામાં આવી છે. આ ઉપરાંત જો સ્ટારલિંક ગ્રાહકો બંને સેવાઓનો ઉપયોગ કરે છે, તો તેમને US $ 150 ચૂકવવા પડશે. તેના ઉપયોગથી યુઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા મળશે.
SpaceX ના Starlink VP એ કરી પોસ્ટ
SpaceXમાં સ્ટારલિંક એન્જિનિયરિંગના વીપી માઈકલ નિકોલે X પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે Starlink Mini સાથે WiFi અપડેટ વિશે માહિતી આપી હતી. હવે ટૂંક સમયમાં ઈન્ટનેશનલ માર્કેટમાં તેની પ્રોડેક્શન શરુ કરવામાં આવશે.
Starlink Miniનું વજન અને ઝડપ
Starlink Miniનું વજન 1.13 kg છે, જે એક સ્ટેન્ડ સાથે આવે છે. તે કંપનીની સ્ટાન્ડર્ડ ડીશ કરતાં લગભગ 60 ટકા હલકુ છે. આ સર્વિસ હેઠળ કંપની હાલમાં 100 Mbps ની સ્પીડ ઓફર કરી રહી છે, જે 23 ms ની લેટન્સી સાથે આવે છે. પહેલી Starlink Mini Dishes આવતા મહિને રજૂ કરવામાં આવી શકે છે.
Starlink 2019 માં લોન્ચ કરવામાં આવી હતી
SpaceX એ ઈલોન મસ્કની જ કંપની છે. તે અવકાશમાં મોકલવામાં આવતાં સ્પેસફ્રોટ માટે રોકેટ લોન્ચર અને અન્ય ઘણી વસ્તુઓ બનાવવાનું કામ કરે છે. SpaceXએ વર્ષ 2019માં Starlink લોન્ચ કરવામાં આવી હતી, જે પૃથ્વીની ઓરબિટની નીચલી ભ્રમણકક્ષામાં સેટેલાઈટ પહોંચાડે છે અને પછી ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે.
અત્યાર સુધીમાં કંપની 6 હજારથી વધારે સેટેલાઈટને ઓરબિટમાં મોકલી ચૂકી છે. સમગ્ર વિશ્વમાં તેના 30 લાખથી વધુ યુઝર્સ છે. આ સર્વિસ હાલમાં 100 થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે.