સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ X પર હવે લાઇક-રિપ્લાય માટે પણ ચૂકવવા પડશે નાણા, જાણો કેમ લેવાયો નિર્ણય
X Update: જ્યારથી ઈલોન મસ્ક X ના માલિક બન્યા ત્યારથી તે X પરથી વધુ પૈસા કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેમાં સૌપ્રથમ ઈલોન મસ્કએ Xની પેઇડ સેવાઓ શરૂ કરી અને બ્લુ ટિક ફી આધારિત બનાવી.
X પર પોસ્ટ કરવા ચૂકવવા પડશે નાણા
હવે ઈલોન મસ્કે નવા યુઝર્સ માટે મોટો પ્લાન બનાવ્યો છે. ઈલોન મસ્કએ કહ્યું છે કે X પર આવનારા નવા યુઝરે પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે અને તે નજીવી રકમ હશે, જોકે હજુ સુધી તેણે ફી કેટલી રહેશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી.
Unfortunately, a small fee for new user write access is the only way to curb the relentless onslaught of bots.
— Elon Musk (@elonmusk) April 15, 2024
Current AI (and troll farms) can pass “are you a bot” with ease.
બોટ્સ અને ફેક એકાઉન્ટ અટકાવવા લીધું આ પગલું
ઈલોન મસ્કનું માનવું છે કે ફી લાદ્યા બાદ બોટ્સ અને ફેક એકાઉન્ટની પોસ્ટમાં ઘટાડો થશે, કારણ કે હાલમાં કોઈપણ નવું એકાઉન્ટ બનાવીને કોઈની તરફેણમાં પોસ્ટ કરી રહ્યું છે. ઈલોન મસ્કે કહ્યું છે કે બોટને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.
સ્પામ રોકવા માટે લેવાયો નિર્ણય
X ની નવી નીતિ અનુસાર, હવે તમારે X પર પોસ્ટ કરવા, કોઈની પોસ્ટને લાઈક કરવા, કોઈ પોસ્ટને બુકમાર્ક કરવા અને પોસ્ટનો રિપ્લાય આપવા માટે નાણા ચૂકવવા પડશે. તમે માત્ર એક જ એકાઉન્ટને ફ્રીમાં ફોલો કરી શકશો. પ્લેટફોર્મ પર સ્પામ રોકવા માટે આ નીતિનું લાંબા સમયથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.