Get The App

હવે મસ્કનું ફોકસ કમર અને ગરદનનો દુખાવો દૂર કરવાનું, ન્યુરોલિંક બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સ ક્રાંતિ સર્જશે

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
હવે મસ્કનું ફોકસ કમર અને ગરદનનો દુખાવો દૂર કરવાનું, ન્યુરોલિંક બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સ ક્રાંતિ સર્જશે 1 - image


Elon Musk On Back And Neck Pain: ઇલોન મસ્કનું કહેવું છે કે ન્યુરોલિંક દ્વારા સૌથી પહેલાં કમર અને ગરદનનો દુખાવો દૂર કરવા પર ફોકસ કરવું જોઈએ. ઇલોન મસ્કનું માનવું છે કે બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સને ડેવલપ કરવાથી કોઈ પણ વ્યક્તિના શરીરમાં સામાન્ય દુખાવા દૂર કરી શકાય છે અને તેમને ખુશી આપી શકાય છે. જો આ ડેવલપમેન્ટ સફળ રહેશે તો લોકોના રોજિંદા જીવનમાં ખુશીનું પ્રમાણ વધી શકે છે.

ન્યુરોલિંક શું છે?

ન્યુરોલિંક એ એક ન્યુરોટેક્નોલોજી કંપની છે, જેની સ્થાપના 2016માં ઇલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. આ કંપની બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ બનાવે છે. આ એક બ્રેઇન ઇમ્પ્લાન્ટ ડિવાઇઝ છે, જેનાથી વ્યક્તિના મગજને સીધું કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાય છે. આ ડિવાઇઝનો ઉપયોગ ન્યુરોલોજિકલ કન્ડીશન ધરાવતા વ્યક્તિઓના વિચારોને રિયલ બનાવવા માટે થશે.

હવે મસ્કનું ફોકસ કમર અને ગરદનનો દુખાવો દૂર કરવાનું, ન્યુરોલિંક બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સ ક્રાંતિ સર્જશે 2 - image

કમર અને ગરદનના દુખાવા પર ફોકસ

હાલમાં ન્યુરોલિંક ન્યુરોલોજિકલ કન્ડિશન્સ પર વધુ ધ્યાન આપી રહી છે. તેમનો મુખ્ય ગોલ કરોડરજ્જૂની ઇજાઓ અને અન્ય મગજને લગતી બીમારીઓ છે. જોકે, ઇલોન મસ્કની ઇચ્છા છે કે કંપની હવે ક્રોનિક પેઇન, જેમ કે કમર અને ગરદનનો દુખાવો, જેવી સામાન્ય વ્યક્તિઓની રોજિંદી મુશ્કેલીઓ પર પણ ફોકસ કરે.

કરોડો લોકોની સમસ્યા

કમર અને ગરદનનો દુખાવો દરેક ઘરમાં કોઈને જોવું મળે છે. આ દુખાવાના કારણે વ્યક્તિની પ્રોડક્ટિવિટી ઘટે છે અને તેમને પૂરતી ઊંઘ મળવામાં તકલીફ પડે છે. આથી તેમના દિવસની ગુણવત્તા ઓછી થાય છે. ફિઝિયો થેરાપી, મેડિકેશન અને સર્જરી માટે પણ હંમેશાં સફળતા મળવી જરૂરી નથી. ઇલોન મસ્કનું માનવું છે કે ન્યુરોલિંકની બ્રેઇન ઇમ્પ્લાન્ટ દ્વારા દુખાવાના સિગ્નલને દિમાગ સુધી પહોંચતા રોકી શકાય છે.

મસ્કને મળ્યું સમર્થન

મસ્કના આ વિચારને ઘણાં લોકોએ સમર્થન આપ્યું છે. તેમનું માનવું છે કે જો આ ઇમ્પ્લાન્ટ સફળ થાય છે તો એ ગેમ ચેન્જર સાબિત થશે. જોકે, મગજમાં ઇમ્પ્લાન્ટ કરવાથી લાંબા ગાળે તેની શું અસર થશે એને લઈને સલામતી અને આરોગ્ય વિશે સવાલો પણ ઉઠ્યા છે. ટેક્નોલોજીની ચોકસાઈ મહત્વની છે કારણ કે કોઈ ભૂલ કે અડચણ મોટા પરિણામ આપી શકે છે. છતાં, પરીક્ષણ માટે સમર્થન મળ્યું છે.

આ પણ વાંચો: વીડિયોની ક્વોલિટી ઘટાડી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ : પોપ્યુલર વીડિયો પર ફોકસ, જાણો કેમ

એક ડિવાઇઝ, અનેક ફાયદા

ઇલોન મસ્કની સામે ઘણી મુશ્કેલીઓ છે, પરંતુ તે ખૂબ જ આશાવાદી છે. તે માને છે કે આ ડિવાઇઝ ફિઝિકલ હેલ્થ સુધારશે, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ પણ સુધારશે, જેથી લોકો વધુ ખુશ રહેશે. ન્યુરોલિંક હાલમાં ઘણી ટેક્નોલોજી પર ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. દુનિયાભરના લોકોની નજર છે કે ઇલોન મસ્ક આ વિઝનમાં સફળતા મેળવે છે કે નહીં.


Google NewsGoogle News