Get The App

VIDEO: મસ્કની કંપની સ્પેસ એક્સે પૂનમની રાતે લૉન્ચ કર્યું 400મું મિશન, જુઓ અદ્ભૂત નજારો

Updated: Apr 13th, 2025


Google News
Google News
VIDEO: મસ્કની કંપની સ્પેસ એક્સે પૂનમની રાતે લૉન્ચ કર્યું 400મું મિશન, જુઓ અદ્ભૂત નજારો 1 - image


Elon Musk SpaceX Launched Falcon9: ઈલોન મસ્કની સ્પેસ ટેક્નોલોજી કંપની સ્પેસએક્સે શનિવાર રાત્રે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ લોન્ચ પૂનમની રાત્રે કરવામાં આવતાં આકાશમાં એક આકર્ષક નજારો જોવા મળ્યો હતો. આ મિશનમાં ફાલ્કન 9એ કુલ 21 સ્ટારલિંક સેટેલાઈટ્સને પૃથ્વની નીચલી કક્ષા (LEO)માં સ્થાપિત કર્યા છે. જેમાંથી 13 સેટેલાઈટ ડાયરેક્ટ ટુ સેલ ટેક્નોલોજીથી સજ્જ છે. આ ટેક્નોલોજી મોબાઈલ ટાવરના મોબાઈલ ફોનથી સીધું સેટેલાઈટ કનેક્ટિવિટી સંભવ બનાવશે. જેની મદદથી અંતરિયાળ અને નેટવર્કવહિન વિસ્તારોમાં પણ મોબાઈલ સિગ્નલ મળી શકશે.

VIDEO: મસ્કની કંપની સ્પેસ એક્સે પૂનમની રાતે લૉન્ચ કર્યું 400મું મિશન, જુઓ અદ્ભૂત નજારો 2 - image

T-Mobileની સાથે અમેરિકામાં નવી શરૂઆત

ડાયરેક્ટ-ટુ-સેલ સુવિધાની શરૂઆત અમેરિકામાં T-Mobileની સાથે પાર્ટનરશીપ કરશે. જેનો ઉદ્દેશ સમુદ્ર, પહાડો અને અન્ય અંતરિયાળ ક્ષેત્રોમાં પણ નેટવર્ક ઉપલબ્ધ કરાવશે. આ ટેસ્ટિંગ સ્પેસએકસ માટે ઐતિહાસિક રહ્યું છે. આ કંપનીની અત્યારસુધીની 400મી ફ્લાઈટ હતી. 2025માં આ 42મું ફાલ્કન 9 લોન્ચિંગ છે. લોન્ચિંગના લગભગ 2.5 મિનિટ બાદ બૂસ્ટર પૃથ્વી પર પરત ફર્યું છે અને એટલાન્ટિક સમુદ્રમાં "A Shortfall of Gravitas" નામનાં ડ્રોનશિપ પર સુરક્ષિત ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. 



સ્ટારલિંક નેટવર્કનું વિસ્તરણ

ફાલ્કન 9ના ઉપરી ચરણમાં તમામ 21 સેટેલાઈટ્સને લગભગ 1 કલાકમાં તેમની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે આ સેટેલાઈટ્સ પોતાના ઓપરેશનલ ઓર્બિટમાં જશે અને સ્ટારલિંકના 7000થી વધુ સેટેલાઈટ નેટવર્કને વધુ સશક્ત બનાવશે. આ નેટવર્ક વિશ્વભરમાં લો-લેટેન્સી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ આપી રહ્યું છે. 



VIDEO: મસ્કની કંપની સ્પેસ એક્સે પૂનમની રાતે લૉન્ચ કર્યું 400મું મિશન, જુઓ અદ્ભૂત નજારો 3 - image

Tags :